- Advertisement -

નવરાત્રી : ખેલૈયાઓમાં વધ્યો આકર્ષક ટેટુનો ક્રેઝ

- Advertisement -

- Advertisement -

7,243

Get real time updates directly on you device, subscribe now.

Navratri : ખેલૈયાઓમાં વધ્યો આકર્ષક ટેટુનો ક્રેઝ ! ખેલૈયાઓ દોરાવે છે વિવિધ પ્રકારના ટેટુ

Navratri Shopping 03

10 હજાર કરોડથી વધુ ગુજરાતનું નવરાત્રી માર્કેટ

Related Posts
1 of 401

Navratri Shopping 02

મિત્રો અને લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરવા નવરાત્રી દરમ્યાન યુવાઓ કઇંક અવનવુ કરતાં જ હોય છે. યુવાઓમાં શરીરના ખુલ્લા ભાગોમાં ટેટુ દોરવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ટીવી સીરીયલો અને ફિલ્મોનો ક્રેજ આજે નાના ગામડાઓ સુધી પહોચી ગયો છે. આજે ફેશનની દુનિયામાં ટેટુની લોકપ્રિયતા ઘણી છે. લોકોમાં સ્ટેટ્સ સિમ્બોલ બની ચુક્યુ છે.

Navratri Tattoo

ખેલૈયાઓ પોતાની સાથે રમતા મિત્રો કે પછી ભીડમાંથી અલગ દેખાવવા માટે શરીર ઉપર ટેટુ ચીપ્કાવતા હોય છે. ટેટુનો ક્રેજ યુવાનો, યુવતિઓ અને બાળકોમાં ખુબ જ જોવા મળે છે. એવું કહેવાય છે કે નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓ ટેટુ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. પરંતુ આ પરંપરા વર્ષો જુની છે જેને આપણે છુંદણાં છુંદાવવા તરીકે ઓળખીએ છીએ. એ સમયે અમુક વર્ગનાં લોકો જ છુંદણાં છુંદાવવા. આજકાલ ફેશનની દુનિયામાં ટેટુને બધાજ લોકો સ્વીકારવા લાગ્યા છે.

Navratri Shopping 01

શહેરોમાં ટેટુ આર્ટિસ્ટ ટેટુ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. અવનવી ડિઝાઈન, ખાસ કરીને ઝરીવાળા ટેટુ, સ્ટીકરવાળા ટેટુ જે રીમુવેબલ ટેટુનો ક્રેજ વધ્યો છે. તેમાં યંગ ગર્લ અને બોયઝ ટ્રેડિશનલ ડિઝાઇન વધુ પસંદ કરે છે. ટેમ્પરરી કે રીમુવેબલ ટેટુ ૨૦૦ થી ૧૦૦૦ સુધીના બજારમાં મળી રહ્યા છે. એ સિવાય પરમેનન્ટ ટેટુ હજારોમાં આંકવામાં આવે છે. હાલ ટેટુમાં ૩ડી ટેટુ, પોટ્રેટ અને ઓલ્ડ ટેટુ પર કવર અપ કરવાનું છે. ખાસ કરીને ગર્લ્સમાં સ્ટીકર ટેટુ હોટ ફેવરિટ છે.

Navratri Tattoo 05

તહેવારોની વાત કરીએ તો નવરાત્રી વિશેષ મહત્વ ધરાવે છે ગુજરાતમાં. નવરાત્રીની ઉજવણી ગુજરાત જેવી ક્યાય જોવા મળતી નથી. એક અંદાજ મુજબ ગુજરાતીઓ ૧૦ થી ૧૫ હજાર કરોડ જેટલો અથવા તેનાથી વધુનો ખર્ચ આ તહેવાર દરમ્યાન કરી નાખે છે. રાજ્યના દરેક નાનામાં નાના ગામ અને શહેરમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરે છે.

