ચાલો ગરબે ઘુમવા : નવરાત્રીમાં કેવી ચણીયા ચોળી તમને આપશે ગ્લેમરસ લુક?

4,978

Get real time updates directly on you device, subscribe now.

ચાલો ગરબે ઘુમવા : નવરાત્રીમાં કેવી ચણીયા ચોળી તમને આપશે ગ્લેમરસ લુક?

Related Posts
1 of 326

Navratri 001

તહેવારોના મોસમમાં મિત્રો અને સગાવહાલાઓથી બેસ્ટ કેમ લાગવું તેનો પણ ક્રેજ કઈંક અલગ જ હોય છે. તેમાંય હવે તો નવરાત્રી શરુ થવામાં છે. લગભગ એક દોઢ માસ પહેલાથી જ ઠેર-ઠેર નવરાત્રિનાં ડાન્સ ક્લાસ શરુ થયેલ. તેમજ માર્કેટમાં અવનવા પ્રકારના દેશી સ્ટાઈલનાં ચણીયા ચોળી, ડિઝાઈનર ચણીયા ચોળીએ પોતાની રંગત જમાવી દીધી છે. યુવતીઓ ચણીયા-ચોળી ખરીદવા માટે નીકળી પડી છે. નવી નવી ડિઝાઈન સાથે ભાત-ભાતનાં ચણીયા-ચોળી માર્કેટમાં આવી ગયા છે.

બજારમાં આભલા વર્ક વાળા, ગોટા-લટકણવાળા, મોતી વર્કવાળા તેમજ બોર્ડર-લેસ વાળા અનેક રંગો સાથેનાં ચણીયા ચોળી આવી ગયા છે. એક પહેરો ને બીજો ભૂલી જાવ જે પહેરીને તમે એકદમ ગ્લેમરસ દેખાઈ શકો છો અને દાંડિયા રમતા લોકોની નજર તમારા પરથી હટશે જ નહી. પણ ધ્યાન રાખો કે, તમે ચણીયા ચોળી અને દુપટ્ટાનું મેચ કેવું સેટ કરો છો તે ખુબ જ મહત્વનું છે.

HAPPY NAVRATRI-4

આ બધું જોયા બાદ જો તમે કન્ફયુઝ હો કે કઈ રીતે ચણીયા ચોળી અને દુપટ્ટાનું મેચ કેવું કરવું, તો આપણી પાસે ફિલ્મો અને ફિલ્મી અભિનેત્રી પાસેથી વિવિધ પ્રકારની સ્ટાઈલને જોઈ તેમાંથી શીખી શકાય છે. ડ્રેસ, જ્વેલરી પહેરીને ખુદને સ્ટાઈલીશ લુકમાં અવતરિત થઇ શકો છો. તેમની ઘણી જ વસ્તુઓનાં આઈડિયા પણ લઇ શકો છો.

રામલીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્વારા પહેરવામાં આવેલો લહેંગો પણ ટ્રેડીશનલની સાથે સ્ટાઈલીશ પણ હતો. દીપિકાએ પહેરેલા લહેંગાને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. યુવતીઓ અને અનેક સેલેબ્રિટીઓએ પણ આ લહેંગાને ખુબ જ પસંદ કર્યો હતો. તમે પણ આ નવરાત્રિમાં આવુંજ સ્ટેટસ અને ગ્લેમર લુક મેળવી શકો છો અને દાંડિયા નાઈટમાં ધમાલ મચાવી શકો છો.

Navratri 002

બોલીવુડની સ્ટાઈલથી નવરાત્રીમાં એક અનેરો ઉત્સાહ એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ,
ટાઈ એન્ડ ડાઈ અને બોટ નેક ડિઝાઈનની બોલબાલા

બીજી અનેક સ્ટાઈલ છે જેમાં તમે ઈચ્છો તો સ્ટાઈલીશ ૩થી ૪ બ્લાઉઝ સાથે પ્લેન સાડી અથવા ડબલ શેડ સાડી પહેરી શકો છો. શિલ્પા શેટ્ટી જેવું હોટ લુક મેળવવાની ઈચ્છા રાખતી યુવતીઓ માટે આ ગરબા ડ્રેસ એકદમ પરફેક્ટ છે. સારી હાઈટ અને પાતળી કમરવાળી યુવતીઓ ખુબ જ સુંદર લાગશે.

