બાયોકેમ USA અને રાજ્ય સરકાર વચ્ચે MOU સંપન્ન

409

Get real time updates directly on you device, subscribe now.

બાયોકેમ USA અને રાજ્ય સરકાર વચ્ચે MOU સંપન્ન

Related Posts
1 of 237

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વિશાળ બાયો રિફાઇનરી નિર્માણ માટેના MOU સંપન્ન થયા હતા. બાયોકેમના શ્રી યોગી સરીન અને ઊદ્યોગના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે અને ર૦૦૦ જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થવાનો અંદાજ છે.

USA & State Government MOU 01

  • દહેજ પીસીપીઆઇઆરમાં રૂ. ૩ હજાર કરોડના રોકાણ સાથે બાયોરિફાઇનરી નિર્માણ થશે
  • ર હજાર જેટલી નવી રોજગારીની તકોનું સર્જન
  • ઝિરો લીકવીડ ડિસ્ચાર્જ પ્લાન્ટ બનશે
  • બાયોફયુલ પ્રોજેકટ ર૪ થી ૩૦ માસમાં કાર્યરત થશે
Also You like to read
1 of 53

USA & State Government MOU 02

આ એમ.ઓ.યુ. અન્વયે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વાર્ષિક ૧૦ લાખ ટન કોર્ન અને ૩ લાખ ટન બાયો માસ ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રોટિન ફીડ ફોર એનીમલ્સ, બાયોફયુઅલ ઇથાનોલ, ઇડેબલ કોર્ન ઓઇલ અથવા બાયોડિઝલ ઉત્પાદન થવાનું છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્લાન્ટ ઝિરો લીકવીડ ડિસ્ચાર્જ પ્લાન્ટ હોવાને કારણે પર્યાવરણ જાળવણી થશે. બાયોફયુલ પ્રોજેકટ ર૪ થી ૩૦ મહિનામાં કાર્યરત થશે તેમજ ખેડૂતોની આવકમાં પણ આ પ્રોજેકટ વૃધ્ધિકારક બનશે. એટલું જ નહિ રાજ્ય અને દેશના G.D.P માં પણ વધારો થશે.

USA & State Government MOU 03

આ MoU સાઇનીંગ વેળાએ નાણાના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. સુશ્રી ડી. થારા, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. રાજકુમાર બેનિવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (સી.એમ.-આરઓ)

USA & State Government MOU 04 મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More