નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી

464

Get real time updates directly on you device, subscribe now.

નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નવરચિત બોટાદ જિલ્લાના ૨૬.૫૧ કરોડના નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવનનો લોકાર્પણ કરતાં જાહેર કર્યું કે, આ નવા જિલ્લામાં ૧૯૨ કરોડના વિકાસ કામો આ સરકારે પૂર્ણ કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગામડાઓના બનેલા ભારત દેશમાં પંચાયતી રાજના માળખાને વધુ સુદ્રઢ કરીને ગ્રાસ રૂટ લેવલ સુધી લોકશાહિના વિકાસના ફળો આ સરકારે  પહોંચાડવા સંકલ્પ કર્યો છે.

District Panchayat 01

Related Posts
1 of 364
  • પંચાયતી રાજના માળખાને વધુ સુદ્રઢ કરીને ગ્રાસ રૂટ લેવલ સુધી લોકશાહિના વિકાસના ફળો પહોંચાડવા સરકાર સંકલ્પબધ્ધ
  • બોટાદ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે વધુ ૧૩૮ કરોડના કામો કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
  • સબ સમાજ કો લિયે સાથ મેં આગે હિ બઢતે જાનાના ભાવ સાથે રાજ્ય સરકાર વિકાસ માર્ગે કાર્યરત
  • વહિવટના સરળીકરણ અને પ્રજાભિમુખ અભિગમ સાથે નવા જિલ્લાઓની રચનાથી જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ પાર પડી છે
  • બોટાદ જિલ્લાના ૨૬.૫૧ કરોડના નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

District Panchayat 02

આવનારા દિવસોમાં આ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે વધુ ૧૩૮ કરોડના કામો કરવાની પણ તેમણે પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન, સરકારી વસાહત, કોર્ટ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત ભવન, ૭ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પાંચ પેટા કેન્દ્રો, બરવાળા – સાળંગપુર – બોટાદ રોડ, સુખભાદર અને ઘેલો પુલ, એ.આર.ટી.ઓ. કચેરી ઉપરાંત રાણપુર અને ગઢડા ખાતે આઈ. ટી. આઈ. જેવી ભૌતિક સુવિભાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેવી જ રીતે આવનારા દિવસોમાં આ જિલ્લામાં રાણપુર ખાતે કોર્ટ બિલ્ડીંગ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બરવાળા ખાતે સરકારી કોલેજનું નવુ ભવન જેવી સુવિધાઓ આ જિલ્લાને મળશે.

District Panchayat 03

શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદમાં યુવાશકિતની ખેલકુદ પ્રતિભાને વેગ આપવા નવા સ્પોર્ટસ સંકુલના નિર્માણની પણ નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર સબ સમાજ કો લિયે સાથ મેં આગે હિ બઢતે જાનાના ભાવ સાથે વિકાસ માર્ગે કાર્યરત છે, તેની ભૂમિકા આપતા કહ્યું કે, બોટાદ સહિતના ઓછા વરસાદ વાળા જિલ્લાના ખેડૂતોને ઈનપૂટ સહાય આપી છે.

District Panchayat 04

આ જિલ્લામાં ૬૯,૧૫૮ ખેડુતોને ૪૯.૨૭ કરોડ સહાય ઉપરાંત ક્વીન્ટલ દિઠ રૂપિયા ૧૦૦૦ ના ભાવે મગફળી ખરીદી કરી છે, અને આવી ૧૬,૧૯૦ ક્વીન્ટલ મગફળી આ જિલ્લામાં ખરીદી ખેડુતોને ૮.૦૯ કરોડની રકમ પારદર્શી રીતે આપી છે. તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

District Panchayat 05

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે સામાજિક સમરસતાને પહેલરૂપ નિર્ણય લઈને કેન્દ્ર સરકારના ૧૦ ટકા આર્થિક બિનઅનામત વર્ગોને અનામતના નિર્ણયનો અમલ કર્યો છે, તેની પણ છણાવટ કરી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના છેવાડાના માનવી, અંતરીયાળ ગામો સહિત જન – જનને સુખ – સુવિધા આપવાના કલ્યાણ કાર્યો સાથે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશનો પણ સમન્વય સાધ્યો છે તેની વિગતો આપી હતી.

