ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથે પરિભ્રમણ કર્યું

4

Get real time updates directly on you device, subscribe now.

ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથે પરિભ્રમણ કર્યું

Related Posts
1 of 237

સુરત: સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજ્યભરમાં પ્રારંભ થયેલી પ્રથમ તબક્કાની એકતા યાત્રા અંતર્ગત ઓલપાડ તાલુકાની એકતા યાત્રાનું ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આજરોજ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એકતા રથે દિવસભર ટકારમા, સરસાણા, કસાદ, પારડી-કોબા, કોબા,, કદરામા, ભાદોલ, વડોલી, અણીતા, મુળદ તેમજ કીમ ગામમાં પરિભ્રમણ કરી ગ્રામજનોને સરદાર પટેલના એકતાના સંદેશ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રોજેક્ટ વિષે માહિતગાર કર્યા હતા.

Also You like to read
1 of 53
  • ગામેગામના ખેડૂતોના ઓજારોથી બનેલી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોઈને દેશનો પ્રત્યેક ખેડૂત ગર્વ અનુભવશે: મુકેશભાઈ પટેલ
  • ઓલપાડના કદરામા ગામે એકતા યાત્રાને ગ્રામજનો સાથે ઉષ્માભેર આવકારતાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિની આરતી અને પૂજન સાથે એકતા રથનું ઓલપાડ તાલુકાના ગામોમાં હરખભેર સ્વાગત
  • ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથે પરિભ્રમણ કરી એકતાનો સંદેશ આપ્યો

Olapad-Ekta-Yatrao

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબના એકતા અખંડિતતાના રાષ્ટ્ર ચેતના ભાવને જનજન સુધી પહોંચાડવા એકતા યાત્રાનું આયોજન થયું છે, જેને  ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને ગુજરાતે સરદારને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગામેગામના ખેડૂતોના ઓજારોથી બનેલી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોઈને દેશનો પ્રત્યેક ખેડૂત ગર્વ અનુભવશે, નવી પેઢી સરદારની પ્રતિમા નિહાળીને રાષ્ટ્રના સપૂત સરદારના જીવનમાંથી પ્રેરણા લેશે એમ તેમણે ઉમેર્યું હતું.

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ ગુજરાત અને દેશ માટે એક વિરલ અને ઐતિહાસિક ઘટના બનશે, ઉપરાંત પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતને આગળપડતું સ્થાન મળશે એમ શ્રી પટેલે ગૌરવભેર જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી પટેલ સહિત સરપંચ, ગ્રામજનોએ એકતા રથની સરદાર પટેલની પ્રતિકૃતિને ફૂલોની માળા પહેરાવી આદરાંજલિ આપી હતી. એકતા રથના આગમન સાથે જ ગ્રામજનોએ ફૂલહાર અને કુમકુમ તિલક કરી એકતા યાત્રાને ઉમળકાભેર વધાવી હતી. આ પ્રસંગે સરપંચશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પદ્માબેન પટેલ, અગ્રણી શ્રી યોગેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More