- Advertisement -

ફ્યુચર ટેકનોલોજી સપના ની કાર

- Advertisement -

- Advertisement -

6,312

Get real time updates directly on you device, subscribe now.

ફ્યુચર ટેકનોલોજી સપનાની કાર

car-01

મિત્રો, જો તમે નવી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને જુદીજુદી કારની ટેસ્ટ ડ્રાઈવ કરી જ ચુક્યા હશો, આજે અમો તમારા માટે એવી જ થોડી ન્યુ જનરેશન કાર વિશેની માહિતી આપની સમક્ષ લાવી રહ્યા છીએ “ફ્યુચર ટેકનોલોજી” આર્ટીકલનાં માધ્યમથી, જો કે, ન્યુ જનરેશન કાર માટે થોડાક દિવસોની રાહ જોવી પડશે. આવનારા પાંચથી છ મહિનામાં મોસ્ટપોપ્યુલર ઓટોમોબાઇલસ એન્ડ કાર નિર્માતા કંપનીઓ ભારતમાં અમુક એવા જ મોડલ લઈને આવી રહી છે જે ન માત્ર તમારી ટુરને ઈંસ્ટ્રેસ્ટિંગ બનાવશે, પરંતુ તમને લકઝરી અને કમ્ફર્ટની એક નવી જ દુનિયામાં લઇ જશે. તો આવો જાણીએ થોડીક એવીજ કાર અને તેની ખાસિયતો કે ફીચર્સ વિષે.

car-02

હ્યુંડાઈ કોના (SUV, પેટ્રોલ, ડિઝલ) – (રિલીઝ-નવેમ્બર,૨૦૧૮)

જો તમે સ્ટાઈલિશ અને કોમ્પેક્ટ એસયૂવીની શોધમાં છો તો, આ કાર તમને પસંદ આવી શકે તેમ છે. જો કે કંપનીએ આ કારની માહિતી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી નથી. જો કે, કાર પ્રેમીઓ અને નિષ્ણાતોએ લગાવ્યા અનુમાન મુજબ ટુ-ટોન રૂફ વાળી આ કાર આ શ્રેણીની બધી જ કાર ને સ્ટાઇલ અને પરફોર્મસની બાબતમાં સખત ટક્કર આપશે.

car-03

રોલ્સ રોયસ કલિનન (SUV, પેટ્રોલ) – (રિલીઝ-જાન્યુઆરી,૨૦૧૯)

અત્યંત મોંઘી અને આલીશાન કારના શોકીનો માટે રોલ્સ રોયસે કલિનન મોડેલને વૈશ્વીક સ્તરે લોન્ચ કરી દીધુ છે. સંભવત આ મોડેલ ૨૦૧૯ની શરૂઆતમાં ભારતભરમાં રિલીઝ માટે તૈયાર થઇ જશે. તેનું નામ આજ સુધી મળેલા સૌથી મોટા હીરાના નામ પર રાખવામાં આવ્યું છે. તેમજ રોલ્સ રોયસ કારની વિશેષતાઓ વિષે શું જણાવવું જરૂર જ નથી.

car-04

Related Posts
1 of 480

ઓડી ક્યું-Q (SUV, પેટ્રોલ, ડિઝલ) – (રિલીઝ-ઓકટોબર,૨૦૧૮)

ઓડી ક્યું સીરીઝની સૌથી નાની ક્રોસઓવર કાર ક્યુંને આજની યંગ જનરેશન માટે તૈયાર કરવામાં આવી છે. આ કારણે સૌ પ્રથમ જેનેવા મોટર શોમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કારમાં ઓડી ક્યું સીરીઝના તમામ ફીચર્સ ઉપલબ્ધ છે. આ ૫ સીટર કારનું બુટ સ્પેસ ૪૦૫ લીટર હશે અને તે કોમ્પૈક્ટ કારના બધા ફીચર્સ પર ખરી ઉર્તશે તેવી કાર નિર્માતાઓને આશા છે.

car-05

ન્યૂ નિસાન એક્સ-ટ્રેલ (SUV, પેટ્રોલ, ડિઝલ) – (રિલીઝ-ડીસેમ્બર,૨૦૧૮)

નિસાન ભારતમાં અધિક પ્રમાણમાં જોવા મળી છે, કેમ કે, ડોમેસ્ટિક માર્કેટમાં ટેરેનોની સફળતા બાદ નિસાન ભારતમાં એક્સ-ટ્રેલ સીરીઝની થર્ડ જનરેશન કારને પ્રસ્તુત કરી રહી છે. આ ૫ સીટર કારની ફ્યૂલ કેપેસિટી ૬૦ લીટર હશે અને તેનો વજન લગભગ ૧૫૦૦ કિલો હશે. સ્ટાઈલ અને કમ્ફર્ટના સ્તરે આ કાર પર નિસાને વિશેષ ધ્યાન આપ્યું છે.

car-06

ફરારી પોર્ટોફિનો (કંવર્ટિબલ, પેટ્રોલ) – (રિલીઝ-ઓકટોબર,૨૦૧૮)

આ કાર ફરારીના બીજા મોડેલ્સના કંપેરીઝનમાં વધુ શાર્પ અને એગ્રેસિવ દેખાઈ રહી છે. તેનો ફ્રંટ ફેશ જોવા એવું લાગે છે કે તે સ્માઈલિંગ લુક આપે છે. તેમાં મોટી સેંટ્રલ ગ્રિલ છે અને સ્લીક શાર્પ એલઈડી હૈડલૈપ લગાડવામાં આવ્યા છે. ફ્રંટ બંપરમાં એયર ફિન અને હવા નિકળવાની ચેનલ દેખાય છે. આ કાર પણ મોડેલ, સ્ટાઈલ અને સ્પીડના દીવાનો માટે તૈયાર કરવામાં આવી છે.

car

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More