2378×295

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન ગુજરાતની મુલાકાતે

160×600
160×600
422

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન ગુજરાતની મુલાકાતે

Related Posts
1 of 284

મહિલાઓને સર્વાંગી સુરક્ષા પુરી પાડવા ‘ધ સેક્સુયલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એક્ટ- ૨૦૧૩ અને‘વુમેન્સ પ્રોપર્ટી રાઇટ્સ’ને વધુ મજબૂત બનાવવા રાષ્ટ્રીય મહિલા આયોગ કટિબદ્ધ છે. મહિલાઓને તેમના અધિકારો અપાવતા આ બંને કાયદાઓના અમલીકરણમાં રાજ્ય સરકારોને પડતી મુશ્કેલી અને તેમના સૂચનો મેળવીને આ કાયદાઓને વધુ પરિણામલક્ષી બનાવવામાં આવશે તેમ, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રી રેખા શર્માએ આજે ગાંધીનગર ખાતે રાજ્ય મહિલા આયોગની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

  • મહિલાઓને કાર્યના સ્થળે થતી હેરાનગતિ અટકાવવા તેમજ મહિલાઓના મિલકત અધિકારોને વધુ મજબૂત બનાવવા મહિલા આયોગ કટિબદ્ધ :-રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રી રેખા શર્મા

National Commission for Women 01

Also You like to read
1 of 99

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સનશ્રી રાજ્ય મહિલા આયોગ દ્વારા વિવિધ અમલી મહિલા કલ્યાણકારી યોજનાઓ પૈકીની કાયદાકીય રીતે મદદ કરતી ‘નારી અદાલત’ વિશે માહિતી મેળવીને તેની કામગીરીથી પ્રભાવિત થયા હતા.  આ નારી અદાલત પ્રકલ્પને દેશના અન્ય રાજ્યોમાં પણ અમલી બનાવવાની તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી તેમ, રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રી લીલાબહેન અંકોલિયાએ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મહિલા આયોગના સભ્યશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

National Commission for Women 02

અત્રે ઉલ્લેખનીયછે કે, રાષ્ટ્રીય  મહિલા આયોગ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે વેસ્ટર્ન રીજીયનમાં આવતા ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રના રિસોર્સ પર્સનની ઉપસ્થિતિમાં મહિલાઓના સુરક્ષા અને સલામતી માટેના એક્ટને વધુ મજબૂત બનાવવા લિગલ એક્સપર્ટ્સ સાથે વિચાર-વિમર્શ કરીને સૂચનો મેળવવા માટે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. (જનક દેસાઇ)

National Commission for Women 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More