2378×295

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવાયો

160×600
160×600
416

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવાયો

Related Posts
1 of 284

દેશની દરિયાઇ સીમા સુરક્ષાની સાથે સાથે કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરી માટે ભારતીય તટરક્ષક દળ હંમેશા તત્પર અને તહેનાત રહે છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાની સાથે ગુજરાત લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેના પરિણામે સમગ્ર દેશમાં ખૂબજ મહત્વનું ભૌગોલિક સ્થાન પણ ધરાવે છે, તેમ, ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળના તા.૧ ફેબ્રુઆરીએ ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.

Indian Coast Guard 01

  • દેશની દરિયાઇ સીમા સુરક્ષાની સાથે સાથે આપત્તિ સમયે બચાવ કામગીરી માટે તટરક્ષક દળ હંમેશા તત્પર :- રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી

Indian Coast Guard 02

રાજ્યપાલ શ્રી કોહલીએ તટરક્ષક દળના સ્થાપના દિવસ નિમિત્તે અધિકારીઓ અને જવાનોને શુભેચ્છા અને અભિનંદન આપતાં કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કિનારે એક રાષ્ટ્રીય કક્ષાનું અને ૪૨ નાના-મધ્યમ કક્ષાના બંદરો આવેલા છે.

Indian Coast Guard 03

વૈશ્વિક કક્ષાની ઓઇલ રિફાઇનરી, દરિયાઇ કુદરતી સંપત્તિ, માછીમારી વ્યવસાય અને સમુદ્રી વ્યાપારમાં ગુજરાતનો સમુદ્રી કિનારો મહત્વનો છે.

Indian Coast Guard 04

Also You like to read
1 of 98

આધુનિક ટેક્નોલોજીની મદદથી સમુદ્રી ઘુસણખોરી અટકાવવા, માછીમારોના રક્ષણ, સમુદ્રી પ્રદૂષણ અટકાવવા જેવા અનેક ક્ષેત્રોમાં સુરક્ષા અને સલામતી જાળવવા ભારતીય તટરક્ષક દળના જવાનો હંમેશા દેશ સેવામાં તૈયાર રહે છે.

Indian Coast Guard 05

તટરક્ષક દળના જવાનોએ તટરક્ષકના ધ્યેય મંત્ર ‘વયમ રક્ષામ’- We Protect ને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે તેમ, રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.

Indian Coast Guard 07

રાજ્યપાલશ્રીના હસ્તે પ્રથમવાર રાજભાષા હિન્દીમાં તટરક્ષક દળની ‘વર્ષ ૨૦૧૮-૧૯  તટરક્ષક વિવરણીકા નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

Indian Coast Guard 06

આ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ મુખ્યાલયના  આઇ.જી. શ્રી રાકેશ પાલ-PTM-TM, સ્વાકના વડા શ્રી એચ.એસ.આરોરા,રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર, તટરક્ષક દળના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ દળોના ઉચ્ચ અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારજનો  ઉપસ્થિત રહ્યા હતા. (જનક દેસાઇ)

Indian Coast Guard 08

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More