ફિલ્મ રમૈયા વસ્તાવૈયાનાં એક આઈટમ સોંગમાં જેકલીન ફર્નાન્ડીઝ ગરબા ડ્રેસમાં દેખાઈ હતી. પિંક કલર પણ ટ્રેડીશનલ ડ્રેસમાં સારો લુક આપે છે. ની-લેન્થ ચણીયા ચોળી પણ ખુબ જ હટકે લાગે છે. જેનો સ્કીન ટોન ગોરો હોય તેમને આ ચણીયા ચોળી જરૂરથી ટ્રાય કરી શકો છો.

એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ, ટાઈ એન્ડ ડાઈ અને બોટ નેક ડિઝાઈનની બોલબાલા

HAPPY NAVRATRI-2

Also You like to read
1 of 112

નવરાત્રિમાં ગરબે ઘૂમવા સજ્જ થવા માટે યુવતીઓએ ચણિયાચોળી અને ઇમિટેશન જ્વેલરીની ખરીદી શરૂ છે. દર વર્ષે ચણિયાચોળીની ડિઝાઇન અને ટ્રેન્ડ બદલાય છે. આ વર્ષે ફ્લોલર અને શિફોનનું સ્થાન મુંગા સિલ્ક, કિનખાબ, બનારસી, રેશમ-કોટનના ફ્યૂઝનવાળા ફેબ્રિકે લીધું છે. પ્લેનમાં કોટન ઉપરાંત ટાઇ એન્ડ ડાઇ પણ ઇન ડિમાન્ડ છે. આ તમામ મટીરિયલ્સનાં ચણિયાચોળી અત્યારે બજારમાં સૌથી વધુ વેચાઇ રહ્યાં છે તો બીજી તરફ ડિઝાઇનરના મતે ચણિયાચોળીમાં એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ્સની થીમ હોટ ફેવરિટ છે.

દર વર્ષે નવ દિવસની નવરાત્રિ માટે ગુજરાતીઓ પ૦૦ કરોડનાં વસ્ત્રો ખરીદ વેચાણ થાય છે. ટ્રેડિશનલ ચણિયા ચોળીમાં કચ્છી બાંધણી પર આભલા, ટિક્કી અને એમ્બ્રોઇડરી વર્ક હાલ વધુ જોવા મળી રહ્યું છે. શાટીન ફેબ્રિક અને હાથવણાટ ચણિયા ચોળી માટે તેમજ પુરુષો માટે તૈયાર ડ્રેસ અને સાફાની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે એક ચણિયાચોળીની સરેરાશ કિંમત રૂ.૭પ૦થી રૂ.ર૦,૦૦૦ સુધીની હોય છે. નવરાત્રિનાં ચણિયા ચોળીની સાથે સાથે ફેશનને અનુરૂપ આર્ટીફીશીયલ જવેલરીની પણ તેટલી જ બોલબાલા છે.

Navratri 004

રૂ.૨પ૦થી શરૂ કરીને રૂ.૩૦૦૦ સુધીની એવરેજ વાળી વસ્તુઓઓ જેવી કે ટેટુ જ્વેલરી, કલર સ્ટોન જ્વેલરી, સિલ્વર જ્વેલરી, ઓક્સીડાઇઝ, ઊન, વુડન, મોતી, ગોલ્ડ પ્લેટેડ જ્વેલરીની પણ ધૂમ વેચાઈ રહી છે,  જ્યારે ડિઝાઇનર ટ્રેડિશનલ જ્વેલરીની કિંમત રૂ.૧૫૦૦થી શરૂ કરીને રૂ.પ,૦૦૦ સુધીની અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે.

