2378×295

મકર સંક્રાંતિ : રંગ-બેરંગી પતંગોથી શણગારેલું આકાશ

160×600
160×600
377

Get real time updates directly on you device, subscribe now.

મકર સંક્રાંતિ : રંગ-બેરંગી પતંગોથી શણગારેલું આકાશ

Related Posts
1 of 284

મિત્રો મકર સંક્રાંતિ આવી રહી છે, આકાશ તમને રંગ-બેરંગી પતંગોથી શણગારેલું જોવા મળશે, બાળકો થી લઈને મોટેરાઓમાં પતંગ ઉડાડવાની હોડ જોવા મળશે. હા મિત્રો અહી અમે ઉતરાયણ વિશેની જ વાત કરી રહ્યા છીએ. આમ, બાળકો અને મોટેરાઓ પતંગોનો આનંદ માણશે જ. મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવાનો આનંદ અનોખો હોય છે. જે આપણા પ્રયાસોને નવી ચેતના આપે છે, ઉપરાંત તે આપણી અંદર ઉત્સાહ અને ઉમંગોની લહેરખી જગાડે છે.

જો કે, આ તહેવાર દરેક માટે ખુશીયો લઈને આવે છે, આમ, તમે અને તમારો પરિવાર, મિત્રો વગેરે આ તહેવાર પર પતંગબાઝી કરી જ રહ્યાં હશો માટે કેટલીક સાવધાની કે કાળજી જરૂરથી લેવી. નહિંતર, આ તહેવાર તમારી ખુશીઓને દુઃખમાં પરિવર્તિત કરી દેશે વાસ્તવમાં, આવા પ્રસંગો વખતે દર વર્ષે અકસ્માતો, આંખને નુકસાન અને ગળામાં કાપા પડવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેથી જ, થોડી સાવધાની રાખીને, તમે તંદુરસ્ત અને સુરક્ષિત રીતે આ તહેવારની ઉજવણી કરી શકો છો. ક્યારેક આપણા માટે આ ખુશીનો પર્વ થાય પરંતુ બીજી બાજુ કેટલાક લોકો માટે તે ગમમાં પણ બદલી શકે છે.

હકીકતમાં, પતંગોનો માંઝો ફક્ત તમારા હાથને જ નહિ પણ તેનાથી ગળુ કપાવવાની, વાહનમાં અટવાઇને અકસ્માત જેવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. ચાલો આપણે જાણીએ એવી કેટલીક ટીપ્સ વિશે જેથી કરીને  તહેવારમાં તમારો અને તમારા પ્રિયજનોનો આનંદ બગાડે નહી.

Also You like to read
1 of 174

ચીની માંઝો : બજારમાં પોતાની મજબૂત પક્કડ બનાવેલ ચીની વસ્તુઓમાનું એક છે ચીની માંઝો ખૂબ જ ખતરનાક છે. ચીનનો માંઝો પ્લાસ્ટીકના દોરા પર ગ્લાસ કોટેડથી લગાડેલો હોય છે. ભૂલથી જો આ દોરો હાથમાં પકડીએ અને ઘર્ષણ થાય તો તરત જ હાથમાં કાપો પડી જાય છે. આ માંઝાને કારણે ગળું કપાવવાની ઘટના પણ ઘટી શકે છે. તે સિવાય અબોલ પક્ષીઓને પણ ધા વાગી શકે છે. આથી જ આ સમય દરમ્યાન વાહન ચાલકોએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ અને ચહેરો તેમજ ગળાના ભાગને રક્ષણ મળે તેવું કઈંક કરવું જોઈએ.

બાળકોનું ધ્યાન રાખો : બાળકોને પતંગ ઉડાડવા કરતાં તેને લૂંટવાની વધારે મજા આવતી હોય છે, બાળકોમાં પતંગ લુંટવાની હોડ લાગે છે. આવું કરતા સમયે ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે. આથી બાળકોનું આ સમયે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેને એક્લા બહાર ન જવા દો. ક્યારેક બજારમાં બાળક તમારી સાથે હોય અને પતંગ ઉડતી કે કપાઈ ગયેલી જોઇને બાળક તે લેવા લલચાય ત્યારે ભૂલથી પણ તેનો હાથ ન છોડો. બાળકને સમવો કે આવું કરવું ક્યારેક જીવલેણ પણ બની શકે. એ સિવાય ઘણા લોકો ગ્લાસ કોટેડ માન્ઝાનો ઉપયોગ પણ કરતાં હોય છે. આ માંઝો ખૂબ જ શાર્પ હોય છે, આથી બાળકોને ગ્લાસ કોટેડ નહિ સાધારણ દોરો આપો.

પતંગબાઝી પૂર્ણ થયા પછી વધેલા દોરને અહીં તહીં ન ફેંકવા. તે અન્ય લોકોના હાથ, પગ અને વાહનમાં તો ક્યારેક પશુ પક્ષીઓનાં પગ અને પાંખોમાં વિટાઈ જવાને લીધે મુશ્કેલી ઉત્દ્ભવે છે.

એ સિવાય ખાસ ધ્યાન રાખો કે પતંગ ઉડાડવાની શરૂઆત કરો તે પહેલા તમારી આસપાસ જરૂરથી ચકાસી લો. ફેન્સીંગ વગરની અગાસીએથી પતંગ ન ઉડાડો, કારણ કે દર વર્ષે પતંગ ઉડાડતા સમયે અગાસી પરથી પડી જવાના ઘણા કેસો સામે આવે છે. તેથી સાવધાની જરૂરથી રાખો. તેમજ પતંગ સાંજના સમયે ન ઉડાડો કારણ કે સાંજે પક્ષીઓ પોતાના માળામાં જવા માટે આકાશમાં આમ થી તેમ ફરતા હોય છે જેથી કરીને તેમને નુકશાન ન થાય.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More