2378×295

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો

160×600
160×600
2,898

Get real time updates directly on you device, subscribe now.

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો

Related Posts
1 of 284

રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

‘‘હેલ્ધી ગુજરાત’’ની નેમ સાથે રાજ્યભરમાં

૯ માસથી ૧પ વર્ષની વયના દોઢ કરોડ બાળકોને રસીકરણમાં આવરી લેવાશે

અભિયાનને સફળ બનાવવા સૌ નાગરિકો-માતા-પિતા સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ-શાળાઓને મુખ્યમંત્રીનો અનુરોધ

Measles-Rubella-1

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપીનો પ્રારંભ કરાવતા રાજ્યના સૌ નાગરિકો માતા-પિતા અને શાળાઓ તેમજ સ્વૈચ્છિક સેવા સંસ્થાઓને આ અભિયાનમાં સક્રિયતા દાખવી રાજ્યનું ૯ માસ થી ૧પ વર્ષ સુધીનું એક પણ બાળક ઓરી રસીકરણથી વંચીત ન રહે તેવો અનુરોધ કર્યો છે.Measles-Rubella-2

તેમણે કહ્યું કે, હેલ્ધી ગુજરાતની નેમ સાકાર કરવા આ ઓરી રૂબેલા રસીકરણ તહેત રાજ્યના અંદાજે ૧.પ કરોડ બાળકોને આવરી લેવા આ અભિયાન ઉપાડયું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરમાં સેકટર-૭ની માધ્યમિક શાળાથી કરાવ્યો હતો.

Measles-Rubella-3

Also You like to read
1 of 9

શ્રી વિજયભાઇએ ઉમેર્યું કે, ઓરીનો ભોગ રાજ્યનું કોઇ પણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઇ ચેપ ન લાગે અને જન્મજાત ખોડખાપણ વાળું સંતાન ન અવતરે એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ ૧લી મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કર્યું છે.

Measles-Rubella-4

હવે એને ઝૂંબેશ સ્વરૂપે રાજ્યની તમામ શાળાઓમાં હાથ ધરીને આરોગ્ય વિભાગ ઓરી મુકત ગુજરાત માટે સંકલ્પબદ્ધ છે.

Measles-Rubella-5

આ અભિયાન પ્રારંભ અવસરે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી, મેયર પ્રવીણ પટેલ આરોગ્યના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમાર આરોગ્ય કમિશનર ડૉ. જ્યંતિ રવિ અને યુનિસેફના ગુજરાત પ્રતિનિધિ ફારૂખ સહિત અધિકારીઓ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Measles-Rubella-6

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાવ્યું છે. ર૦ર૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પરનું નિયંત્રણ એ સરકારનો ધ્યેય છે. દેશના ર૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇન્જેકટેબલ રસિકરણ અભિયાનમાં ૯પ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે. ગુજરાતમાં ૯ મહિનાથી લઇને ૧પ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસિકરણમાં આવરી લેવાશે.

Measles-Rubella-7

આ અભિયાન અન્વયે પહેલા બે અઠવાડિયા રાજ્યની ધોરણ-૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે. ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે. એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.

Measles-Rubella-8

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનને વ્યાપક સ્વરૂપે સફળતા અપાવવા આરોગ્ય વિભાગે ૧૦,૦૦૦ વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦,૦૦૦ સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે તેમજ ૪૦,૦૦૦ આશાવર્કર બહેનો અને પ૦,૦૦૦ આંગણવાડી કાર્યકર બહેનો આ ઝૂંબેશમાં સેવા આપવાની છે. (પી.આર.ઓ. / જિતેન્દ્ર રામી)

Measles-Rubella-9

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More