જૂનાગઢ જિલ્લામાં પશુ આરોગ્ય માટે સઘન નિદાન સારવાર યોજાયા કેમ્પ

જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરી જૂનાગઢ જિલ્લામાં જનઆરોગ્યની સાથે પશુઓનાં આરોગ્યની સેવે છે ચિંતા સંકલન- અશ્વિન પટેલ, માહિતી બ્યુરો જૂનાગઢ

જૂનાગઢ તા.૨૬, પશુપાલનએ પોતાના જીવનનિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું ઘોડો, મરઘાં, બતક જેવાં પ્રાણીઓને ઉછેરી તેમને વેચીને અથવા તેમના દ્વારા મળતાં ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ઇત્યાદિના વેચાણમાંથી પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે. પશુપાલન ખેતીના વ્યવસાય કરનારાઓ માટે પૂરક વ્યવસાય છે.

Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 01
323

Get real time updates directly on you device, subscribe now.

જૂનાગઢ જિલ્લામાં પશુ આરોગ્ય માટે સઘન નિદાન સારવાર યોજાયા કેમ્પ

Related Posts
1 of 326

જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરી જૂનાગઢ જિલ્લામાં જનઆરોગ્યની સાથે પશુઓનાં આરોગ્યની સેવે છે ચિંતા સંકલન- અશ્વિન પટેલ, માહિતી બ્યુરો જૂનાગઢ

જૂનાગઢ તા.૨૬, પશુપાલનએ પોતાના જીવનનિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું ઘોડો, મરઘાં, બતક જેવાં પ્રાણીઓને ઉછેરી તેમને વેચીને અથવા તેમના દ્વારા મળતાં ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ઇત્યાદિના વેચાણમાંથી પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે. પશુપાલન ખેતીના વ્યવસાય કરનારાઓ માટે પૂરક વ્યવસાય છે. પશુપાલન સામાન્ય રીતે ત્રણભાગમાં વહેંચી શકાય પ્રથમ- ભુ- સ્તર પશુપાલન જેમાં ખાસ કરીને ગાય, ભેંસ, બકરા, ધેંટા, ઉંટ તથા ગધેડા, ખચ્ચર, ઘોડા વગેરે પ્રાણીઓને મેદાનમાં કે ખુલ્લી જગ્યામાં ઉછેરવામાં આવે છે. જો રહેઠાણ સ્થાયી હોય અને પશુઓની સંખ્યા ઓછી હોય તો તેને કોઠાર કે તબેલામાં પણ રાખવામાં આવે છે.બીજો પ્રકાર છે તળાવ કે સામુદ્રીક પશુપાલન જેમા દરીયા કિનારાનાં પ્રદેશોમાં સમુદ્રની નજીક તળાવો બનાવીને અથવા દરીયામાં જાળનો બ્લોક બનાવીને તેમાં જળચર જીવોને ઉછેરવામાં આવે છે.તેમાં ખાસ કરીને રોહુ માછલી, સોંઢીયા, કેટ ફીશ તથા , પાપલેટ માછલી તેમજ ચેલીયા માછલીને ઉછેરવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે પાંજરાનું પશુપાલન જેમાં પક્ષીઓ તથા ચપળ જીવોને ઉછેરવા માંટે એક પાંજરામાં તેમને ઉછેરવામાં આવે છે. પશુ-પક્ષીની સંખ્યા પ્રમાણે આ પાંજરાનો આકાર નાનો મોટો હોઇ શકે છે. આ પ્રકારનાં પશુ પાલનમાં ખાસ કરીને મરઘી, બતક, ટર્કી, શાહમૃગ, ઇમુ જેવા પક્ષીઓ તથા મધમાખી જેવા જંતુ તેમજ સસલા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 01
Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 01

ખેતી અને પશુપાલન એ ભારતિય સંસ્કૃતિમાં માનવ સભ્યતા સાથે સંકળાયેલ હોવાથી પશુ માનવીનાં સહજીવ બનીને આપણી સંસ્કૃતિમાં સંકળાઇ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં જનઆરોગ્યની ખેવના કરવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, ડો. હારૂન ભાયા ડો. ચંદ્રેશ વ્યાસ સહિત જૂનાગઢ સિવીલ હોસ્પીટલનાં ડો. બગડા અને ટીમ દ્વારા જાગૃતિ અને આરોગ્ય વિષયક કામગિરી હાથ ધરવામાં આવે છે તે જ રીતે જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ પણ જિલ્લા વીકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરીનાં માર્ગદર્શન તળે જૂનાગઢ જિલ્લામાં વર્ષ દરમ્યાન પશુઓમાં રોગચાળાને નિવારવા અને રોગીષ્ટ પશુઓને સાધનીક સારવાર આપવા ૧૯૪ જેટલા કેમ્પ યોજે છે. આવા ત્રણ કેમ્પ તાજેતરમાં ભેસાણમાં ગળથ મુકામે ડો. પાલડીયા, માલીડામાં ડો. ચોથાણી અને વિસાવદરનાં સરસઇ ગામે ડો. કોટડીયા અને ટીમ દ્વારા યોજાયા હતા. આ તકે નાયબ પશુપાલન નિયામક ડો. બી.પી.શીંગાળાએ જણાવ્યુ હતુ કે માણસમાં જે રીતે પાણી જન્ય અને વાહક જન્ય રોગો આવે છે. તે જ રીતે પશુઓમાં પણ આઉનો સોજો, ખરવામોંવાસો, આફરો, સામાન્ય અપચો, ગળસૂંઢો, પરોપજીવીથી થતા રોગ, મેલી ન પડવી, ચેપી ગર્ભપાત, વેતરમાં ન આવવું, ચકરીનું દર્દ, વાંઝિયાપણું, માટી ખસી જવી, ગાંઠીયો તાવ, ખરવામોંવાસાનો રોગ, ગળસૂંઢાનો રોગ જેવા રોગો થતાં હોય છે.

