વજન ઓછું કરશે આ ગેઝેટ્સ

4,238

Get real time updates directly on you device, subscribe now.

વજન ઓછું કરશે આ ગેઝેટ્સ

Related Posts
1 of 297

જો તમે તમારું વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા હો તો તમને થોડીક જાણકારી હોવી જરુરી છે કે કિચનમાં રહેલા અમુક એવા ગેઝેટસથી પણ તમે તમારું વજન ઘટાડી શકો છો. તમને લાગશે કે આ કોઈ મજાક છે, પરંતુ આ હકીકત છે કે કિચનમાં રહેલા ગેઝેટ્સ પણ તમારી ડાયટ ફોલો કરવામાં, કેલોરી ઓછી કરવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

Weight Loss

મફીન પેન : મફીન પેન કિચનમાં હોવું ખૂબ જ જરૂરી છે, વિશેષ કરીને ત્યારે, જ્યારે તમે કોઈ એક હેલધી ડાયટ પર ટકી રહેવા ઈચ્છતા હોવ. મફીન પેન નો ઉપયોગ કરવાની ઘણી બધી રીતો છે.તે તમને યોગ્ય પોર્શન સાઈઝ લેવામાં મદદ કરશે.તમે મફીન પેનમાં ઘણી હેલ્ધી રેસીપી બનાવી શકો છો.જેમકે તમને કેક ખાવાની ઈચ્છા થાય તો તમે કેક બનાવી લો. તેનાથી ઓછી કેલોરી પેટમાં જશે.

Muffin Pen

જીપ લોક બેગ્સ : જ્યારે પણ વજન કરવાની વાત હોય, તો આપણે જીપ લોક બેગ્સને ભૂલી જ જઈએ છીએ. જીપ લોક બેગ્સની મદદથી તમે માત્ર એક સર્વિગ સાઈઝ જ આરોગશો અને ઓવર ઈટિંગથી બચશો. તેની મદદથી તમે હેલ્ધી સ્નેક્સ પેક કરીને લઈ જઈ શકો છો.

Jeep Locked Bags 01

Also You like to read
1 of 100

સ્કેલ્સ : જો તમારી પાસે કિચનમાં વસ્તુઓના વજન માપવાનું મશીન છે તો પછી તમારી સાથે કમાલ થવાનું છે.વજન માપવાનું મશીન એ લોકો માટે વિશેષ કરીને મદદગાર છે,જે લોકો ભોજન બનાવે છે અને વજન પણ ઓછું રાખવા ઈચ્છે છે.વજન માપવાથી તમને ખબર પડી જશે કે કઈ વસ્તુનું કેટલું પ્રમાણ લેવું જોઈએ. તેનાથી તમારું વજન ઓછું જ થશે. કઈ વસ્તુનું નક્કી કરેલ પ્રમાણ કરતા પ્રમાણ ઓછું નાખવામાં પણ આ મદદ કરશે.

Weight Lose

માપ કરનાર ચમચી : માપ કરનારી ચમચી એટલે કે મેજરીંગ સ્પૂન એવા સમયે ખૂબ જ જરુરી બની જાય છે, જ્યારે તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા હો, ત્યારે તમે આ ચમચીનો ઉપયોગ કરી શકો છો. તમે તેનો રોજ ઉપયોગ કરતા નાં હો તો પણ તે ઉપયોગી થાય છે. આ ચમચી ખૂબ જ કામમાં આવે છે, ઉદાહરણ તરીકે જ્યારે તમે સલાડ ડ્રેસિંગ અથવા માખણ જેવી વસ્તુઓ માપો છો. તેથી જ હંમેશા આ જ ચમચીનો ઉપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ. તમને પસ્તાવો થશે નહી.

માપવાવાળા કપ : એક અન્ય કિચન ગેઝેટ, જે તમારું વજન ઓછું કરવામાં મદદરૂપ બની શકે છે, જે છે મેજરીંગ કપ. આ કપ હમેશા તમારું વધુ પડતું વજન ઓછું કરવામાં મદદ કરશે ઘણા ખરા લોકો યોગ્ય સર્વિંગ સાઈઝને સમજી નથી શકતા અને એવામાં તમારા કિચનમાં રહેલ મેજરીંગ કપ્સ યોગ્ય સર્વિંગ સાઈઝ લેવામાં મદદ કરશે અને અતિરિક્ત કેલોરી ઓછી થશે.

Measured Mug

નાની પ્લેટસ : મોટી પ્લેટમાં જમવાથી ઓવરઇટીંગથી બચવુ ઘણું મુશ્કેલ છે. મોટી પ્લેટમાં જમવાનું વધારે આવે અને ઘણીવાર પેટ ભરીને જમવા છતાં તમે એઠુંન મુકવાને બદલે બધુ જ આરોગી લો છો. નાની પ્લેટસ એવું કિચન ગેજેટ છે, જે તમને ઓવરઇટીંગથી બચાવે છે અને તેનું પરિણામ એ આવે છે કે તમે ઓછી કેલેરી લઈ શકો છો. ભલે તમે તેને નોટિસ ન કરતા હો પરંતુ સૌથી મોટી વાત એ છે કે નાની પ્લેટ ભોજન ઓછું જમવામાં મદદ કરે છે.

Small Plates

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

 

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More