- Advertisement -

રાજકોટના ગગનમાં ગુજરાતની બેટી કેપ્ટન ચાંદની મહેતા એરો સ્પોર્ટસ એર-શોમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી

૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી-૨૦૨૦

આગામી તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થનાર છે. જેને ભવ્યાતિભવ્ય અને અવિસ્મણીય બનાવવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શનમાં તમામ વિભાગો રાજય સરકારની રાહબરી હેઠળ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.

Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 01

- Advertisement -

- Advertisement -

51

Get real time updates directly on you device, subscribe now.

૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી-૨૦૨૦

રાજકોટના ગગનમાં “ગુજરાતની બેટી” કેપ્ટન ચાંદની મહેતા “એરો સ્પોર્ટસ એર-શો”  મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતીમાં કરશે | હેલીકોપ્ટર, નાના અને મધયમ કક્ષાના એરક્રાફટ દ્વારા અદભૂત અને દિલધડક કરતબો, પેરાસેઇલીંગ તથા એરો મોડલીંગનું નિદર્શન રાજકોટની જનતા નિહાળશે

આગામી તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થનાર છે. જેને ભવ્યાતિભવ્ય અને અવિસ્મણીય બનાવવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શનમાં તમામ વિભાગો રાજય સરકારની રાહબરી હેઠળ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.

Related Posts
1 of 439

તા. ૧૮મી ની સાંજે ૪-૦૦ થી ૪-૪૫ કલાક દરમિયાન રાજકોટના ગગનમાં રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ચારચાંદ લગાવે તેવો ન્યુ રેસકોર્ષ-૨ (સેકન્ડ રીંગરોડ)  ખાતે અદભુત અને રોમાંચીત કરે તેવો દિલધડક એરોસ્પોર્ટસ એર – શો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાશે.

સિવિલ એવીએશન વિભાગ દ્વારા આયોજીત આ ઇવેન્ટ “ગુજરાતની બેટી” એવી અમદાવાદની કેપ્ટન ચાંદનીની રાહબરી હેઠળ તેમની સમગ્ર ટીમ દ્વારા યોજાશે. એર- શોના મુખ્ય આકર્ષણો જોઇએ તો હેલીકોપ્ટર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને  પુષ્પવર્ષા કરી આવકારશે. મધ્યમ અને નાના એરક્રાફટ તથા હેલીકોપ્ટર દ્વારા નીચા ઉડાણે અદભૂત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવાશે. જે તમામ રાજકોટવાસીઓના રોમેરોમને રોમાંચિત કરી દેશે. આ ઉપરાંત પ્રકાશિત હોટએર બલુન દ્વારા ૩૦૦ ફીટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં આવશે. પેરામોટરીંગમાં ૫૦૦ ફીટની ઉંચાઇ સધી બેક પેક ફલાઇંગ દર્શાવાશે. રેડીયો કંટ્રોલ્ડ એરોપ્લેન મોડલ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું ૧૦૦ ફીટની ઉંચાઇ સુધી એરો મોડલીંગનું નિદર્શન યોજાશે. ૧૦૦ ફીટની ઉંચાઇ સુધી દિલધડક પેરા સેઇલીંગનું પણ નિદર્શન કરાશે. આ તમામ એરો સ્પોર્ટસ એર-શોના નિદર્શનો રાજકોટવાસીઓનું નિઃશંક મનમોહી લેશે. આ પ્રકારનો એર-શો ઉત્તમ પ્રકારના એરમોડલો સાથે સર્વપ્રથમ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે યોજાનાર છે. કેપ્ટન ચાંદની મહેતા, કેપ્ટન રાજેશ અને તેમની સમગ્ર ટીમ આ અદભૂત અને રોમાંચક એર – શોની તૈયારીઓમાં પુરા જોમ અને જુસ્સા સાથે તૈયારીઓ આરંભી દીધી છે. આ રોમાંચક અને શ્વાસ થંભાવી દે તેવા કરતબો દર્શાવનાર ટીમમાં ૫૦થી વધુ સભ્યો ભાગ લેનાર છે.

Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 04
Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 04

ઉપરોકત કાર્યક્રમ તા. ૧૮મી જાન્યુઆરીના રોજ નિહાળવા જાહેર જનતાને વહિવટીતંત્ર દ્વારા નીમંત્રણ પાઠવવામાં આવેલ છે. ગુજરાતનું ગૌરવ અને સ્વયંસિધ્ધા કેપ્ટન ચાંદની મહેતા : ગુજરાતી મહિલાની આકાશી ઉડાન | ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અન્વયે થનાર એરોસ્પોર્ટસ એર – શો ઇવેન્ટના મુખ્ય રાહબર અને નેતૃત્વ લેનાર વર્ષ ૨૦૧૭માં સ્વયંસિધ્ધા ફાઉન્ડેશન દ્વારા “ગુજરાતની બેટી” એવોર્ડથી સન્માનીત એવા કેપ્ટન ચાંદની દિલીપભાઇ મહેતા તેમની આ સફર વિશે જણાવે છે કે અમદાવાદમાં સ્થિત ગુજરાત સરકારના રોડ અને બિલ્ડીંગ વિભાગમાંથી નિવૃત થયેલા પિતા દિલિપભાઇ મહેતા અને અમદાવાદની શાળાના પ્રિન્સીપાલશ્રી નલીનીબેન મહેતાના પરિવારમાં લાડકોડથી ઉછરેલી દિકરી તરીકે તેઓને માતાપિતાએ હરહંમેશ તેને કંઈક નવું અને અલગ કરવાની સતત પ્રેરણા આપી છે.

Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 03
Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 03
Also You like to read
1 of 108

જેના કારણે  ચાંદનીએ પોતાના શાળાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ બી.એનો અભ્યાસ પુર્ણ  કર્યો. આ અભ્યાસ કાળ દરમિયાન જ તેઓએ એન.સી.સી. એર સ્કવોર્ડન માં જોડાઇ વર્ષ ૧૯૯૩માં સમગ્ર ગુજરાતમાં ગર્લ્સમાં બેસ્ટ કેડેટનો ખિતાબ તથા સીનીયર કેડેટ અન્ડર ઓફીસરની સર્વોચ્ચ રેન્ક મેળવી હતી. આ સાથે એન.સી.સી. પાવર ફલાંઇગનું પ્લેટફાર્મ મેળવ્યું હતું. વડોદરા સ્થિત ગુજરાત એરફલાઇંગ કલબમાંથી પ્રાઇવેટ પાઇલોટની તાલીમ મેળવી હતી. જયારે દરેક ગુજરાતી યુવતીની એર હોસ્ટેસની કેરીયર પસંદ કરતી હતી. ત્યારે કેપ્ટન ચાંદનીને પ્રોફેશનલ પાઇલોટના મહિલાઓ માટેના કઠીન એવા  ક્ષેત્રને પોતાના કેરીયર તરીકે પંસદ કરવાની પ્રેરણા મળી હતી. આ માટે તેઓએ અમેરીકા સ્થિત મેકોન જયોર્જીયા માં સાઉથઇસ્ટર્ન એરોનોટીકસ સંસ્થા ખાતે સધન તાલીમ મેળવી પ્રોફેશનલ પાઇલોટ તરીકેનું લાયસન્સ મેળવ્યું હતું. ત્યારબાદ દેશમાં પરત આવી DGCA માંથી કોર્મશિયલ પાઇલોટનું ઇન્ડીયન લાયસન્સ મેળવ્યું હતું.

Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 02
Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 02

વિશેષ પ્રેરણા

તેઓ ગર્વભેર જણાવે છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના કૌશલ્યને પારખીને તેઓને માતૃભૂમિમાં રહીને તેમની આ પ્રોફેશનને નિખારવા તથા અન્યોને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા આપી. તે માટે પ્લેટફોર્મ આપ્યું. તેઓ હાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સિવિલ એવીએશન ઇલેકટ્રોનિકસ કે જે સિવિલ એવીએશન ક્ષેત્રેની મોટી તાલીમ સંસ્થા છે તેઓ સાથે જોડાઇને સમગ્ર એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત અને દુબઇમાં પાયલટ તરીકેની અત્યાધુનિક ટ્રેનીંગ આપે છે. ગુજરાતી મહિલા તરીકે તેઓ આ બાબતે ગૌરવ અનુભવે છે.

સિધ્ધીના સોપાનો

“ગુજરાતની બેટી”ના વિશેષ એવોર્ડ ઉપરાંત તેઓ વર્ષ ૨૦૧૭માં ૮મી માર્ચે  આંતરરાષ્ટ્રીય મહિલા દિને એવીએશન ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાન માટે સન્માનીત કરાયા હતા. વર્ષ ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય મહિલા દિને તેઓને ભારત સરકારના સિવિલ એવીએશન મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા તેમના એવીએશન ક્ષેત્રની નોંધપાત્ર કામગીરી માટે ખાસ સન્માનીત કરાયા હતા. તેઓ પોતાની એવીએશન ક્ષેત્રની કંપની એથર સોલ્યુશન એન્ડ સર્વીસ સફળતાપૂર્વક ચલાવી રહયા છે.

Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 01
Rajkot Na Gagan Ma Gujarat Ni Beti Captain Chandni Mehta Aero Sports Air Show Ma Mukhyamantri Ni Upasthiti 01

એક ગુજરાતી સ્વંયસિધ્ધા અને આજના યુવાઓ માટે યુથ આઇકોન તરીકે તેઓ દેશની અન્ય યુવતીઓને માહિતી ખાતાની ટીમ દ્વારા ખાસ સંદેશ પાઠવતા જણાવે છે કે આપણા દેશમાં યુવાઓ તથા યુવતીઓને આગળ વધવા માટે સરકાર દ્વારા પુરતી અને મુકત તકો મળી રહે છે. બહાદુર બનો, આત્મવિશ્વાસ રાખો અને તમારૂં ધ્યાન તમારા લક્ષ્ય અને સપના પર કેન્દ્રિત કરો. તમે શું કરવા માંગો છો તે પસંદ કરો અને તેના માટે પુરા પ્રયત્નો કરો.કારકિર્દીની કે જીવનની કોઈપણ મુશ્કેલીમાં ક્યારેય હતાશ થશો નહી. સફળતા માટે કોઈ શોર્ટકટ્સ નથી, માત્ર પરિશ્રમ અને લક્ષ્ય પ્રત્યેનો દ્રઢ નિશ્ચય સાથે કરેલુ કામ જ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેઓએ ધરેલું મહિલાઓને ગૃહકાર્ય સાથે તેમના મનપસંદ ક્ષેત્રમાં  કૌશલ્યોને નિખારવા અનુરોધ કર્યો હતો. આ સાથે નિર્ણાયક નેતા મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં  એરોસ્પોર્ટસ એર-શો કરવાની તક આપવા બદલ મુખ્યમંત્રીશ્રી, જિલ્લા વહિવટીતંત્રનો અને રાજય સરકારનો  આભાર વ્યકત કર્યો હતો. (આલેખન :- રશ્મિન યાજ્ઞિક, રાજ લકકડ, માહિતી બ્યુરો રાજકોટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More