2378×295

મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી શિક્ષિત યુવાનોને નોકરી-રોજગારી અપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

160×600
160×600
23

Get real time updates directly on you device, subscribe now.

મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી શિક્ષિત યુવાનોને નોકરી-રોજગારી અપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

Related Posts
1 of 284

મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી રાજ્યના શિક્ષિત યુવક-યુવતીઓને નોકરી-રોજગારી અપાવવા રાજય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા રાજયભરમાં કુલ ૨૩ જેટલા મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજીને નોકરી-રોજગારી ઈચ્છુક શિક્ષિત અને કૌશલ્યવાન યુવાનોને સ્થળ પર જ ઇન્ટરવ્યુના માધ્યમથી તેમની લાયકાતના આધારે કંપનીઓ દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પ આગામી તારીખ ૧૩મી ફેબ્રુઆરી-૨૦૧૯ સુધી વિવિધ સ્થળો પર યોજાશે તેમ, કોમર્સ કોલેજ ગાંધીનગર ખાતે મેગા પ્લેસમેન્ટ કાર્યક્રમનો શુભારંભ કરાવતા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

  • મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી શિક્ષિત યુવાનોને નોકરી-રોજગારી અપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • ગાંધીનગર ખાતે આયોજીત મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ૪૫ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૩૦૩ યુવાનોની પસંદગી કરાઈ

શિક્ષણમંત્રીશ્રીએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકારે સંકલન કરીને નોકરીદાતા અને નોકરી ઇચ્છુકને મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી એક જ સ્થળે શ્રેષ્ઠ મંચ પૂરું પાડ્યું છે. રાજયના શિક્ષણ વિભાગે કંપનીઓ અને ઉદ્યોગોની આજની જરૂરિયાત મુજબના વિવિધ આધુનિક-ટેકનિકલ કોર્સ શરૂ કર્યા છે. જેના પરિણામે આજે યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની મહત્તમ તકો ઉપલબ્ધ થઈ રહી છે. નોલેજ અને સ્કિલના માધ્યમથી જ યોગ્ય રોજગારી-નોકરીઓ ઉપલબ્ધ થાય છે.

Mega Placement Camp 01

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોને રોજગારીની તકો મળી રહે તે હેતુથી સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ અને મેક ઇન ઇન્ડિયા જેવા નવા અભિયાનો હાથ ધર્યા છે, જેનો લાભ આજે દેશના યુવાનોને પ્રાપ્ત થઈ રહ્યો છે. જોબ ગિવર અને જોબ સિકરને એક જ મંચ પર લાવીને યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવનાર ગુજરાત પ્રથમ રાજય છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ કેમ્પમાં ઉપસ્થિત રોજગાર-નોકરી ઇચ્છુક વિદ્યાર્થીઓ યુવાનો અને નોકરીદાતા કંપનીઓને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

મેગા પ્લેસમેન્ટ કેમ્પના ઉદઘાટન પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સાત યુવક-યુવતીઓને વિવિધ કંપનીઓમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. જયારે દિવસ દરમિયાન કુલ ૧૧ કોલેજોના ૯૬૨ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૭૭ વિદ્યાર્થીઓને શોર્ટ લિસ્ટ કરીને ૪૫ કંપનીઓ દ્વારા ૩૦૩ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.

જીઆઇડીસીના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે નોકરી ઈચ્છુક યુવાનો અને નોકરી દાતા કંપનીના પ્રતિનિધિઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીએ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકીને યુવાનોને વિવિધ ક્ષેત્રે રોજગારીની મહતમ તકો ઉપલબ્ધ કરાવી છે. રાજય સરકારે પણ કૌશલ્ય વિકાસ માટે અનેકવિધ નવી નવી સંસ્થાઓ અને કોર્સ શરૂ કર્યાં છે. મહિલાઓ માટે પણ ખાસ ઔદ્યોગિક પાર્ક શરૂ કરવામાં આવ્યા છે જેના થકી રોજગારીની અનેકવિધ તકો ઉપલબ્ધ થઈ રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Also You like to read
1 of 44

Mega Placement Camp 03

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, અગાઉ માત્ર ખાનગી કોલેજોમાં કેમ્પસ ઈન્ટરવ્યું થતાં હતાં પણ હવે રાજય સરકારે મેગા પ્લેસમેન્ટ કેમ્પ થકી સરકારી કોલેજોના વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં જ કેમ્પ દ્વારા વિવિધ કંપનીઓના માધ્યમથી નોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજે આ કેમ્પમાં ઉપસ્થિત

વિદ્યાર્થીઓ કરતાં વિવિધ કંપનીઓમાં નોકરી માટેની જગ્યાઓ વધુ છે. વિદ્યાર્થીઓના કૌશલ્ય અને અભ્યાસ મુજબ કંપનીઓ નોકરી આપી રહી છે. આ પ્રસંગે કેમ્પમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓને અભિનંદન આપ્યા હતા.

ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી એલ.પી. પાડલિયાએ સ્વાગતવિધિ કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે શિક્ષણમાં ગુણવત્તાની સાથે અનેકવિધ રિફોર્મ અને સંશોધન કર્યાં છે, જેના પરિણામે આજે ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર રાજય છે. આજે ગાંધીનગર ઝોનના મેગા પ્લેસમેન્ટમાં ૧૧ જેટલી કોલેજો ભાગ લઈ રહી છે. કેમ્પમાં ઉપસ્થિત ૪૦ થી ૪૫ કંપનીઓની હાજરીથી મહતમ યુવાનોને નોકરી ઉપલબ્ધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને શ્રી પાડલિયાએ તમામને નોકરી માટે શુભેચ્છાઓ આપી હતી.

Mega Placement Camp 02

કોમર્સ કોલેજના આચાર્ય શ્રી એસ.જી. દેસાઈએ આભારવિધિ કરી હતી. શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ જગ્યાઓ માટેની માહિતી દર્શાવતી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. શહીદ સ્મૃતિ દિન નિમિતે શહિદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી જતીન સોની, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રોફેસર્સ, ફેકલ્ટીઝ, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, નોકરી ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. (જનકદેસાઈ)

Mega Placement Camp 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More