2378×295

ડાંગના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીઓની વન મંત્રી અને આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી

160×600
160×600
11

Get real time updates directly on you device, subscribe now.

ડાંગના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીઓની વન મંત્રી અને આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી

Related Posts
1 of 284

સુરત, રવિવાર: સુરતથી ડાંગના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની ખાનગી બસના સર્જાયેલા અકસ્માતમાં ડાંગથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની રાજ્યના વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઇ રહેલા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Also You like to read
1 of 98
  • દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સાંત્વના પાઠવતાં વનમંત્રી અને આરોગ્ય મંત્રી
  • ડાંગ અકસ્માતમાં રાજ્ય સરકારની સંવેદના: મુખ્યમંત્રી દ્વારા મૃતકોને ૨.૫૦ લાખ
  • ઈજાગ્રસ્તોને ૧-૧ લાખની સહાયની જાહેરાત : વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ ડાંગના અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી :
  • રાજ્ય સરકાર ડાંગની દુર્ઘટનામાં હતભાગી મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોના પડખે ઉભી છે : ગણપતસિંહ વસાવા
  • ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રેસ્ક્યુ ઓપરેશન અને ઈજાગ્રસ્તોને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે : આરોગ્ય મંત્રી
  • સુરતના ૨૮ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા, જે પૈકી ૬ વિદ્યાર્થીઓને રજા અપાઈ

આ વેળાએ વન આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સુરતના અમરોલી વિસ્તારના ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી લક્ઝરી બસ ગત રોજ ડાંગના પ્રવાસે ગઈ હતી, જ્યાં સુબિરથી શબરીધામ દર્શન કરીને પરત આવતી વેળાએ મહાલ બરડીપાડા રોડ પર ડ્રાઈવરે બસ પરનો કાબ્રૂ ગુમાવતાં બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુ:ખદ ઘટનામાં ૧૦ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજયા છે. શનિવારે સુરતના ૨૮ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે. જે પૈકી ૬ વિદ્યાર્થીઓને સારવાર આપી રજા આપવામાં આવી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે, તમામની તબિયત હાલ સુધારા ઉપર છે.  દુર્ઘટનામાં હતભાગી મૃતકો અને ઈજાગ્રસ્તો સાથે રાજ્ય સરકારની ઊંડી સંવેદના હોવાનું જણાવી તેમણે હોસ્પિટલના તંત્રને યોગ્ય સારવાર અંગે સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકાર દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આરોગ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ડાંગ ખાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતની નોંધ લઇને ઊંડી સંવેદના વ્યક્ત કરતા મૃતકોને ૨.૫૦ લાખ અને ઈજાગ્રસ્તોને ૧-૧ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આહવા-ડાંગ અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતની ગંભીરતાને જોતાં ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રેસ્ક્યુ ઓપરેશન અને ઈજાગ્રસ્તોને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીશ્રીઓ સાથે સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્યશ્રી વિવેક પટેલ, જિલ્લા કલેકટરશ્રી  ડો.ધવલ પટેલ, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન, શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, નવી સિવિલના કડીવાલા, ડો.કેતન નાયક જોડાયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More