પંચાયત સેવા (વર્ગ-૩)ને નિમણૂક પત્ર એનાયત : ગાંધીનગર

668

Get real time updates directly on you device, subscribe now.

પંચાયત સેવા (વર્ગ-૩)ને નિમણૂક પત્ર એનાયત : ગાંધીનગર

Related Posts
1 of 297

પંચાયત સેવા (વર્ગ-૩)ના સંવર્ગમાં પસંદ થયેલ ઉમેદવારોના નિમણૂક પત્રો એનાયત કરતાં પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે પંચાયતના કર્મચારીઓનું મહત્વ જણાવતાં કહ્યું હતું કે, કર્મયોગીઓ થકી જ રાજ્ય સરકારની કામગીરી દીપી ઉઠે છે. ગરીબ અને છેવાડાના માનવીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેવા પંડિત દીનદયાલના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

Panchayat Service 08

  • છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તેવા પંડિત દીનદયાળના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે : ગ્રામ વિકાસ મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર
  • કર્મયોગીઓ થકી જ રાજ્ય સરકારની કામગીરી દીપી ઉઠે છે
  • ગાંધીનગર ટાઉન હોલ ખાતે પંચાયત સેવા (વર્ગ-૩)ના ૬૭૬ સફળ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત

Panchayat Service 07

મંત્રી શ્રી જયદ્રથસિંહજીના હસ્તે પંચાયત સેવા (વર્ગ-૩)ના મુખ્ય સેવિકા, સંશોધન મદદનીશ, વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીશ, સ્ટાફ નર્સ અને સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગમાં પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો આજે ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવ્યા હતા.

Also You like to read
1 of 126

Panchayat Service 06

પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી એ.કે.રાકેશે પંચાયતી રાજનું મહત્વ જણાવતાં કહ્યું હતું કે ગુજરાતનું પંચાયત તંત્ર એ સક્રિય અને ધબકતું તંત્ર છે. વર્ષ ૨૦૧૫ થી ૨૮,૯૦૦ જેટલી જગ્યાઓ પંચાયત વિભાગમાં ભરવા માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેના પરિણામે આજ સુધીમાં ૨૩,૬૦૦ જેટલી જગ્યાઓ પર રાજ્યના યુવાનોને નિમણૂક આપીને રોજગારીની તકો પુરી પાડી છે.

Panchayat Service 05

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન શ્રી નરેશભાઇ શાહે આ નિમણૂક પત્ર એનાયત સમારોહમાં બોલતાં સફળ ઉમેદવારોને જ પંચાયતના કામના ખરા એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યુ હતુ કે વિવિધ સંવર્ગ માટે સાત લાખ જેટલી અરજીઓ આવી હતી.આ સમગ્ર ભરતી પ્રક્રિયા ત્રણ થી ચાર મહિનામાં પારદર્શક રીતે ઝડપથી પાર પાડવામાં આવી છે. આ સમારોહમાં કુલ ૬૭૬ નિમણૂક પત્રો એનાયત કરી સફળ ઉમેદવારો અને તેમના પરિવારને મંત્રીશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Panchayat Service 04

આ નિમણૂક પત્ર એનાયત સમારોહમાં વિકાસ કમિશનર શ્રી નલિન પી ઠાકર, નાયબ વિકાસ કમિશનર શ્રી એસ.બી.પટેલ, અધિક વિકાસ કમિશનર શ્રી આર.જે.હાલાણી, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ તથા બોર્ડના સભ્યશ્રીઓ શ્રીમતી સુષ્માબેન અગ્રવાલ, શ્રી નીતિનભાઇ પટેલ, સુશ્રી રાજીકાબેન કચેરીયા, શ્રી પ્રશાંતવાળા અને સફળ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. (ધવલ શાહ/જિતેન્દ્ર રામી)

Panchayat Service 03
Panchayat Service 02
Panchayat Service 01

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More