2378×295

ક્રોનિક બીમારીઓનો આલારામ છે ત્વચા રોગ

160×600
160×600
7,730

Get real time updates directly on you device, subscribe now.

ક્રોનિક બીમારીઓનો આલારામ છે ત્વચા રોગ

Related Posts
1 of 284

કોઈપણ બીમારી અચાનક નથી થતી, તે ગંભીર થવાની પહેલા કેટલાક લક્ષણો બતાવે છે. ત્વચા આપણા શરીરનો અરીસો છે. જો શરીરમાં કોઈ સમસ્યા હશે તો તેની અસર બહારની ત્વચા પર દેખાશે. ત્વચાનાં રંગ કે રૂપમાં પરિવર્તન દેખાય, તો ચેતી જાઓ. ઘણી વખત નાની મોટી બીમારીના લક્ષણો હોય છે, પરંતુ ઘણી વખત તે ક્રોનિક અને જીવલેણ બીમારીઓના સંકેત પણ હોઇ શકે છે.

Chronic Disease

એટલા માટે તકલીફ હોય, તો તરત જ ચિકિત્સક પાસે જાઓ. થોડાક લક્ષણો જેમ કે ચહેરા પરની કરચલીઓ, આંખોની નીચે કાળા સર્કલ, ગરદનમાં કાળા મોટી ચામડી, ચહેરા પર ખીલ, નખના કલરમાં પરિવર્તન કે તે ઊખડેલ હોય, વાળ વધુ ખરવા, એડીઓ ફાટવી… વગેરે, આ બધાં લક્ષણો નોર્મલ મેટાબોલિક સિન્ડ્રોમથી લઈને ક્રોનિક ડિસીસ સુધીની જાણકારી આપે છે. પ્રિ ડાયાબિટીસના કેસમાં લોહીમાં શુગર વધવાની પહેલા ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે.

Skin-Care-05

Also You like to read
1 of 100

જો આપણે શારીરિક શ્રમ કરીશું અને વધારે કેલરીનું ભોજન કરીશું જેમાં કાર્બોહાઈડ્રેડ વધુ હોય, તો શરીર આ એક્સ્ટ્રા શુગરને ચરબી એટલે કે ફેટ બનાવીને ભેગું કરે છે. આ કાર્ય ઈન્સ્યુલીન કરે છે. ઇન્સ્યુલિન બ્લડશુગરને તો સામાન્ય કરી દેશે પરંતુ ઇન્સ્યુલીનમાં ગ્રોથ ફેક્ટર પણ હોય છે, જે વધવાથી કરચલીઓ કે ખીલ થઈ શકે છે. તે એલર્જીના એન્ટીબોડીને વધારીને એલર્જી પણ વધારી શકે છે. યાદ રાખો એક ચમચી ખાંડ એટલે કે 600 પગલા ચાલવું અને એક સફરજન એટલે કે 2000 પગલા ચાલવા સમાન ગણાય છે.

Skin

મનુષ્ય આજે ઇચ્છા કરીને પણ વધુ શારીરિક શ્રમ કરી શકતો નથી અત: વધુ કાર્બોહાઇડ્રેટયુક્ત ભોજન જેમકે, કુકરના ચોખા, આદુ, ખાંડ મટન, મીઠા ફળો, ચિપ્સ, ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડડ્રીંક, વગેરે સીમિત માત્રામાં જ લેવું સારું. મિક્સ દાળ, ઘણા અનાજનો મિક્ષ લોટ, મોસમી લીલી શાકભાજી, સલાડ (ગાજર અને બીટને છોડીને), પનીર, રાજમા, સોયાબીન, એગ્સનો સફેદ ભાગ, નાની ફિશ, ફાર્મના નાના ચિકન લઈ શકાય છે. તેનાથી ફક્ત ત્વચા જ નહિ પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે.

Skin-Care-01

ખાનપાનની સાથે નિયમિત વ્યાયામ બ્લડ પ્રેશર, બ્લડશૂગર, થાઇરોડ, યુરિક એસિડ, અને મેટાબોલિક સિન્ડ્રોમને કંટ્રોલમાં રાખશે. તમારા સંકલ્પમાં આ જરૂર સામેલ કરો કે તમે દરરોજ ઓછામાં ઓછુ ૩૦ મિનિટ ચાલસો અને ૧૦૦ સ્ટેપ પગથીયા ચડસો. તેનાથી તમારી ત્વચા અને શરીર બંને સ્વસ્થ રહેશે.

Skin-Care-02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More