District Panchayat 06

શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરની વાયબ્રન્ટ સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સફળતા નહિ સાંખી શકનારા વિરોધીઓ કાન ખોલીને સાંભળી લે કે, માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણોથી ૧૧ લાખથી વધુ યુવાનોને રોજગારી મળવાની છે.

District Panchayat 07

૨૦૧૩ માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં નવો રચાયેલો બોટાદ જિલ્લો પાંચ જ વર્ષમાં વિકાસના નવા કદમ માંડી રહ્યો છે. જિલ્લા સેવા સદન, જિલ્લા ન્યાયાલય જેવી માળખાકીય સુવિધાઓની પરિપાટીએ આ નવું જિલ્લા પંચાયત ભવન પણ નિર્માણ પામ્યું છે.

Also You like to read
1 of 175

District Panchayat 08

શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ મોટા જિલ્લાઓને કારણે અંતરિયાળ – દૂરના ગામોના લોકોને પોતાના કામો માટે જિલ્લા મથકે જવું પડતું અને સમય – નાણાંનો વ્યય થતો. વહિવટના સરળીકરણ અને પ્રજાભિમુખ અભિગમ સાથે નવા જિલ્લાઓની રચનાથી જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ પાર પડી છે. મુખ્યમંત્રીશ્રીએ માત્ર વિકાસની રાજનિતીથી દેશના અને રાજ્યના વિકાસથી ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવામાં બોટાદ પણ યોગદાન આપે તેવું પ્રેરક આહવાન કર્યું હતું.

District Panchayat 09

આ પ્રસંગે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, પહેલા આ વિસ્તારના લોકોને તેમના કામ માટે ભાવનગર અને પાલીતાણા સુધી જવું પડતુ હતુ. લાંબા અંતરને કારણે આ વિસ્તારના લોકોને અનેકવિધ મુશ્કેલીઓ પડતી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે માત્ર ૧૮૦ ગામને આવરી લઈને બોટાદને જિલ્લો બનાવી આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. જિલ્લાની નવરચના બાદ અહિંયા આધુનિક ભવનોનું નિર્માણ થાય અને લોકસુખાકારીમાં વધારો થાય તે માટે આ સરકારે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરી વિકાસને નવી દિશા આપી છે.

District Panchayat 10

તેમણે સૂર્યશક્તિ કિસાન યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ પાયલોટ પ્રોજેકટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ખેડૂત પોતે વીજળી ઉત્પાદન કરે, વાપરે અને વાપર્યા પછી સરકારને વેંચે એવી સમગ્ર દેશમાં આ પ્રથમ ઘટના છે, તેમ પણ તેમણે કહ્યું હતુ.

District Panchayat 11

આ કાર્યક્રમમાં પંચાયત રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે, સરકારે પક્ષાપક્ષીથી પર ઉઠીને રાજ્યના ગામડાઓમાં વસતા લોકોની ચિંતા કરી પંચાયતોને સુદ્રઢ બનાવવાનું સંનિષ્ઠ કાર્ય કર્યું છે. તેમણે ૧૪ માં નાણાપંચની ગ્રાન્ટ સીધી જ ગ્રામ પંચાયતોને ફાળવીને સરકારે ગ્રામ વિકાસને નવો વેગ આપ્યો હોવાનું જણાવ્યું હતુ.

District Panchayat 12

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ ઈનપુટ સહાય અંતર્ગત બોટાદ જિલ્લાના પાંચ ખેડૂતોને પ્રતિક રૂપે સહાયના ચેક આપવામાં આવ્યા હતા. જ્યારે ૪૬ ગામના અન્ય ૧૧,૩૯૦ ખેડૂતોની કૃષિ ઈનપુટ સહાયની રકમ તેમના ખાતામાં જમા થાય તે માટેનો કુલ રૂપિયા ૯.૪૧ કરોડની રકમનો ચેક લીડબેંક મેનેજરશ્રીને આપવામાં આવ્યો હતો.

District Panchayat 13

કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે અને અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારે આભાર વિધિ કરી હતી.

District Panchayat 14

જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનના આ લોકાર્પણ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસનબેન વાનાણી, ઉપ પ્રમુખશ્રી હિંમતભાઈ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઈ ગોધાણી, ડો. ટી. ડી. માણિયા, શંકરભાઈ વેગડ, અધિકારી – પદાધિકારીશ્રીઓ, જિલ્લાના આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

District Panchayat 15

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More