- Advertisement -

એન.સી.સી. દ્વારા યુવાઓમાં એક્તા, અનુશાસન, સમર્પણ અને સાહસ જેવા ગુણોનો વિકાસ

રાજભવન ખાતે ૭૧મા ગણતંત્ર દિવસની દિલ્હી ખાતે આયોજિત શિબિરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એન.સી.સી. કેડેટ્સનું રાજ્યપાલશ્રી દ્વારા સન્માન

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ૭૧મા ગણતંત્ર દિવસની દિલ્હી ખાતે આયોજિત શિબિરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એન.સી.સી. ગુજરાતના કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેડેટ્સને શુભેચ્છા આપતા જણાવ્યુ હતુ કે, એન.સી.સી. દ્વારા યુવાઓમાં એક્તા, અનુશાસન, સમર્પણ અને સાહસ જેવા ગુણોનો વિકાસ થાય છે.

N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 01

- Advertisement -

- Advertisement -

138

Get real time updates directly on you device, subscribe now.

એન.સી.સી. દ્વારા યુવાઓમાં એક્તા, અનુશાસન, સમર્પણ અને સાહસ જેવા ગુણોનો વિકાસ થાય છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજભવન ખાતે ૭૧મા ગણતંત્ર દિવસની દિલ્હી ખાતે આયોજિત શિબિરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એન.સી.સી. કેડેટ્સનું રાજ્યપાલશ્રી દ્વારા સન્માન
N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 01
N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 01

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ૭૧મા ગણતંત્ર દિવસની દિલ્હી ખાતે આયોજિત શિબિરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એન.સી.સી. ગુજરાતના કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેડેટ્સને શુભેચ્છા આપતા જણાવ્યુ હતુ કે, એન.સી.સી. દ્વારા યુવાઓમાં એક્તા, અનુશાસન, સમર્પણ અને સાહસ જેવા ગુણોનો વિકાસ થાય છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગણતંત્ર દિવસની દિલ્હી ખાતેની શિબિરમાં પ્રતિનિધિત્વ કરનાર એન.સી.સી. ના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 02
N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 02
Related Posts
1 of 484

એન.સી.સી. સંગઠન યુવાઓમાં સામાજિક ઉત્તરદાયિત્વ, વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વ નિર્માણ સાથે ચારિત્ર્ય ઘડતર થાય,  શિસ્ત અને રાષ્ટ્ર ભાવના દ્રઢ બને તે માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. રાજ્યપાલશ્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નીહાળીને કહ્યું હતું કે એન.સી.સી. દ્વારા યુવાઓ સ્વચ્છતા અભિયાન, રક્તદાન, જળસંચય, નારીસશક્તિકરણ જેવી સમાજ શ્રેયની પ્રવૃતિઓમાં સહભાગી બને તે માટે પ્રેરિત કરવામાં આવે છે જે સરાહનીય છે.

N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 03
N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 03

રાજ્યપાલશ્રી દ્વારા સિનિયર જી.સી.આઇ. ઉષા ભટ્ટને ઉત્કૃષ્ટ દેખાવ માટે, લેફ્ટનન્ટ જિજ્ઞાસા વાઘેલાને સુવર્ણચંદ્રક, લેફ્ટનન્ટ ખોખર શહેજાદઅલીને રજતચંદ્રક, કેડેટ ઉત્કર્ષ જાડેજાને રજતચંદ્રક, કેડેટ લલિત સિંહ ભદુરીયાને રજતચંદ્રક, કેડેટ પૂજા યાદવને કાંસ્યચંદ્રક, કેડેટ ધ્યેય સિંહ રાઠોડને સુવર્ણચંદ્રક, પરમાર દિનેશ ને સુવર્ણચંદ્રક તથા કેડેટ તલપડા ધીરેન્દ્રને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એન.સી.સી નિર્દેશાલયના અધિક મહાનિર્દેશક મેજર જનરલ શ્રી રોય જોસેફ, એન.સી.સી. કેડેટ્સ, એન.સી.સી.ના ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓ અને એન.સી.સી. કેડેટ્સના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. (ધવલ શાહ)

N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 04
N.c.c. Dwara Yuvao Ma Ekta Anushasan Samarpan Ane Sahasa Jeva Gunono Vikasa 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More