ભારતિય કૃષિ સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતે મગફળી ખેડુત મેળો યોજાયો

મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપનાની ૪૦મી વર્ષગાંઠે ધરતીપુત્રોએ મગફળીમાં થતાં રોગ અને તેના નિયંત્રણ વિષયે મેળવી જાણકારી

જૂનાગઢ તા.૦૧, જૂનાગઢ શહેરનાં ઈવનગર રોડ પર આવેલ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આઇ.સી.એ.આર મગફળી સંશોધન નિર્દેશાલય જૂનાગઢ ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ હતુ. એન.આર.સી.જીનાં જૂના નામે ઓળખાતી જૂનાગઢ સ્થિત મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા યોજાયેલ આ મેળામાં ગુજરાત રાજયનાં વિવિધ જિલ્લાઓમાંથી ૬૫૦ થી વધુ ખેડુતો સહભાગી બન્યા હતા.

Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 02
319

Get real time updates directly on you device, subscribe now.

ભારતિય કૃષિ સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતે મગફળી ખેડુત મેળો યોજાયો

જૂનાગઢ તા.૦૧, જૂનાગઢ શહેરનાં ઈવનગર રોડ પર આવેલ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આઇ.સી.એ.આર મગફળી સંશોધન નિર્દેશાલય જૂનાગઢ ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ હતુ. એન.આર.સી.જીનાં જૂના નામે ઓળખાતી જૂનાગઢ સ્થિત મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા યોજાયેલ આ મેળામાં ગુજરાત રાજયનાં વિવિધ જિલ્લાઓમાંથી ૬૫૦ થી વધુ ખેડુતો સહભાગી બન્યા હતા.

  • મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપનાની ૪૦મી વર્ષગાંઠે ધરતીપુત્રોએ મગફળીમાં થતાં રોગ અને તેના નિયંત્રણ વિષયે મેળવી જાણકારી
Related Posts
1 of 361

કૃષિ મેળાનો મુખ્ય હેતુ સમજાવતા ડો. રાધાકૃષ્ણન-ટી એ મગફળી સંશોધન કેન્દ્રની ૧ લી ઓક્ટોબર-૧૯૭૯થી થયે સથાપના બાદ આજે ૪૦મી વર્ષ ગાંઠ સુધીમાં ખેડુતલક્ષી કામગિરીની વિગતો આપતા જણાવ્યુ હતુ કે મગફળીનું ઉત્પાદન વધારવા વિવિધ સુધારેલ પધ્ધતિઓ, ખેડુતોને મગફળીમાં શ્રેષ્ઠ વ્યવસ્થાપન પધ્ધતિઓ અપનાવવા અને તેમની ખેતી પધ્ધતિમાં નવીન વિચારો રજુ કરવા માટે શિક્ષિત કરવા કૃષિ મેળો યોજાયો છે.વર્ષ ૨૦૦૯થી મગફળી સંશોધન નિર્દેશાલયનો દરજ્જો હાંસલ એવા આ કેન્દ્ર ખાતે મગફળીનાં પાકમાં જમીનજન્ય રોગ, મગફળીના પાકમાં કંઠનો સુકારો, મગફળીનાં થડમાં સુકારો, મગફળીનાં મુળમાં સડો, પાકેલી મગફળીના ડોડવામાં થતાં ભોટવા,(કેરીયેડોન સેરેટર)ની જીવચક્રની જાણકારી અને નિયંત્રણની થતી શોધ અને અમલીકરણ બાદ મળતા પરિણામોની વિગતો આપી હતી.

Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 01
Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 01

મેળામાં રાજયનાં વિવિધ પ્રાંતમાં થતી મગફળીનાં શ્રેષ્ઠ આવિશ્કારો અને મગફળીનાં નમુનાઓનું પ્રદર્શન ખેડુતો માટે પ્રેરણારૂપ બની રહ્યુ છે. કૃષિ મેળા દરમ્યાન વૈજ્ઞાનિકો ખેડુતોની ક્રિયા પ્રતિક્રિયા એટલે કે વિચાર ગોષ્ઠી તેમજ ખેડુતો દ્વારા અપનાવાયેલ નવી તકનીકોનું પ્રદર્શન તેમજ તેની સ્પર્ધા પણ ગોઠવવામાં આવેલ અને વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા.આણદપુર બગડુનાં ચંદુભાઇ ટીલવા, ધણફુલીયાનાં મનસુખભાઇ ચાવડા, આણંદપુરનાં ગીગાભાઇએ મગફળીનાં પાક વાવેતરમાં પોતાનાં અનુભવોને મગફળીમેળામાં આવ્યાનાં પ્રસંગ સાથે જોડી જ્ઞાનવર્ધન થયાની વાત દોહરાવી હતી. આલીધ્રા ગામનાં હર્ષાબેન ફળદુ, ભાણજીભાઇ પરસાણિયા, કીરીટભાઇ ભીમાણીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની કૃષિ લક્ષી નીતિઓની પ્રસંશા કરી કૃષિ વિકાસદરમાં કૃષિ ટેક્નોલોજી અને કૃષિ સંશોધનનું યોગદાન હોવાની વાત રજુ કરી લેબ ટુ લેન્ડની વાત રજુ કરી હતી.

Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 02
Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 02
Also You like to read
1 of 172

કાર્યશાળા બાદ ખેડુતોને પ્રાયોગિક ક્ષેત્રોમાં જાત માહિતી માટે લઇ જવામાં આવ્યા હતા. જયાં ખેડુતોએ મગફળી પર થઇ રહેલા સંશોધનો બાબતે કૃષિ વૈજ્ઞાનીકો પાસેથી માહિતી મેળવી હતી. આ તકે નિયામક ડો. રાધાકૃષ્ણને જણાવ્યુ હતુ કે મગફળીનાં પાક સંદર્ભે જો કોઇ ખેડુતને માર્ગદર્શન કે માહિતીની આવશ્યકતા જણાય તો ઈવનગર સ્થિત મગફળી સંશોધન નિર્દેશાલય ખાતેથી માહિતી મેળવી શકાશે.

ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે અંદાજે ૧૮થી ૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે. આ વાવેતર મુખ્યત્વે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૂકી ખેતી નીચે કે જ્યાં, વરસાદ ઓછો અને  અનિયમિત રીતે પડે છે ત્યાં કરવામાં આવે છે. રાજ્યમાં અગાઉ ઉભડી અને વેલડી એમ બે પ્રકારની મગફળીનું વાવેતર થતુ હતુ. જેમા ઉભડી અને વહેલી પાકતી મગફળીનો વિસ્તાર ૩૫ ટકા જેટલો છે અને તેની વરસાદની જરૂરીયાત ઓછી હોય છે જ્યારે, બીજા પ્રકારની મોડી પાકતી વેલડી મગફળીનો વિસ્તાર ૬૫ ટકા જેટલો છે અને તેની વરસાદની જરૂરિયાત વધુ છે પરંતુ, તાજેતરમા ભલામણ કરવામાં આવેલ અર્ધવેલડી પ્રકારની મગફળીની જાતો ઓછા તેમજ વધુ એમ બંને પ્રકારની વરસાદની પરિસ્થિતિમાં અનુકૂળ જણાયેલ છે.

Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 03
Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 03

આ તકે કાર્યક્રમનાં મુખ્ય મહેમાન અને મગફળી સંશોધન કેન્દ્રનાં પુર્વ નિયામક ડો. જે.બી.મિશ્રાએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના એટલે કે ૬૦થી ૭૦ ટકા વિસ્તારમાં મગફળીનું એકલા પાક તરીકે વાવેતર થતું હોવાથી તેમજ વરસાદ ઓછો અને અનિયમિત રીતે પડવાથી મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે મોટુ જોખમ રહેલુ હોય છે. જે ઘટાડવા માટે મગફળીના પાકનું એકલા પાક તરીકે વાવેતર નહીં કરતાં તુવેર, દિવેલા, તલ અને કપાસ જેવા પાકોને આંતરપાક તરીકે લેવા જોઈએ. આમ કરવાથી મગફળીના એકલા પાકનું જોખમ ઘટે છે એટલું જ નહીં પરંતુ, એકલા મગફળીના પાક કરતાં આંતરપાક લેવાથી વધુ નફો પણ મેળવી શકાય છે.સાથે બે ચાસ વચ્ચે કે પાકનાં નીયત અંતરે બેડશીટ બનાવી જળસંયનાં ખ્યાલને અપનાવવામાં આવે તો અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીમાં પાકને થતુ નુકશાન નિવારી શકાય છે.

કાર્યક્રમનાં અતિથી અને કૃષિ યુનિ. જૂનાગઢનાં કૃષિ ઈજનેરી કોલેજનાં આચાર્ય ડો. નરેન્દ્ર ગોંટીયાએ ઉપસ્થિત ખેડુતોને જળવ્યવસ્થાપન વિષયે જાણકારી આપી નવિનત્તમ કૃષિ યાંત્રીકરણની શોધોને પોતાનાં ખેતરમાં અપનાવવા જણાવ્યુ હતુ. તો વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. વી.વી.રાજાણીએ મગફળીનાં પાકમાં ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા ચાવીરૂપ જાણકારી આપી હતી. જિલ્લા પંચાયતનાં સહાયક ખેતીવાડી અધિકારી એસ.કે.ચાવડાએ જૈવીક ખેતીથી ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેની સમજ આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ધોરાજીનાં કૃષિ વૈજ્ઞાનીક ડો. ડી.વી.જેઠવાએ મગફળીનાં સંગ્રહ તેમજ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વીશે વિગતો આપી હતી. આ તકે મેળામાં કૃષિ. યુનિ.નાં ડો.વીનુભાઇ કાછડીયા, મોહનભાઇ વાડોદરીયાએ જળવાયુ પરિવર્તનનાં કારણે અતિવૃષ્ટી-અનાવૃષ્ટી ખેડુતો માટે લાંબાગાળાનાં આયોજનો સુચવે છે જેના કારણે આવનાર દિવસોમાં ખેતીને સમજણપુર્વક વૈજ્ઞાનીક અભિગમથી ખેતીખર્ચ ઘટાડી સંશોધિત નવિનત્તમ યાંત્રીક ઉપકરણોથી થાય તે દીશામાં માર્ગદર્શન આપ્યુ હતુ. કાર્યક્રમનાં અંતે ખેડુતો સાથે ચર્ચાસભા યોજી તેમનાં દરેક પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યુ હતુ.

Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 04
Bharatiy Krushi Sansodhan Kendr Junagadh Khate Magaphai Khedut Melo Yojayo 04

કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, સલાહકાર સમિતીનાં મહેન્દ્રભાઇ પીઠીયા અને વજુભાઇ હીરપરા સહીત વિવિધ વિસ્તારનાં આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલ પ્રયોગશીલ ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય વૈજ્ઞાનીક ગુપ્તા, સહાયક યતીન કારીયા, સહિત કૃષિ અનુસંધાન કેન્દ્રનાં વૈજ્ઞાનિકશ્રીઓ, અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે આભાર દર્શન શ્રી પી.વી.ઝાલાએ કર્યુ હતુ.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More