ભીલાડ અને સોનગઢ ચેકપોસ્‍ટ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેકટનું લોકાર્પણ

670

Get real time updates directly on you device, subscribe now.

ભીલાડ અને સોનગઢ ચેકપોસ્‍ટ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેકટનું લોકાર્પણ

Related Posts
1 of 297

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પુલવામામાં આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપીને દેશના જવાનોએ શૌર્ય બતાવ્‍યું છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશને વિકાસનો સાચો રાહ બતાવ્‍યો છે. વડાપ્રધાનશ્રીએ નામુમકીનને મુમકીન બનાવીને દેશમાંથી આંતકવાદ મીટાવવા વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્‍યો છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્‍યું હતું.

CM at Bhilad 01

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

  • વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વિકાસ સાથે દેશની કરવટ બદલી છે :
  • સરકારે વન અધિકાર ધારા હેઠળ સવાલાખથી વધુ આદિવાસીઓને જમીનના માલિકો બનાવીને સલામતી આપી છે
  • વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશને સાચી દિશા આપી છે : આંતકીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપીને સૈનિકોએ શૌર્ય બતાવ્‍યું છે, દેશમાં દેશભકિતનો માહોલ ઊભો થયો છે.

CM at Bhilad 02

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે

  • વન અધિકાર અધિનિયમ હેઠળ ૧પ૮૯ લાભાર્થીઓને ૧પ૦૦ એકરથી વધુ જમીનના હક્કપત્રકો એનાયત
  • ભીલાડ અને સોનગઢ ચેકપોસ્‍ટ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેકટનું લોકાર્પણ
  • વન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ આઠ સ્‍વસહાય જૂથોને રૂા. પ લાખના ચેક વિતરણ
  • જિલ્લાના ૪૦૦ યુવા મંડળોને ક્રિકેટ અને વોલીબોલ કીટનું વિતરણ :

CM at Bhilad 03

વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અનેકવિધ પ્રકલ્‍પો પ્રજાને સમર્પિત કર્યા છે. એશિયાની સૌથી મોટી હોસ્‍પિટલને અત્‍યાધુનિક બનાવીને લોકસેવા માટે સમર્પિત કરી છે.

CM at Bhilad 04

અસંગઠિત મજદૂરોને વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્‍શન સહિત અનેક લાભો આપ્યા છે. વડાપ્રધાન કિસાન સન્‍માન નિધિ યોજના અને આયુષ્‍માન ભારત જેવી ગરીબોને હિતાર્થે અનેક યોજનાઓ દ્વારા નામુમકીન ને મુમકીન કરીને તેઓ દેશને વિકાસને માર્ગે લઇ ગયા છે.

CM at Bhilad 05

પારદર્શક વહીવટી સાથે સરકાર દ્વારા લોકહિતના અનેક કાર્યો થઇ રહયા છે. જેના માટે લોકાભિમુખ વહીવટ, અને ભ્રષ્‍ટાચાર નાબુદી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસરકારક પગલાંઓ લેવાઇ રહ્યા છે. એન.એ.ની પ્રક્રિયા ઓનલાઇન કરીને પ્રજાહિતના નિર્ણાયક પગલાંઓ લીધા હોવાનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ ભારપુર્વક જણાવ્‍યું હતું.

CM at Bhilad 06

ભિલાડ ચેકપોસ્‍ટનું અત્‍યાધુનિક ઓટોમાઇઝેશન કરીને રાજ્ય સરકારે નવી પહેલ કરી છે. અગાઉ ચેકપોસ્‍ટની આવક ૧પ૦ કરોડ થતી હતી જ્યારે આજે આ આવક બમણી થઇને ૩૦૦ કરોડ થઇ હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે વન અધિકાર અધિનિયમ હેઠળ ૧પ૮૯ વનવાસી લાભાર્થીઓને ૧પ૭૦ એકમ જમીનના હક્કપત્રો આપવામાં આવ્‍યા હતા. ધરમપુર તાલુકાના  ૮૭૨, કપરાડા તાલુકાના ૬પ૭ તેમજ ઉમરગામ તાલુકાના ૬૦ લાભાર્થીઓને હક્કપત્રો અપાયા હતા.

