- Advertisement -

આસ્થા અને આધ્યાત્મનો સમાજજીવનના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ

- Advertisement -

- Advertisement -

844

Get real time updates directly on you device, subscribe now.

આસ્થા અને આધ્યાત્મનો સમાજજીવનના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર નજીક અડાલજ પાસે લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આસ્થા અને આધ્યાત્મનો સમાજજીવનમાં કઇ રીતે ઉપયોગ કરી શકાય તેનો વિચાર કરવો જોઇએ.

Annapurna Dham Trust 01

વર્ષોથી ભારતમાં ધર્મશાળાઓ, ગૌશાળાઓ, અડાલજની વાવ જેવા જળમંદિરોના નિર્માણ સામાજિક શક્તિથી થયા છે. ધીમે ધીમે રાજકીય શક્તિ એટલી બળવાન થઇ ગઇ કે, સમાજની શક્તિઓ દબાઇ ગઇ. જો સમાજ શક્તિશાળી હશે તો જ દેશ શક્તિશાળી બનશે, અમે સમાજની મૂળભૂત શક્તિને બળ આપવાનો પ્રયાસ કર્યો છે. શક્તિ તો સમાજની જ હોવી જોઇએ.

Annapurna Dham Trust 02

  • આસ્થા અને આધ્યાત્મનો સમાજજીવનના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર નજીક અડાલજ પાસે નવનિર્મિત મા અન્નપૂર્ણાના વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જો સમાજ શક્તિશાળી હશે તો જ દેશ શક્તિશાળી બનશે
  • અન્નપૂર્ણાધામ આવતા ભક્તોને પ્રસાદ તરીકે છોડ આપવા પ્રધાનમંત્રીશ્રીનું આહવાન : લેઉવા સમાજ દરેક દીકરીના જન્મ પ્રસંગે ઇમારતી લાકડું મળે એવા પાંચ વૃક્ષો વાવે એવી અપીલ
  • રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત

Annapurna Dham Trust 03

વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજ અન્નપૂર્ણા ધામમાં જે કોઇ દર્શને આવે એમને પ્રસાદમાં એક છોડ આપે. ભાવિક-ભક્તો અન્નપૂર્ણા મા ના આ પ્રાસાદને જીવનભેર ઉછેરે.

Annapurna Dham Trust 04

છોડ ઉછેરવાથી જીવનભર પૂણ્ય પ્રાપ્ત થતું રહેશે. અન્નપૂર્ણા માતાજીના આ પ્રસાદથી પર્યાવરણની રક્ષા થશે. પ્રસાદથી પૂણ્ય પ્રાપ્ત થશે, સેવાની સેવા થશે અને જીવનને એક નવી ઉંચાઇ મળશે. તેમણે અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પદ્ધતિ બદલવા આહવાન કર્યું હતું. આ પદ્ધતિથી સમાજને નવી દિશા મળશે.

Annapurna Dham Trust 05

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજમાં જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તે પરિવારે પોતાની દિકરીને અચૂક અન્નપૂર્ણા મા ને પગે લગાડવા આવવું જોઇએ. સમાજના આગેવાનો આવેલી દિકરીના નામે ઇમારતી લાકડું મળે એવી જાતના પાંચ છોડ રોપે. રાજ્ય સરકાર આવા વૃક્ષારોપણ માટે જગ્યા ફાળવે.

Annapurna Dham Trust 06

૨૦ વર્ષ પછી આ પાંચ છોડમાંથી ઇમારતી લાકડું પ્રાપ્ત થાય. સમાજ આ ઇમારતી લાકડું વેચીને તેમાંથી પ્રાપ્ત રકમ જે તે દીકરીના લગ્ન માટે ખર્ચ કરે. આ રીતે દીકરીના લગ્નનો ખર્ચ પણ નિકળી જશે અને સરકારી પડતર જમીન લીલીછમ થઇ જશે એટલું જ નહીં ઇમારતી લાકડું આપણે આયાત પણ નહીં કરવું પડે.

Annapurna Dham Trust 08

લેઉવા પાટીદાર સમાજનો ઇતિહાસ ગૌરવવંતો છે, પ્રગતિમાં આ સમાજનું વિશેષ યોગદાન છે, એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, અમુલ ડેરીનો આરંભ કરાવનાર લેઉવા પટેલો હતા. આ સમાજે સરદાર વલ્લભભાઇ પટેલ જેવા સપૂતો આપ્યા છે. આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સામે આખી દૂનિયાએ માથું ઉંચુ કરીને જ જોવું પડે છે.

Annapurna Dham Trust 08

એમ કહીને તેમણે અન્નપૂર્ણાધામના ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો કે ખેડૂતોને ખેતપેદાશોનું વધુ મૂલ્ય મળે અને ખેત પદ્ધતિમાં સુધારો થાય એ રીતે ફૂડ પ્રોસેસીંગ પ્રોજેકટનો પ્રારંભ કરવો જોઇએ. શેરથાના મરચાંનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવશે તો ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.

Annapurna Dham Trust 09

આપણી ધર્મ પરંપરા અને સંસ્કૃતિ સમજવી કોઇપણ માટે મુશ્કેલ છે, એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આપણે ત્યાં કોઇ એક ધર્મ, કોઇ એક પુસ્તક કે કોઇ એક પૂજા પદ્ધતિ નથી. અહીં ભક્ત એવા ભગવાન છે. ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાનદાદા છે. ભક્ત શિક્ષણ જગતમાંથી આવતો હોય તો સરસ્વતી દેવીની આરાધના કરે.

