- Advertisement -

અલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ

- Advertisement -

- Advertisement -

127

Get real time updates directly on you device, subscribe now.

નહીં ભભૂત, નહીં માદળિયા, નહીં ધબ્બા, નહીં ‘ધુંબા’….!
રોગ દુર કરવાનો ઈજારો માત્ર બાબા કે બાપુઓનો નથી.

દર્દીના શરીર પર હાથ ફેરવીને રોગ દુર કરવાનો ઈજારો હવે માત્ર બાપુ, બાબાઓ કે સાધુ સંતોનો નથી રહ્યો. આ ‘સિધ્ધિ’ મેળવવા આકરી તપશ્ચર્યા કરવાની કે ભગવા વસ્ત્રો પહેરવાની પણ જરૂર નથી. સુટ-બુટમાં સજ્જ ઉચ્ચ કંપનીના કોઈ અધિકારી કે કોઈ અત્યાધુનિક કોલેજ કન્યાને આ રીતે કોઈનું રોગહરણ કરતા નિહાળો તો આશ્ચર્ય ન પામવું.  હા! આ વાતમાં કાંઈ અતિશયોકિત નથી. કોઈપણ જાતની દવા કે ઇન્જેક્શન કે શારીરિક કસરતો વગર જ અગમ્ય શક્તિઓના સહારે શારીરિક – માનસિક બીમારીઓનો ઉપચાર કરતી રેકી અને પ્રાણિક જેવી વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓનો વ્યાપ માની ન શકાય એ હદે વિકસ્યો છે. રાજકોટની લક્ષ્મીવાડી મેઈન રોડ પર પ્રાણિક હિલિંગ પધ્ધતિથી ઉપચાર કરતા પ્રકાશભાઇ ચૌહાણ મૂળભૂત રીતે દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ હવે દર્દીઓનો એવો ધસારો રહે છે કે વ્યવસાય માટે સમય નથી રહેતો.

Also You like to read
1 of 72

This content is locked

Login To Unlock The Content!

Related Posts
1 of 401

દરરોજ રાત્રે સાડા નવ વાગ્યે તેમને ત્યાં દર્દીઓની વણઝાર શરુ થાય છે. પ્રકાશભાઈ તેમના પત્ની રીટાબેન અને પુત્રી ત્રણેય પ્રાણિક હિલિંગ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરે છે. દરરોજ બે-અઢી કલાક સુધી ત્રીસથી ચાલીસ જેટલા લોકો આ અજીબો-ગરીબ પદ્ધતિનો લાભ લે છે. સવાલ એ છે કે માત્ર અજમાવવા ખાતર લોકો આ પધ્ધતિ અજમાવે છે ? પ્રકાશભાઈ કહે છે કે આ ઉપચાર પદ્ધતિમાં કાંઈ ખામી કે ઉપણ નથી. દર્દી હકારાત્મક માનસ ધરાવતો હોય તો તેની અસર તાત્કાલિક દેખાય છે. અને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે હઠીલા કે અસાધ્ય રોગોના ઈલાજ માટે જ લોકો આવી પદ્ધતિનું શરણ લેતા હોય છે. લાંબો સમય દવા લીધા પછી રોગ મુક્તિ ન થઇ હોય એવા દર્દીઓ પણ ક્યારેક પ્રાણિક હિલિંગને ‘દિવ્યશક્તિ’ માનીને બે કે ત્રણ સીટીંગમાં જ સંપૂર્ણ પણે સાજા થઈ જવાની અપેક્ષા રાખે છે. અને તેવા કેસમાં આ પદ્ધતિ સફળ ન થવાની કોઈ ફરિયાદ કરે તો તેમાં વાંક હિલિંગ પદ્ધતિનો નહીં પણ દર્દીની ઉતાવળી અપેક્ષાઓનો છે.

પ્રકાશભાઈની વાતમાં તથ્ય જણાય એવા અનેક કિસ્સાઓ છે. રાજકોટમાં સહકારનગરમાં રહેતા હર્ષેન્દુ બક્ષી નામના યુવાનને હરપીસની બીમારી લાગુ પડી હતી. પરિવારમાં જ કેટલાક ડોક્ટરો હોવાને કારણે હર્ષેન્દુભાઈને યોગ્ય તબીબી સારવાર મળતી હતી. પણ હરપીસના હઠીલા રોગે હર્ષેન્દુભાઈની ધીરજ ભાંગી નાંખી. કોઈના ચિંધ્યા તેઓ પ્રકાશભાઈ પાસે ગયા અને પ્રાણિક હિલિંગના ત્રણ સીટીંગમાં  જ હરપીસના રોગમાંથી એમને છુટકારો મળ્યો.

PranicHealing_prakashbhai_chauhan_1એરપોર્ટ પાસે રહેતા શ્રેય અંજારિયાની ઉંમર માત્ર બાર વર્ષની છે. મણકાની તકલીફને કારણે વાંસાનો દુ:ખાવો થાક અને પગ જાણે કે ખોટા પડી ગયાની તકલીફો હતી. દર પંદર દિવસે એક સીટીંગ લેવાની પ્રકાશભાઈની સૂચનાનું શ્રેયએ બરાબર પાલન કર્યું. ત્રણ મહિનામાં આ બાળકને સાંઈઠ ટકા કરતા વધારે ફાયદો થયો છે. શ્રેય હવે હોંશે હોંશે હિલિંગ માટે જાય છે. એકલા રાજકોટમાં જ જેની ઉજળી ખ્યાતી હોય તેવા ૨૫ થી ૩૦ જેટલા પ્રાણિક હિલરો છે. આ હિલારો વિનામૂલ્યે સારવાર આપે છે અને દર અઠવાડિયે ચોક્કસ સ્થળે એકઠાં થઇ સામુહિક હિલિંગ પણ તેમના દ્વારા આપવામાં આવે છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More