CM at Bhilad 07

Also You like to read
1 of 122

ગુજરાતની ચેકપોસ્‍ટનો માનવીય હસ્‍તક્ષેપ સિવાયનો પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ કરવા માટે ગુજરાત સરકારે ચેકપોસ્‍ટ પરથી પસાર થતા વાહનોને વજન, લંબાઇ, પહોળાઇ, ઊંચાઇ અને ટેક્ષની વિગતો ઓટોમેટિક પ્રાપ્‍ત થાય તે માટે સીસ્‍ટમ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેકટનો અમલ કરાયો છે.

CM at Bhilad 08

મહિલાઓને આજીવિકા વૃદ્ધિ માટે મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે વન વિભાગની સ્‍વસહાય જૂથની મહિલા સભ્‍યોને રૂા. ૩પ લાખ જેટલી માતબર રકમની સહાયના ચેકો અર્પણ કરાયા હતા. વલસાડ જિલ્લાના ૪૦૦ સ્‍વામી વિવેકાનંદ મંડળોને ક્રિકેટ-વોલીબોલ કીટનું વિતરણ પણ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

CM at Bhilad 09

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, અગાઉની સરકારોએ આદિવાસીઓને જમીનના હકકો આપ્‍યા ન હતા. આ સરકારે સવાલાખથી વધુ લોકોને જમીનના માલિકો બનાવીને સલામતી આપી છે, એ આદિવાસી ક્ષેત્રના વિકાસની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજય સરકારે સ્‍વામી વિવેકાનંદ મંડળોને ૨૦ હજાર કીટ્‍સ આપીને ગુજરાતના યુવાનો વાયબ્રન્‍ટ બની, કૌશલ્‍ય બતાવે તે માટે વ્‍યવસ્‍થા કરી છે.

CM at Bhilad 10

જયાં માનવી ત્‍યાં સુવિધા, વિવાદ નહી સંવાદ સાથે સરકાર કાર્ય કરી રહી છે, ત્‍યારે આપણે સૌ ભેગા મળી વલસાડ જિલ્લો વિકાસમાં અગ્રેસર બને એવા પ્રયત્નો કરીએ તેવી વિભાવના મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કરી હતી. વાપી બિલ્‍ડર એસોસિએશન દ્વારા રૂા.૨.પ૦ લાખનો ચેક શહીદો માટે મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરાયો હતો.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભિલાડ અને સોનગઢ ચેકપોસ્‍ટના સીસ્‍ટમ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેકટનો શુભારંભ કરી લીલીઝંડી બતાવીને વાહનોને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ અવસરે વાહનવ્‍યવહાર રાજ્‍યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી શ્રી રમણલાલ પાટકર, સાંસદશ્રી ડો. કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણિલાલ પટેલ, ધારાસભ્‍યો સર્વેશ્રી ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ સહિત મહાનુભાવો જોડાયા હતા.

CM at Bhilad 11

રાજય સરકારે લોકકલ્‍યાણની યોજનાઓ થકી આદિવાસી ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી હોવાનું રાજય આદિજાતિ મંત્રી શ્રી રમણભાઇ પાટકરે જણાવી ઉમેર્યું હતું કે, સરકારની અસરકારક નીતિના કારણે ગ્રામીણક્ષેત્રની આર્થિક રીતે કાયાપલટ થઇ છે. ગ્રામીણક્ષેત્રમાં વિકાસની માળખાકીય સવલતો આપી છે.

CM at Bhilad 12

ઉમરગામ, કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી ખેડૂતોને ૧પ૦૦ એકરથી વધુ જમીન વન અધિકાર હેઠળ આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા હકારાત્‍મકતા સાથે લોકપ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્‍યો હોવાનું રાજય આદિજાતિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. તેમણે રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

CM at Bhilad 13

વલસાડ કલેકટર શ્રી સી.આર.ખરસાણે સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નાહુલી હેલીપેડ ખાતે આવી પહોંચેલા મુખ્‍યમંત્રીશ્રીનું કલેકટર શ્રી સી.આર.ખરસાણ દ્વારા ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વાહન વ્‍યવહાર કમિશનર શ્રી વી.પી.પટેલ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા. (જિતેન્દ્ર રામી)

CM at Bhilad 14

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More