બાળકના ખોરાકમાં ચરબી, શર્કરા (sugar) તથા મીઠા (salt) નું પ્રમાણ મર્યાદિત રાખો. કારણ કે, આવા ખોરાકને લીધે અપચો અને અતિસાર (diarrhea) જેવી ટૂંકા ગાળાની તકલીફ અથવા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી લાંબા ગાળાની તકલીફ થઇ શકે છે. પેકેટ ફૂડસ જેમ કે ચિપ્સ, બેકરીમાં બનતી વસ્તુઓ, કૅક, તળેલી ખાદ્ય સામગ્રી, પેકીંગમાં મળતા ફળોના રસ વગેરેનું સેવન ટાળો. કારણ કે બાળકોના શરીરને એવા પદાર્થોની જરૂર નથી. વળી, એમાં ઘણા એવા હાનિકારક દ્રવ્યો, પ્રિઝર્વેટિવ્સ તથા ખાદ્ય રંગો હોય છે, જે બાળકને નુકસાન કરે છે. રસોઈની એવી પદ્ધતિ અપનાવો જેમાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય; જેમ કે, વરાળ અથવા પાણીમાં બાફીને અથવા શેકીને ખોરાક બનાવવો. બાળકોને દહીં, અથાણાં, ચિઝ, ડાર્ક ચોકલેટ, સફરજન, સિયામિલ્ક, ઑલિવ, જેવા પ્રોબાયોટિક ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરો; કારણ કે, આવા ખોરાક માં રહેલા ખાદ્ય બેક્ટેરિયા શરીરમાં પાચકરસ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જે પાચનતંત્રના દરેક અવયવને કાર્યદક્ષ બનાવે છે. બજારમાં આવા પ્રોબાયિટીક પૂરક આહાર પણ ઉપલબ્ધ છે; એના વિષે તમારા ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો. પ્રીબાયોટિક આહાર શરીરમાં રહેલા લાભદાયી બેક્ટેરિયાને પોષણ પૂરું પાડે છે. અનાજ, ઓટમીલ, કેળાં, ડુંગળી, લસણ અને મધ જેવા ખોરાકને પ્રેબાયોટિક આહાર કહી શકાય.
This content is locked
Login To Unlock The Content!