કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન સાથે મુખ્યમંત્રીની બેઠક

241

Get real time updates directly on you device, subscribe now.

કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની મુખ્યમંત્રીશ્રી સાથે યોજાયેલી બેઠક

Related Posts
1 of 237

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજીને કર્યો હતો.

Common Wealth Enterprises 01

મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમીટમાં કોમનવેલ્થના ૭૫ જેટલા લોકોનું ડેલીગેશન લઇને સહભાગી થવા અંગે લોર્ડ જોનાથન માર્લેન્ડનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે ગુજરાતમાં ઉર્જા અને હેલ્થ કેર તેમજ કોમન વેલ્થ રાષ્ટ્રોના બિઝનેસના વ્યાપની ઉજ્જવળ સંભાવનાઓ અંગે પરિણામલક્ષી પરામર્શ કર્યો હતો.

Also You like to read
1 of 53

Common Wealth Enterprises 02

પ્રતિનિધિ મંડળે ગુજરાતની વાયબ્રન્ટ સમીટ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ બની છે તેની તક તેમને મળી તેનો આભાર દર્શાવતા કહ્યું કે, ગુજરાત અને ભારતમાં તેમના પ્રદેશના લોકો હેલ્થ કેર સેક્ટરમાં સારવાર માટે આવે છે ત્યારે આ હેલ્થ કેર ફેસેલિટી સરળ અને સસ્તી બને તે માટે બન્ને પક્ષો સાથે મળીને વિચારણા કરી આગળ વધી શકે એમ તેમણે સુચન કર્યું હતું.

Common Wealth Enterprises 03

ગુજરાતની અદ્યતન હેલ્થ કેર તજજ્ઞતાનો લાભ તેમના પ્રદેશોને મળી શકે તે હેતુસર તેમના પ્રદેશના ડોક્ટર્સ અને નર્સીસને ગુજરાતમાં તાલીમ માટે મોકલવાની તૈયારી તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ સહીતના અધિકારીઓ પણ આ વેળાએ જોડાયા હતા. (પીઆરઓ/દિનેશચૌહાણ)

Common Wealth Enterprises 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More