2378×295

અમદાવાદ ખાતે ૧૧માં કાકરિયા કાર્નિવલનો શાનદાર પ્રારંભ

160×600
160×600
8

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ ખાતે ૧૧માં કાકરિયા કાર્નિવલનો શાનદાર પ્રારંભ

Related Posts
1 of 284

ગુજરાત જન સામાન્યની સુખ સુવિધા સુખાકારી અને સર્વગ્રાહી વિકાસ ઉપરાંત હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ દેશનું દિશા દર્શન કરાવવા સુશાસનથી અગ્રેસર – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

શ્રી વિજયભાઈ રૂપાણી

  • કાકરિયા કાર્નિવલ સામાન્ય ગરીબ પરિવારો માટે આનંદ-પ્રમોદનું માધ્યમ બન્યો છે
  • જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે ત્વરિત નિર્ણયો અને લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કર્યો છે

  • કાકરિયા ખાતે એ.સી. કોચ, બેટરી ઓપરેટર કાર, જેટ સ્કીઈંગ, સ્પોર્ટ બાઈક, રાઈડ્સ, ફ્લોરિંગ રેસ્ટોરન્ટ, ઈ સ્વચ્છ બિંબ વગેરેનું લોકાર્પણ
  • હોપ ઓન-હોપ ઓફ સિટી ટૂર બસનો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રીએ અટલજીના જન્મદિવસ ગુડ ગવર્નન્સ ડે ના દિવસે શરૂ થયેલા આ કાર્નિવેલને અમદાવાદ મહાનગરે લાઈટ પાણી ગટરથી આગળ વધીને સામાન્ય ગરીબ પરિવારો માટે મનોરંજન આનંદ પ્રમોદનું માધ્યમ બનાવ્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

દર વર્ષે કાર્નિવેલમાં નવા નવા નજરાણા જોડીને લોકો માટે પ્રવાસન સ્થળ આ કાર્નિવેલને સફળ બનાવવાના પ્રયાસની તેમણે સરાહના કરી હતી.

તેમણે કહ્યું કે સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની કલ્પના વર્ષો સુધી અધૂરી હતી પણ અટલજી એ તેમના સાશનમાં સુરાજ્યની જે શરૂઆત કરી તેને શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ સાતત્યપૂર્ણ સાશનના ૨૩ વર્ષથી જે જનસેવા દાયિત્વ નિભાવ્યું છે તેમાં આજે તેમના સફળ સુશાસનને એક વર્ષ પૂર્ણ થવા અવસરે પોતાની સરકારના પારદર્શિતા, નિર્ણયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના આધાર ઉપર  વિકાસ અને જનહિત કામોની છણાવટ કરી હતી.

અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે તેવો મત વ્યકત કરતા શ્રી વિજયભાઈ એ કહ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને સુવિધા સગવડ આપવા જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે ત્વરિત નિર્ણયો અને લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સૌના સાથ સૌના વિકાસને સાકાર કર્યો છે.

Also You like to read
1 of 99

અમદાવાદના મેયર શ્રી બિજલબેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક દસકાથી કાકરિયા કાર્નિવલની ઉજવણીમાં રાજયની સંસ્કૃતિ-સંસ્કારીતા અને વિકાસની ઝલક દેખાય છે. રાજયનું અમદાવાદ હવે વિકાસના નવા આયામો સિદ્ધ કરી રહ્યું છે.

અમદાવાદ શહેરને બેસ્ટ હેરિટેઝ એવોર્ડ ઉપરાંત મહાનગરપાલિકાને ટ્રાફિક ઈમ્પ્રુવમેન્ટ અને આઈ.આઈ.એમ.એસ. માટે એવોર્ડ મળ્યો છે.

શહેરની શોભા એવા રિવરફ્રન્ટ ઉપરાંત શહેરી પ્રજા માટે પાણી, ડ્રેનેજ, કોમ્યુનિટી સેન્ટર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટાફ ક્વાર્ટ્સ, ફાયર સ્ટેશન ઓવરહેડ ટાંકી જેવાં સંખ્યાબંધ કામોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયા છે.

તેના પગલા શહેરીજનોની પાયાની જરૂરિયાતો સંતોષવા મહાનગરપાલિકાએ કમર કસી છે. આજે અટલઘાટ, ટોપ ટ્રેનમાં એ.સી. કોચ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ વગેરે કાર્યાન્વિત કર્યાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ અને તેમના યોગદાન દર્શાવતી એક ફિલ્મનું પણ નિદર્શન કરાયું હતું.

આ ઉપરાંત અટલઘાટ ફિલ્મ નિદર્શન અને અમદાવાદ ફેસ્ટિવલના થીમ સોંગને પણ લોન્ચ કરાયું હતુ. સાથે સાથે હોપ ઓન-હોપ ઓફ સિટી ટૂર બસનો પણ પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે એ.સી. કોચ, બેટરી ઓપરેટર કાર, જેટ સ્કીઈંગ, સ્પોર્ટ બાઈક, રાઈડ્સ, ફ્લોરિંગ રેસ્ટોરન્ટ, ઈ સ્વચ્છ બિંબ વગેરેનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ભા.જ.પ.ના પ્રદેશ અગ્રણી શ્રી આઈ.કે. જાડેજા, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા સહિત કોર્પોરેશનની વિવિધ સમિતિના ચેરમેનશ્રી અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતા. (પી.આર.ઓ./સુનિલ પટેલ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More