કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિક્રિયા

416

Get real time updates directly on you device, subscribe now.

કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિક્રિયા

Related Posts
1 of 237

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારના નાણામંત્રી શ્રી પિયુષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રને નીતિ સાફ-નિયત સ્પષ્ટ અને નિષ્ઠા અટલના ધ્યેય સાથે દેશના આગવા વિકાસનું પથદર્શક બજેટ ગણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખેડૂતો, ગ્રામીણ વસ્તી, અસંગઠિત ક્ષેત્રના કામદારો, યુવાઓ, મહિલાઓ અને ઇમાનદાર કરદાતાઓ સહિત સૌને માટે આ બજેટમાં ‘કિડીને કણ  ને હાથીને મણ’ જેમ લાભ-રાહતો અપાયા છે.

Budget 2019 01

  • કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રીશ્રીની પ્રતિક્રિયા
  • નીતિ સાફ-નિયત સ્પષ્ટ અને નિષ્ઠા અટલના ધ્યેય સાથે દેશના આગવા વિકાસનું પથદર્શક કેન્દ્રીય બજેટ:-મુખ્યમંત્રીશ્રી
  • શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશહિત-રાષ્ટ્રહિત સર્વોપરિ રાખનારા બજેટ માટે કેન્દ્ર સરકારનો ગુજરાતની જનતા જનાર્દન વતી આભાર વ્યકત કર્યો
  • બે હેકટર સુધી જમીન ધરાવતા નાના કિસાનો માટેની પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ગુજરાતના ૩૬ લાખ ધરતીપુત્રોને લાભ મળશે
  • ઇન્કમટેક્ષ લીમીટમાં વધારો મધ્યમવર્ગો-નોકરીદાતાઓ જેવા પ્રમાણિક કરદાતાઓને લાભકારી છે
  • અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ક્રાંતિકારી પગલું છે
  • રિન્યુએબલ એનર્જી વપરાશને વેગ આપવાના વિઝનથી ગુજરાતમાં પણ વિન્ડ-સોલાર એનર્જીને પ્રોત્સાહન મળશે

Budget 2019 03

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરતાં સ્પષ્ટપણે કહ્યું કે, કરોડો દેશવાસીઓના સપના સાકાર કરી નયા ભારતના નિર્માણની નીંવ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ સરકારે મૂકી છે. તેમણે આ વચગાળાના બજેટને દેશહિત-રાષ્ટ્રહિતને સર્વોપરિ રાખતા બજેટ તરીકે પ્રસંશા કરતા ગુજરાતની જનતા જનાર્દન વતી કેન્દ્રીય મંત્રીમંડળ અને ભારત સરકારનો આભાર પણ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ બજેટમાં મધ્યમવર્ગીય અને પગારદાર કરદાતાઓ માટે ઇન્કમટેક્ષ લીમીટ રૂપિયા પાંચ લાખ કરવાની જાહેરાતને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે, ૩ કરોડ લોકોને લાભદાયી આ જાહેરાત સાથે જ મકાન સહિતની આવક અને TDSમાં પણ જે રાહત અપાઇ છે અને સ્ટાન્ડર્ડ ડિડકશન રૂ. પ૦ હજાર કરવામાં આવ્યું છે તે સામાન્ય માનવી માટે ઉપકારક બનશે.

Budget 2019 02

તેમણે ખેડૂતો માટે વિશેષ કાળજી લઇને કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવાની જાહેરાતને આવકારતાં કહ્યું કે, બે હેકટર સુધીની જમીન ધરાવતા નાના કિસાનોને દર વર્ષે ૬ હજાર રૂપિયા સહાય આપીને કિસાન કલ્યાણ ધ્યેય રાખ્યો છે.

દેશના ૧ર કરોડ કિસાનોને આનો લાભ મળવાનો છે અને ગુજરાતમાં ૩૬ લાખ ધરતીપુત્રો લાભાન્વિત થવાના છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં જે ૯૬ અસરગ્રસ્ત તાલુકાઓ છે તેના ખેડૂતોને રાજ્ય સરકારની રાહત સહાય સાથે હવે આ ૬ હજારની પણ સહાય નિયમાનુસાર મળશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મત્સ્યોદ્યોગને વધુ વેગ આપવા અલાયદો મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરવાની તેમજ ગૌવંશના જતન-સંવર્ધન અને જીનેટીક નસ્લ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની જાહેરાતને પણ કૃષિ-પશુપાલન ક્ષેત્ર માટે મહત્વની ગણાવી હતી.

