રોટરી આઇ હોસ્પિટલ ખાતે નવી ચાર સેવાઓનો પ્રારંભ

1,011

Get real time updates directly on you device, subscribe now.

રોટરી આઇ હોસ્પિટલ ખાતે નવી ચાર સેવાઓનો પ્રારંભ : દાતાઓનું સન્માન

Related Posts
1 of 237

નવસારી : શ્રીમતી લીલાબેન  મોહનલાલ શાહ બીલીમોરાવાલા આંખની હોસ્પિટલ, રોટરી આઇ કલબ અને માલીબા નેત્ર સંકુલ નવસારીના સંયુકત ઉપક્રમે રોટરી આઇ હોસ્પિટલના પટાંગણમાં ચાર નવી સેવાઓ (ચંદરવો) ગ્લુકો સ્પેશ્યાલાઇઝેશન વિભાગ, રેટાઇના સ્પેશ્યાલાઇમેશન, પીડીયાટ્રીક વિભાગ અને ફાસ્ટટ્રેક ઍપોઇમેન્ટ સીસ્ટમનો ર્ડા.દિનુભાઇ ભકત, દાતાશ્રી રશ્મિભાઇ પટેલ, ર્ડા.ઇલાબેન શાહ, ર્ડા.વિનય શાહ, શ્રીમતી જયાબેન શાહ, શ્રી રાકેશ નાયકની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

સંસ્થાને જી.ઍચ.ટ્રસ્ટ દ્વારા રૂ.૨પ લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. ગ્લુકો વિભાગમાં રૂ.પ૦ લાખનું દાન રશ્મિભાઇઍ આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી યોગેશભાઇ નાયકે કર્યું હતું. આ પ્રસંગે સંસ્થામાં ભામાશા બની દાન આપનાર દાતાઓનું શાલ અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Eye Hospital 01

જાણીતા કેળવણીકાર ર્ડા.દિનુભાઇ નાયકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે જ્ઞાન દ્વારા પ્રકાશ આપીઍ છીઍ, પરંતુ અહી માનવતા પુણ્ય સેવા કરી દર્દીઓને રોશની આપી પ્રકાશ આપે છે ઍવી રોટરી પરિવાર અને ટીમ અભિનંદનને પાત્ર છે. દાતાઓને લીધે આવી સંસ્થાઓ ટકી રહી છે. પુ. રવિશંકર મહારાજે કહયું છે કે, કટાઇને મરવું ઍના કરતાં ઘસાઇને મરવું ઉત્તમ છે. અહી સેવાની મહેક છે અને ઇશ્વરની મહેર દેખાય છે. સૌથી મોટું પ્રેરણા સ્ત્રોત દ્વારા માનવની સેવા કરવાની પ્રેરણા મળે છે. પરોપકાર વૃતિ મોહનદાસ મહાત્મા ગાંધીજી બન્યા હતા. રોટરી સેવાની શિરમોર સંસ્થા છે.

રોટરી આઇ હોસ્પિટલના ચેરમેન કાંતિભાઇ શાહે તેમના પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યું હતું કે, સૌના સહકારથી ૪૪ વર્ષથી સેવાની યાત્રા અવિરત ચાલી રહી છે. રૂ.ઍક લાખના ખર્ચે શરૂ થયેલી આ સેવાઓનો પ્રોજેકટ રૂ.૩પ કરોડ પર પહોîચ્યો છે. સંસ્થા દ્વારા ત્રણ લાખથી વધુ સર્જરી કરીને પ્રકાશ આપ્યો છે.

Also You like to read
1 of 99

Eye Hospital 02

આ પ્રસંગે રાકેશભાઇ નાયક, દાતાશ્રી ઇલાબેન શાહ, રૂચિર જાની, દાતા નારણભાઇ ભકત વગેરેઍ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

ઉત્તરાયણ પર્વમાં સ્નેહ સેતુ ટ્રસ્ટ દ્વારા ઍક હજાર ઉપરાંત સેફટી બેલ્ટનું વિતરણ

Eye Hospital 03

નવસારી સ્નેહસેતુ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વની અનુલક્ષીને નવસારી નગરપાલિકા ખાતે સેફટીબેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ બલ્લર, ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન બિરલા, રાજુ ગુપ્તાઍ આવતા જતા વાહનોને ઍક હજાર જેટલા સેફટી બેલ્ટ વિતરણ કર્યા હતા. સાથે મહિલા સુરક્ષા સમિતીના સભ્યો, પોલીસ વિભાગ પણ સેફટી બેલ્ટ વિતરણમાં જાડાયા હતા. સેફટી બેલ્ટ વિતરણનો મુખ્ય આશય ઉતરાયણ પર્વમાં દોરીથી વાહન ચાલકોને ઇજા ન પહોîચે અને તેમનો અમુલ્ય જીંદગી બચાવવાનો છે.

ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન બિરલાઍ જણાવ્યું હતું કે, સેફટી બેલ્ટ વિતરણનો આશય ઉતરાયણપર્વમાં કોઇની જીંદગી છીનવાઇ ન જાય ઍ છે, બેલ્ટના કારણે વાહનચાલકને રક્ષણ મળે છે. ટ્રાફિક પીઍસઆઇ રાઉલજીઍ સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો. મહિલા સુરક્ષા સમિતિના સભ્ય શીતલબેન સોની, ટાઉન પીઆઇ ઍન.ઍમ.સગર પણ સેવાકીય પ્રવૃતિમાં જાડાયા હતા.

Eye Hospital 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

 

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More