Also You like to read
1 of 138
Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 02
Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 02

સૈા જાણે છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તેવી જ રીતે પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું મહત્વ છે, કારણ કે નિરોગી પશુ જ વધુ દૂધ આપી શકે, સારૂં કાર્ય કરી શકે તેમજ સારી ઓલાદ (તંદુરસ્ત બચ્ચા) આપી શકે. ખરૂં કહીએ તો પશુપાલનના વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના આરોગ્ય ઉપર જ રહેલો છે. પશુ તંદુરસ્ત છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય ? તંદુરસ્ત પશુના મોઢા પર અમૂક પ્રકારનું તેજ હોય છે, તે ચપળ અને હોંશિયાર દેખાય છે પશુપાલકના ડચકારાથી દિશા તરફ જોશે અને કાન ઊચા કરશે. નાકનાં ફોરણાં ઉપરનાં કાળા ભાગ ઉપર ઝાકળનાં ટીંપા જેવા પાણીનાં ટીંપા બાઝેલા હોય છે. ખોરાક તથા પાણી બરાબર લે છે. મળ-મૂત્રનો રંગ, ગંધ અને બાંધો સામાન્ય હોય છે. શ્વાસની કિ્રયા નિયમિત હોય છે. ઉત્પાદન અને કાર્યશકિત બરાબર હોય છે. પશુઓમાં રોગ અવસ્થાની જાણ જે તે રોગના લક્ષાણોથી થાય છે, ઘાસચારામાં લોખંડની કે પ્લાસ્ટિકની વસ્તુઓ કે ટૂકડા ન આવે તેનો ખ્યાલ રાખવો. ખીલી, તાર, સોય, ટૂકડા વગેરે પણ હાનિકારક છે. ચોમાસામાં ભેજવાળો લીલો ચારો વધુ ન આપવો,અત્રે યાદ રહે કે પશુઓમાં કરમીયા થવા સહજ છે પણ પરોપજીવીકરમિયાની અસરથી નાના બચ્ચાંઓને શરીરની વૃધ્ધિ-વિકાસ અટકી જાય છે. દૂધાળા પશુઓમાં દૂધ ઘટી જાય છે. વેતરમાં એટલે કે ગરમીમાં બરાબર ન આવે, આવે તો બંધાય નહીં, શરીરનું વજન ઘટતુ જાય, ગમે તેટલું સારૂં ખવડાવો તો પણ શરીરનું વજન ન વધે વગેરે તકલીફ થાય છે. બળદ દૂબળો થઈ જાય અને ખેતરમાં કાર્યશકિત પર અસર પડે છે. કૃમિનાશક દવાનો ડોઝ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ આપવો જોઈએ. નજીકના પશુ દવાખાને ડૉક્ટરને મળીને જે તે વિસ્તારમાં થતા કૃમિઓ આધારિત દવા આપવી જોઈએ.

Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 03
Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 03

નાના બચ્ચાંઓને મહિને એક વખત કૃમિનાશક દવા આપવી. જ્યારે બાહય પરોપજીવી જેવા કે ઈતરડી, જીંગોડા, કથીરી, બગાઈ, જૂ, ચાંચડ, ડાંસ, માખી શરીરમાંથી લોહી ચૂસે છે. પશુને ચેન લેવા દેતાં નથી. પશુ પરેશાન થઈ જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આવા પરોપજીવીઓ રોગ પણ ફેલાવે છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ગાય/ભેંસોમાં મુખયપણે ટી.બી.(ક્ષય), જહોન્સનો રોગ તથા ચેપી ગર્ભપાત (બૃસેલ્લોસિસ) છુપા રોગ છે. આ રોગો જલ્દીથી પકડી શકતા નથી અને ધણમાં તેનો ફેલાવો થતો જાય છે. આથી દર વર્ષે એકવાર – મે માહિનામાં આ રોગથી પીડાતા પશુઓને ઓળખી કાઢવા પરીક્ષણ કરાવવું તથા જે પોજીટિવ કેસ આવે એટલે કે બીમાર પશુ પકડાઈ જાય તો તેનો નિકાલ કરવો. ૫શુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એથે્રકસ, બર્ડ ફલ્યુ તથા હડકવા અને પોઈઝનીગ (ફુડ,સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વિગેરે) માં રોગચાળા મહારોગચાળા સમયે ૫શુ-મરઘાં-બતક ના મૃત્યુ થતાં હોય છે આથી પશુપાલનમાં અગમચેતી અને પુરતી જાણકારી પશુઓમાં રોગચાળાને અટકાવે છે. અને પશુપાલન નફાકરક બની રહે છે.

Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 04
Junagadh Jillama Pasu Arogya Mate Saghana Nidana Saravara Yojaya Kempa 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More