2378×295

પશ્ચિમ બંગાળના મૂળ ગુજરાતી મૂળના ૨૫ યુવા-યુવતિઓ મુખ્યમંત્રીની સૌજ્ન્ય મૂલાકાતે

160×600
160×600
588

Get real time updates directly on you device, subscribe now.

પશ્ચિમ બંગાળના મૂળ ગુજરાતી મૂળના ૨૫ યુવા-યુવતિઓ મુખ્યમંત્રીની સૌજ્ન્ય મૂલાકાતે

Related Posts
1 of 284

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સોમવારે ગાંધીનગરમાં પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવરાના રપ જેટલા મૂળ ગુજરાતી યુવા-યુવતિઓએ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ ખાસ કરીને યુવા પેઢી માતૃ રાજ્ય સાથે સુદ્રઢ નાતો પ્રસ્થાપિત કરે તેવા ભાવ સાથે ર૦૧૮થી ગુજરાત પરિભ્રમણ યોજના શરૂ કરી છે. આ યોજના અન્વયે તા. ૪ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી આ રપ યુવા-યુવતિઓ ગુજરાત પ્રવાસે આવેલા છે. મુખ્યમંત્રીશ્રીએ આ યુવાઓના અભ્યાસ, પારિવારિક પરિચય અને રસના ક્ષેત્રો વિશે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી મૂળ વતન ભૂમિ ગુજરાત સાથેનો સંબંધ-નાતો અતૂટપણે જળવાઇ રહે અને યુવા પેઢી પોતાના વતન રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક ધરોહર અને વિકાસની યાત્રાથી વાકેફ થાય તે પણ એટલું જ આવશ્યક છે.

West Bengal 01

  • ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતે પશ્ચિમ બંગાળના મૂળ ગુજરાતી મૂળના ૨૫ યુવા-યુવતિઓ
  • રાજ્ય સરકારની ગુજરાત પરિભ્રમણ યોજના અન્વયે ૧૦ દિવસીય ગુજરાત પ્રવાસનું આયોજન
  • મૂળ વતનભૂમિ સાથે નાતો-સ્નેહ અતૂટપણે જળવાઇ રહે-યુવા પેઢી માતૃ રાજ્યની સાંસ્કૃતિક-ઐતિહાસિક ધરોહર-વિકાસગાથાથી પરિચિત થાય તે આવશ્યક છે :- મુખ્યમંત્રીશ્રી
Also You like to read
1 of 99

West Bengal 02

મુખ્યમંત્રીશ્રીએ આ યુવાઓને દેશની એકતાના પ્રતિક વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, બનાસકાંઠા સરહદે સીમાદર્શન, કચ્છનું સફેદ રણ, ગીરના સિંહ જેવા મહત્વપૂર્ણ સ્થાનોના યાત્રા-પ્રવાસથી રાજ્યના વિકાસ અને વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રેરણા આપી હતી.

West Bengal 03

તેમણે આ યુવાશકિતને એવું પણ આહવાન કર્યુ કે, ગુજરાતમાં જે વિકાસ જૂવે-અનુભવે તે સોશિયલ મિડીયા માધ્યમથી પોતાના મિત્રો, પરિવારોમાં મહત્તમ શેર કરીને દર વર્ષે બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાતની મૂલાકાત માટે પ્રેરિત કરે. આ મૂલાકાત વેળાએ NRG પ્રભાગના અગ્ર સચિવ શ્રી સી. વી. સોમે પ્રવાસનો હેતુ અને રાજ્ય સરકારની યોજના સમજાવી હતી. એન.આર.જી. પ્રભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવાસ નોડલ ઓફસરો પણ આ વેળાએ જોડાયા હતા. (સી.એમ.-પીઆરઓ/અરૂણ)

West Bengal 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More