ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સિકયુરિટી ક્ષેત્રે મહત્વપૂર્ણ મૂલાકાત
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન શ્રીયુત એસ. ગોરડીવે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી.

શ્રીયુત ગોરડીવેના નેતૃત્વ હેઠળનું ઉઝબેકિસ્તાન પ્રતિનિધિમંડળ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, સાઇબર ક્રાઇમ સિસ્ટમ, પોલીસ અકાદમી કરાઇ અને રક્ષાશકિત યુનિવર્સિટી તથા વિશ્વાસ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી સુરક્ષા વિષયક બાબતોના અભ્યાસ માટે ત્રિદિવસીય મૂલાકાતે આવેલું છે.

- ગુજરાતમાં સુરક્ષા-સલામતિ-ગૂના નિવારણ વિષયક સજ્જતાના અભ્યાસ માટે ઉઝબેકિસ્તાન ડેલિગેશન ત્રિદિવસીય મૂલાકાતે
- મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજી :-
- GFSU-ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી – રક્ષાશકિત યુનિવર્સિટી- વિશ્વાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ-સાયબર સિકયુરિટી જેવા ગુજરાતના પહેલરૂપ અભિગમનો ગહન અભ્યાસ ડેલિગેશન કરશે
- વિશ્વ માટે પડકાર રૂપ સાયબર ક્રાઇમના મૂકાબલા માટે ગુજરાતે આઇ.ટી ઇન્ટેલીજન્સ ક્ષેત્રે નવી વિકાસ સંભાવનાઓ વિકસાવી છે : – મુખ્યમંત્રીશ્રી
- ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે સિકયુરિટી ક્ષેત્રે આપસી સહયોગની દિશામાં આ મૂલાકાત મહત્વપૂર્ણ બનશે:-શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રીએ ગત ઓકટોબર-ર૦૧૯માં તેમની ઉઝબેકિસ્તાન મૂલાકાત દરમ્યાન ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે સુરક્ષા-સિકયોરિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી આદાન-પ્રદાન સમજૂતિ અંગે જે ફ્રેમવર્ક તૈયાર કરેલું તે સંદર્ભમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે.

આ ડેલિગેશન ગુજરાતમાં લો-એન્સફોર્સમેન્ટ એજન્સીઝ, સ્પેશ્યલાઇઝડ એજ્યુકેશનલ અને ફોરેન્સીક ઇન્સ્ટીટયુશન્સ, વિશ્વાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વગેરેની મૂલાકાત લઇ ગૂના નિવારણ ક્ષેત્રમાં માનવસંશાધનના કેપેસિટી બિલ્ડીંગ અંગે પણ ફળદાયી વિચાર-વિમર્શ કરશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ડેલિગેશન સાથેની બેઠકમાં જણાવ્યું કે ગુજરાતે સુરક્ષા સલામતિ અને ગૂન્હા સંશોધનના વિષયોમાં આગવી તજ્જ્ઞતા સાથે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી જેવી વિશ્વકક્ષાની વ્યવસ્થા વિકસાવી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ક્રાઇમ ડિટેકશન રેઇટ દેશમાં સૌથી ઊંચો છે. એટલું જ નહિ, ગુજરાતનું પોલીસ દળ ટેકનીકલી જ્ઞાન કૌશલ્યથી સજ્જ છે.

વિશ્વમાં આજે સાયબર ક્રાઇમનો મૂકાબલો એક પડકાર બન્યો છે તેવા સમયે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીએ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને આઇ.ટી. ઇન્ટેલીજન્સ ક્ષેત્રે નવી વિકાસ સંભાવનાઓ વિકસાવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન ડેલીગેશનની આ મૂલાકાત બેય પ્રદેશો વચ્ચે સુરક્ષા વિષયક બાબતોમાં દ્વિપક્ષીય સહયોગની દિશામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમ્યાન, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી છત્રપાલસિંહ જાડેજા, ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ રાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (પી.આર.ઓ./જિતન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.