તેમજ થોડા વર્ષોથી અમુક લોકો દર વર્ષે નવી પેટર્ન અને સ્ટાઈલ મેળવવા માટે રેન્ટ પર આવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી વસ્તુઓમાં મેળવવા માટે અગાઉથી જ બુક કરાવવામાં આવે છે. અને તેનું નિયત ભાડું ચુકવવામાં આવે છે. ભાડે આપવામાં આવતી અનેક વસ્તુઓ જેવી કે જ્વેલરીમાં ઓિક્સડાઇઝ ચૂડા, પાટલા, બંગડી, બ્રેસલેટ, હાથીદાંત ઇમિટેશનલ બલોયાં, કેડકંદોરા, બાજુબંધ, દામણી, નથણી, કાચ અને કોડીના ફૂમતાં, ઝૂડા અને માગ ટીકા જેવી અનેક વસ્તુઓ મળે છે. તેની સાથે બજારમાં દરેક બજેટ મુજબનું પેકેજ ઉપલબ્ધ છે. જ્વેલરી સાથેનું ચણિયા ચોળીનું પેકેજ રૂ.૧,૫૦૦થી શરૂ કરીને રૂ.૩૫,૦૦૦ સુધીનું રહે છે.

HAPPY NAVRATRI-1

તેમજ ટ્રેડિશનલ મોજડી, ટોપી, ભરતકામ કરેલી ટ્રેડિશનલ મોજડી અલગ રૂ.૬૦૦થી રૂ.૮૦૦ સુધીની પણ ધૂમ વેચાઇ રહી છે. જાણીતા ડિઝાઇનરો દ્વારા ડીઝાઇન કરેલા સ્પેશિયલ ડિઝાઇનર ચણિયાચોળી ખરીદવાનો પણ ટ્રેન્ડ છે. આ બધા માટે યુવતીઓ અને અનેક ગ્રુપોએ અગાઉથી જ બુક કરી લીધા હોય છે.

યુવતીઓને જ નહિ છોકરાઓને પણ આકર્ષક દેખાવાની સાથે ફેશનેબલ વસ્ત્રો પહેરવાનું પસંદ હોય છે. શર્ટ પહેરવાની વાત આવે એટલે સામાન્ય રીતે સાદા, આછી નાની ડિઝાઈન, લાઈનિંગ કે ચેક્સવાળા શર્ટ પહેરવામાં આવતા હોય છે. વિવિધ મોટી ડિઝાઈનના શર્ટ પહેરવાની ફેશન પણ તહેવારોમાં ખાસ જોવા
મળે છે.

Navratri 006

આજકાલ ડીઝાઈનર શર્ટની બોલબાલા છે. આખા શર્ટમાં અનેક પ્રકારના પ્રાણીઓ જેમ કે વાઘ, સિંહ, ડોગી, હાથી, બિલાડીની ડિઝાઈન વાળા શર્ટ જોવા મળે છે. સફેદ શર્ટમાં આવા ચિત્રો કે રંગબેરંગી શર્ટમાં પીળા કે બીજા અનેક કલરના ચિત્રો જોવા મળે છે.

તેમજ હાર્ટ ડીઝાઇન વાળા શર્ટ જેમાં એકમાંથી બીજું હૃદય પસાર થતું હોય તેવી ડિઝાઈનવાળા શર્ટ બજારમાં મળે છે. આખા શર્ટમાં મોટા આકાર કે નાના આકારમાં હૃદયની છાપવાળા શર્ટ જોવા મળે છે. જેમાં વિવિધ રંગો પણ ઉપલબ્ધ છે.

Navratri 003

ફેશનને જીવંત રાખવા, બીજાથી અલગ દેખાવા શોખીનો નવા નવા વિચારોને અજમાવતા હોય છે. વિવિધ દેશના નકશાની છાપ ધરાવતા શર્ટ પહેરવાનું શોખીનો પસંદ કરે છે. મનગમતા રમતવીરનો ફોટો ધરાવતું શર્ટ કે ટીશર્ટ તો સામાન્ય રીતે બધા જ પહેરતા હોય છે. અનેક લોકો તેમના આઇડોલ અભિનેતા, અભિનેત્રી કે ખેલાડીઓનું ફક્ત નામ જ લખાયેલું હોય તેવું શર્ટ બનાવીને પહેરે છે. સામાન્ય કરતાં થોડું અલગ દેખાવાની ઈચ્છા હોય તો એક જ શર્ટમાં રંગબેરંગી લાઈન ધરાવતી પ્રિન્ટવાળું શર્ટ પહેરી શકાય છે. આમ ખાસ ડિઝાઈન ધરાવતા શર્ટ પહેરીને તહેવારોમાં આકર્ષક દેખાવ મેળવી શકાય છે.

Navratri 005

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More