રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

365

Get real time updates directly on you device, subscribe now.

ઉત્તરાયણ પર્વ પૂર્વે રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

Related Posts
1 of 237

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જે પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે.

Uttarayana 07

  • સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત જ પક્ષીઓની મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે
  • કરૂણા અભિયાનથી રાજ્યમાં પ્રતિવર્ષ ૨૦,૦૦૦ અબોલ પક્ષીઓના જીવ બચાવી શકાયા છે
  • ઘાયલ પક્ષી-પશુઓને તત્કાલ સહાય રેસ્કયુ – સારવાર માટે ટોલ ફી ૧૯૬ર નંબર કાર્યરત કરાયો છે

Uttarayana 06

ઉત્તરાયણ ગુજરાતનો બ્રાન્ડ તહેવાર બની ગયો છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર ગુજરાત બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કરૂણા અભિયાન દ્વારા પ્રતિવર્ષ ૨૦,૦૦૦ જેટલા અબોલ પક્ષીઓનો જીવ બચાવી શકાયો છે. આ રીતે છેલ્લા બે વર્ષના અભિયાન દ્વારા ૪૦,૦૦૦ પક્ષીઓને બચાવી શકાયા છે.

Uttarayana 05

Also You like to read
1 of 101

તેમણે કરૂણા અભિયાનની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે રાજ્યમાં ૬૫૦ જેટલા સ્થળો પર ૧૦,૦૦૦ જેટલા લોકો પક્ષી બચાવવાના આ અભિયાનમાં જોડાશે. વન વિભાગ, પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પક્ષીઓ માટે કાર્યરત એન.જી.ઓ. પણ જીવ દયાના આ મહાયજ્ઞમાં જોડાવાના છે.

Uttarayana 04

સામાન્ય માનવી માટે આપાતકાલમાં મદદ સહાય માટે જે રીતે ૧૦૮ ની સેવા કાર્યરત છે તેવી જ રીતે પક્ષીઓ માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવેલો છે. છેલ્લા બે વર્ષમાં ૧,૮૦,૦૦૦ પક્ષી બચાવાના કોલ આ નંબર પર મળ્યા છે અને તેના આધારે અનેક પક્ષીઓને રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

Uttarayana 03

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે પક્ષીઓને યોગ્ય સમયે, યોગ્ય સારવાર મળે અને પ્રિ-ઓપરેટીવ અને પોસ્ટ-ઓપરેટીવ સારવાર થાય તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના ઓપરેશન થિેએટર આઈ.સી.યુ સાથે તૈયાર કરી પક્ષીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ જાય ત્યાં સુધીની સારવાર વ્યવસ્થા રાજ્યમાં આપણે જીવદયાના સંસ્કાર ઊજાગર કરતા ઊભી કરી છે. ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીથી પક્ષીઓના મોટા પ્રમાણમાં મૃત્યુ થાય છે તે ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરી માટેનો કડક કાયદો અમલમાં લાવી “જીવો અને જીવવા દો” ને ખરા અર્થમાં ચરિતાર્થ કરવું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

Uttarayana 02

મુખ્યમંત્રીશ્રીએ પક્ષીઓના બચાવ માટે કાર્યરત એન.જી.ઓ.ના સ્વયંસેવકો સાથે વાર્તાલાપ કરી જીવદયાના તેમના કાર્યની સરાહના કરી હતી. કરૂણા અભિયાન શુભારંભના આ પ્રસંગે મેયર શ્રીમતી બિજલબેન પટેલ, વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એ.સી.એફ. શ્રી શકીરા બેગમ, કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે તથા વન વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (સી.એમ.-પીઆરઓ)

Uttarayana 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More