ફેશનનાં અભારકા ક્યારેક નુકશાન નોતરી શકે છે.

2,289

Get real time updates directly on you device, subscribe now.

ફેશનનાં અભારકા ક્યારેક નુકશાન નોતરી શકે છે.

Related Posts
1 of 237

Style 05

આજના સમયમાં ટીવી સીરીયલોમાં જોવા મળતા દરેક સીન મુજબ કપડા કે સ્ટાઈલ વગેરે શરીરીને પણ નુકશાન કરી રહ્યું છે. ફેશનબેલ કપડાં, એક્સેસરીઝ કે શૂઝની ખરીદી પોકેટને જ ભારે પડે એવું નથી, અમુક પ્રકારની ફેશન કમરને પણ ‘ભારે’ પડી શકે છે. હાઇ-હિલ સેન્ડલ કે શરીરને ચપોચપ ચોંટી જતાં કપડાને કારણે શરીરનું હલનચલન મર્યાદિત થઇ જતું હોવાથી કમરનો દુઃખાવો થઈ શકે છે એવું સ્પાઈન એક્સપર્ટ્સનું કહેવું છે. કેવી-કેવી ફેશન આપણી કમરને ભારી પડી શકે તે જોઈએ.

Style

ફોર્મ ફિટિંગ સ્કર્ટ્સ : ટૂંકું અને નીચેથી સાંકડું થઈ જતું સ્કર્ટ પહેરવાથી બેઉ પગના ઘૂંટણ એકદમ નજીક-નજીક આવી જતા હોય છે આથી સાથે ઘૂંટણ રાખીને ચાલવું પડે છે. બે ઘૂંટણ વચ્ચે નોર્મલ કરતાં ઓછું ડિસ્ટન્સ રહેતું હોવાથી બોડીનો ભાર લોઅર બેક પર વધુ આવે છે. લાંબો સમય આ પ્રકારના સ્કર્ટસ પહેરવાથી ચાલમાં બદલાવ આવે છે. આથી પગ અને કમરના સ્નાયુઓ ખેંચાઈ જવાની તેમ જ ડિસ્ક વચ્ચેની ગાદી ઘસાઈ જવાની સમસ્યા થઈ શકે છે.

Style 04

અતિશય ટાઈટ જીન્સ : શરીરને ચપોચપ ચોંટી જાય એવા જીન્સની કમર, હિપ્સ, નિતંબ અને પગની પાનીઓ પર પર જબરી પક્કડ હોય છે. આથી જોઈન્ટ્સ એકદમ તણાયેલા રહે છે. ત્વચા પર ટાઈટ આવરણ સતત જકડાયેલું રહેવાથી બ્લડ સર્ક્યુલેશન પર વિપરિત અસર થાય છે. પગની સંવેદનશીલતા ઘટે છે અને ખાલી ચડી જવાનું પ્રમાણ વધે છે. એમાં જો પોકેટમાં મોબાઈલ કે ચીજો રાખવાની ટેવ હોય તો અસંતુલનને કારણે હિપનું અલાઈમેન્ટ પણ બગડે છે અને લોઅર બેકની તકલીફ થાય છે.

Also You like to read
1 of 68

Style 03

ઓવરસાઈડ્ઝ હેન્ડબેગ : મોટી હેન્ડબેગ હોય એટલે વધુ ચીજો લઈને ફરવાની આદત પડે છે. હેન્ડબેગને હંમેશા એક જ ખભા પર ભરાવીને ચાલવાની આદત હોય તો એનાથી ગરદન અને અપર બેકની તકલીફો થાય છે.

Style 01

હાઈ હીલ્સ : લાંબો સમય સુધી ઊંચી એડીના જૂતાં, પગ, કમર અને પિંડીઓના સ્નાયુઓને સંકોચે છે. હાઈ હીલ્સ પહેરીને ચાલવાના કારણે આખા શરીરનું વજન ઘૂંટણ અને હિપ જોઈન્ટ્સ પર વધુ આવે છે. હાઈ હીલ્સ પહેરીને લાંબુ ચાલવામાં આવે ત્યારે ઘુંટણ અને કમર બન્નેને નુકસાન થાય છે.

Style 02

માથામાં એક સાઈડમાં પાંથી પાડવી : પાંથી પાડવાની સ્ટાઇલને અને શરીરના દુખાવાને શું લાગે વળગે એવો સવાલ થાય? તો તેનું કારણ છે કે જેમાં સાઈડમાં પાંથી પાડીને મોટા ભાગના વાળ એક જ બાજુમાં ઢાળેલા હોય છે, એ પ્રકારની હેરસ્ટાઈલ ગરદન માટે નુકસાનકારક છે. સાઈડ અંબોડો, સાઈડમાં ચોટલો કે પછી એક બાજુ પાંથી પાડીને મોટા ભાગના વાળ એક તરફ જ રાખવાની આદત હોય તો એ પણ ગરદનને ટ્વિસ્ટ કરી શકે છે.

Style 06

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More