Also You like to read
1 of 117

Navratri 006

નવરાત્રી દરમિયાન ટ્રેડીશનલ કપડાનું ચલણ છેલ્લાં ઘણા વર્ષોથી ખુબ વધ્યુ છે. છોકરીઓ, છોકરાઓ ટ્રેડીશનલ ડ્રેસ, વિવિધ સ્ટાઇલમાં પહેરવા લાગ્યા છે, એવું કહેવાય છે કે અંદાજીત 2 થી ૩ હજાર કરોડનું માર્કેટ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર જેવા મોટા શહેરોમાં ગરબાઓનું આયોજન થાય છે. સુત્રોના અહેવાલ મુજબ આયોજકો દ્વારા એક ગરબાના સ્થળ પ્રમાણે અંદાજીત બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે.

Navratri Tattoo 03

નવરાત્રીમાં યુવાન ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને નવરાત્રી’ ની વિવિધ રીતે ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી નવરાત્રીનાં સમયે ખેલૈયાઓમાં ટેટુનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Navratri 005

નવરાત્રીમાં ગરબે રમવા જતા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસની સાથે-સાથે ટેટુને પણ સ્થાન આપવા લાગ્યા છે, તેમજ આ સમયે ટેટુ પ્રત્યે જબરો ક્રેઝ જોવા મળે છે. સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતા અને પોતાના ફ્રેન્ડસમાં અલગ દેખાવા યુવક-યુવતીઓ વિવિધ પ્રકારના ટેટૂ દોરાવતા હોય છે. હાલ ખેલૈયાઓમાં વોશેબલ ટેટુ કે વોશિંગ ટેટુ કરાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેમજ રેડિયમ ટેટુનો પણ ખુબ જ ક્રેઝ ચાલી રહ્યો છે. ગરબાની રમઝટ વચ્ચે પ્રેક્ષકો, નિરીક્ષકોનું ધ્યાન આકર્ષીત કરવા માટે ખૈલેયાઓ આવા અવનવા ટેટુનો ઉપયોગ કરે છે.

Navratri Tattoo 02

થોડા વર્ષો પહેલા ટેટુના સ્ટીકર લગાવતા હતા. પરંતુ બે ત્રણ વર્ષથી ખેલૈયાઓ વોશિંગ ટેટુ પસંદ કરી રહ્યા છે. પાણીથી વોશ કરીને ‘વોશિંગ ટેટુ’ ને કાઢી શકાય છે, આમ નવ દિવસ માટે જુદાજુદા ટેટુ કરાવવાનો આગ્રહ રાખે છે.

Navratri 003

આ સિવાય શહેર કે ગામની એક પણ સોસાયટી કે વિસ્તાર એવી નહીં હોય જ્યાં ગરબા ન થતાં હોય, એવી જગ્યાનાં આયોજકો પોતાની કેપેસીટી મુજબ નાની મ્યુઝિક સિસ્ટમ દ્વારા ગરબા રમતા હોય છે. તેમજ ગરબાની સીડીનું પણ મોટું માર્કેટ છે જે કરોડોનો વ્યવસાય કરે છે. આ સિવાય આજકાલની લાઈફ સ્ટાઇલ મુજબ બ્યુટી પાર્લરના ધંધામાં પણ તેજી છે. ત્યારબાદ વાત આવે ખાણીપીણીની તો આ હર્ષ અને આનંદના તહેવારમાં નવ દિવસ દરમિયાન શહેરોની ફૂડ માર્કેટ લગભગ આખી રાત ચાલુ રહે છે. એવું પણ કહેવાય છે કે બ્રાન્ડેડ અને લોકપ્રિય સ્ટોર્સ આ નવ દિવસમાં ૫ થી ૬ મહિનાનો ધંધો કરી લે છે. આ સિવાય આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આક્વા બેસીએ તો આ નવ દિવસમાં સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલના વેચાણમાં અંદાજીત ૩ થી ૪ ગણો ઊછળ જોવા મળે છે.

Navratri Shopping

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More