Also You like to read
1 of 52

તેમણે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રના કામદારો-શ્રમિકોના કલ્યાણ તેમજ ૬૦ વર્ષની વયથી તેમને માસિક ૩ હજાર પેન્શન આપીને ૧૦ કરોડ નાના શ્રમયોગીઓને આવરી લેતી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એક ક્રાંતિકારી પગલું છે.

આ ઉપરાંત કર્મયોગીઓને નવી પેન્શન સ્કીમમાં સરકારના ૪ ટકાથી વધારીને ૧૪ ટકાના યોગદાન અને ગ્રેચ્યુઇટી પણ રૂ. ર૦ લાખ કરવાની જાહેરાતને તેમણે આવકારી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ડિઝીટલ ઇન્ડીયા સંકલ્પને ગ્રામીણ સ્તર સુધી પાર પાડવા આવનારા પાંચ વર્ષમાં ૧ લાખ ગામડાંઓને ડિઝીટલ વિલેજ બનાવવા તેમજ દેશની સુરક્ષા માટે પહેલીવાર કોઇ સરકાર દ્વારા ૩ લાખ કરોડના બજેટ ફાળવણીને કેન્દ્ર સરકારની સંવેદના સમાન ગણાવ્યા હતા.

તેમણે એસ.સી., એસ.ટી.ના કલ્યાણ યોજના બજેટમાં રપ ટકાથી ૩પ ટકાના વધારાને સોશિયલ રિફોર્મ માટેનું આગવું પગલું વર્ણવ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આંગણવાડી બહેનોના વેતનમાં પ૦ ટકાનો વધારો તેમજ સગર્ભા બહેનો માટે PM માતૃ યોજના અને ર૬ અઠવાડિયાની મેટરનીટી લીવ જેવા પગલાંઓ મહિલા સશકિતકરણના દ્યોતક ગણાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી ગોયલે આ બજેટમાં આવનારા દસકમાં ભારતના વિકાસ માટેના આગવા વિઝન સાથે જે ૧૦ મૂદાઓ જાહેર કર્યા છે તેને પણ બિરદાવ્યા હતા.

તેમણે ઉમેર્યુ કે, ફિઝીકલ-સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇઝ ઓફ લીવીંગ વધારવા સાથે કવોલિટી સાયન્સ ઓરિએન્ટેડ એજ્યુકેશન એક મહત્વનો પડાવ બનશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રિન્યુએબલ એનર્જીના વપરાશને વેગ આપવા વિન્ડ એન્ડ સોલાર એનર્જી એફીસીયન્સી તેમજ ઇલેટ્રીક વ્હીકલ્સના ઉપયોગથી કલીન ગ્રીન ઇન્ડીયાના વિઝનની પણ સરાહના કરી હતી.

ગુજરાતમાં વિન્ડ અને સોલાર એનર્જીને પ્રોત્સાહન મળી રહ્યું છે તે હવે વધુ વેગવાન બનશે એમ તેમણે કહ્યું હતું.

તેમણે ગ્રામીણ ઊદ્યોગોને પ્રોત્સાહન આપવા વિલેજ ઇન્ડસ્ટ્રી બૂસ્ટ અપ માટેના આયોજન અને સાગરમાલા પ્રોજેકટ જેમ સામુદ્રીક યાતાયાત માટે અન્ય વોટર બેઇઝ શરૂ કરવાના વિઝનને પણ દિર્ઘદ્રષ્ટિપૂર્ણ ગણાવ્યું હતું.

ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારે ઘોઘા-દહેજ-હજીરા રો-રો-ફેરી સર્વિસને પણ આનો લાભ મળતો થશે એમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગરીબી, કુપોષણ, નિરક્ષરતાને ભૂતકાળ બનાવી ટેકનોલોજી ડ્રીવન, હાઇગ્રોથ ઇકવીટેબલ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી સમાજ નિર્માણનો સંકલ્પ આ બજેટમાં પ્રતિપાદિત થાય છે એમ પણ ઉમેર્યુ હતું. (સી.એમ.-પીઆરઓ/અરૂણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More