ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક ૨૦૧૮ પ્રદર્શનનો પ્રારંભ

3

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક ૨૦૧૮ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

Related Posts
1 of 237

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક પ્રદર્શન-૨૦૧૮ને ખુલ્લું મૂકતાજાહેર કર્યું કે નાગરિકોને સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યપ્રદ ખાનપાન વાનગીઓ મળી રહે તે માટે નગરો-મહાનગરોમાં હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ શરૂ કરાશે.

  • સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યપ્રદ ખાનપાન વાનગીઓ નાગરિકોને મળે તે માટે હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ નગરો-મહાનગરોમાં શરૂ કરાશે : મુખ્યમંત્રીશ્રી
  • પરંપરાગત-સાત્વિક શુદ્ધ વ્યંજનનો રસથાળ વિશ્વને પીરસી ‘સર્વ ધ ગ્લોબ’  થીમ સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન

આવી સ્ટ્રીટ સ્થાનિક શહેરી સત્તાતંત્રો અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી તંત્રના સહયોગથી કાર્યરત કરવાની નેમ તેમણે દર્શાવી હતી. ખાદ્ય ખોરાકનું આ ૧૬મું પ્રદર્શન ૧૪ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર – હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાઇ રહ્યું છે. ૧૦૦થી વધુ દેશ-વિદેશની ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજીના સ્ટોલ્સ સાથે ભારતીય વ્યંજનને વૈશ્વિક સ્વીકૃતિના હેતુથી ફૂડ ઓફ ઇન્ડિયા પોર્ટલ પણ આજે શરૂ થયા છે.

Also You like to read
1 of 53

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રદર્શનની થીમ સર્વ ધી ગ્લોબને ઉપયુક્ત ગણાવતા કહ્યું કે ગુજરાતની પરંપરાગત ખાન-પાન વાનગીઓ સાથે ભારતના વિવિધ પ્રાંતની વાનગીનો સ્વાદિષ્ટ–શુદ્ધ રસથાળ વિશ્વને પિરસીને શુદ્ધતા-સાત્વિકતા અને શાકાહારી ખોરાક તરફ વિશ્વને પ્રેરિત કરવું છે. તેમણે ઉમેર્યું કે દરેક માનવી માટે રોટી-કપડા અને મકાન એ પાયાની જરૂરિયાત છે. રોટી એટલે કે ખોરાક સાત્વિક-શુદ્ધ અને આરોગ્યપ્રદ હોય તો આપણા શાસ્ત્રોએ પણ સ્વીકારીને અન્નને દેવતાની ઉપમા આપેલી છે, એટલે જ અન્ન એવો ઓડકાર કહેવત પડી છે.

મુખ્યમંત્રીશ્રીએ ખોરાક માત્ર જીવન ટકાવી રાખવા માટે નહીં પરંતુ મન-બુદ્ધિ-શરીરના વિકાસ-તંદુરસ્તી માટે પણ આવશ્યક છે તેની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે આજે ફાસ્ટ લાઇફના યુગમાં લોકો નોકરીની પાળીની ચિંતા કરતા રહે છે તેની સાથે ભોજનની થાળીની પણ ચિંતા કરવી સમયની માગ છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ આજના યુગમાં ઇન્સ્ટન્ટ ફૂડ પ્રત્યે લોકોની વધતી માગના સંદર્ભમાં કહ્યું કે ખાદ્ય પદાર્થો- બનાવટમાં સ્વસ્થતા અને આરોગ્ય રક્ષા સાથે સમયાનુકૂલ પરિવર્તન માટે નવિન ટેક્નોલોજી અને નવા ઇનોવેશન્સ જરૂરી બન્યા છે.

તેમણે આવી ટેક્નોલોજી- ઇનોવેશન્સનો લગ્ન સમારોહ, મેળાવડાઓ, જાહેર સમારંભોમાં વ્યાપક ઉપયોગ કરીને હ્યુમન ટચ ઓછો અને ઓટોમેટીક મશીન્સનો ઉપયોગ વધુ થાય તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં પણ આવી ટેક્નોલોજી-ઇનોવેશનના ઉપયોગની મનસા વ્યક્ત કરી હતી.

તેમણે આ વાયબ્રન્ટની થીમ શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા છે ત્યારે આ ખાદ્ય ખોરાક પ્રદર્શની પણ મેઇક ઇન ઇન્ડિયા તહેત સર્વ ધી ગ્લોબની થીમ સાથે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયામાં પૂરક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ડિરેક્ટરીનું વિમોચન પણ કર્યું હતું. આ અવસરે આયોજકો શ્રી પ્રકાશ મહેતા, હિમાચલ મહેતા, આરોગ્યના અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. પરમાર, વેદાંતાચાર્ય ગિરીરાજ શાસ્ત્રી સહિત અગ્રણીઓ, આમંત્રિતોઅને એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More