Annapurna Dham Trust 10

Related Posts
1 of 484

વેપારી કે વ્યવસાયમાં હોય તો લક્ષ્મીજીની પૂજા કરે. એવી રીતે ખેતર ખેડી-ખેડીને જેણે કણમાંથી મણ બનાવ્યું છે અને સમાજની ચિંતા કરી છે એવા ખેડૂત સમાજ-લેઉવા પાટીદાર સમાજના અન્નપૂર્ણા મા છે. ભક્ત એવા ભગવાન એ આપણી વિશેષતા રહી છે. આજે આ તીર્થક્ષેત્ર-પ્રેરણાક્ષેત્રના લોકાર્પણ પ્રસંગે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Annapurna Dham Trust 11

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, હિન્દુસ્તાનની હજ્જારો વર્ષોથી પરંપરા રહી છે કે, જે પણ દિશાામાં જાઓ ૨૫-૩૦ કિલોમીટરે રોટલો અને ઓટલો મળી જ રહે. નર્મદા પરિક્રમાની સ્મૃતિ તાજી કરતાં તેમણે કહ્યું કે, નર્મદાની પરિક્રમા કરતા અજાણ્યા લોકોને પણ કિનારાઓના ગામોમાં ભૂખ્યાં નથી રહેવું પડતું. આ આપણા સમાજનો મૂળભાવ છે. અન્નપૂર્ણા ધામ પણ આવનારી પેઢી માટે શિક્ષણ અને સંસ્કારોનું ધામ બની રહેશે એવી અભ્યર્થના વ્યક્ત કરીને તેમણે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Annapurna Dham Trust 12

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવા છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી સાથેના સંકુલનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઇ અમીને વર્ષ-૨૦૨૦ના જૂન મહિનામાં  શ્રી નરેન્દ્રભાઇ મોદી જ પ્રધાનમંત્રી તરીકે આ સંકુલનું ઉદઘાટન કરે એવી અભિલાષા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, તમને વિશ્વાસ છે તો મને પણ સવાયો વિશ્વાસ છે, અને ઘેર બોલાવો તો કોણ ના પાડે.

Annapurna Dham Trust 13

કણમાંથી મણ કરનારા ખેડૂતપુત્રો વચ્ચે આવવાનો અવસર અનેરો છે. તેમણે ‘જય જવાન જય કિસાન’ કહીને બન્નેના મૂલ્યની વાત કરતાં કહ્યું કે, જવાનો દેશેને સુરક્ષા પૂરી પાડે છે તો કિસાનો અન્ન સુરક્ષાની જવાબદારી નિભાવે છે. તેમણે મૂળ પંચતત્વને ધ્યાને લઇને નિર્માણ પામેલ મંદિરથી આવતીકાલ વધુ ઉજાગર થશે એમ કહીને  રામચરિત માનસના દોહાનો ઉલ્લેખ કર્યો હતો.

Annapurna Dham Trust 14

અન્નપૂર્ણા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નરહરી અમીને સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, લેઉવા પટીદાર સમાજના આરાધ્ય દેવી શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજમાં નવનિર્મિત વિશ્વના  પ્રથમ પંચતત્વ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયો તે સૌ સમાજ માટે ગૌરવ સમાન છે.

Annapurna Dham Trust 15

તેમણે ઉમેર્યું કે, અન્નપૂર્ણા ધામ ખાતે ૬૦૦ વિદયાર્થીઓ રહી શકે એવું છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી ફોટોગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીક કેન્દ્રો તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુર્હૂત પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. જેના કામો આગામી જૂન-૨૦૨૦ પહેલા પૂર્ણ કરીશું અને તેનું લોકાર્પણ પણ આપ વડાપ્રધાન તરીકે કરો એવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી.

Annapurna Dham Trust 16

શ્રી અમીને ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક પ્રજાલક્ષી કામોના ખાતમુર્હૂત તેઓ જ કરતા હતા અને લોકાર્પણ પણ તેઓ જ કરતા હતા જે આપણે સારી રીતે જાણીએ છીએ. તેમણે ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેની કપાતમાં ગઇ હોય તેવી ૧૦ ટકા જમીન રાખીને બાકીની જમીન પરત કરવાનો નિર્ણય કર્યો છે. એ જનહિત માટે ખૂબ જ અસરકારક પુરવાર થશે. શ્રી અમીને સ્વામિનારાયણ ટ્રસ્ટ, અડાલજ દ્વારા રૂ.૧૫ કરોડની જમીન અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટને દાનમાં આપવા બદલ સમાજ વતી અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.

Annapurna Dham Trust 17

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને મુખ્ય દાતાશ્રીઓનું સમાજના શ્રેષ્ઠીશ્રીઓના હસ્તે સરદાર પટેલના મોમેન્ટો, માં અન્નપૂર્ણાના સ્મૃતિચિન્હ તથા પુષ્પગુચ્છથી સન્માન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

Annapurna Dham Trust 18

શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ, અડાલજ દ્વારા આયોજીત સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાના નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય-શિક્ષણ સંકુલનના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, શ્રી જીતુભાઇ વાઘાણી સહિત મંદિર અને શિક્ષણ ભવનના મુખ્યદાતા શ્રી કરશનભાઇ પટેલ, શ્રી પંકજભાઇ પટેલ, શ્રી હરેશભાઇ રવજીભાઇ વસાણી સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (હિરેનભટ્ટ/દિલીપ ગજ્જર/વિપુલચૌહાણજિતેન્દ્ર રામી)

Annapurna Dham Trust 19

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More