શિયાળામાં ચૂકો નહીં વર્કઆઉટનું રૂટિન
બહાર ઠંડી પડવા લાગી છે તો તેનો અર્થ એ નથી કે તમને વર્કઆઉટ છોડવાનો બહાનું મળી ગયું છે. અમુક વસ્તુઓ દ્વવારા તમે શિયાળામાં તમારા ફરવાના અને વર્કઆઉટના રૂટિન ચાલુ રાખી શકો છો.
પ્રકાશ હોય તેવી જગ્યા પસંદ કરો : શિયાળામાં દિવસો નાના અને રાતો લાંબી થઈ જતી હોય છે. સવારે અને સાંજે બહાર અંધકાર જ છવાયેલો હોય છે. તેથી જ ઘરમાંથી બહાર જતા પહેલા યોજના બનાવવી જરૂરી છે. તમે ફરવા જવા માટે એવી જગ્યા પસંદ કરો. જ્યાં પ્રકાશની વ્યવસ્થા સારી હોય. જેથી કરીને તમે રસ્તો સારી રીતે જોઈ શકો. આ રીતે તમે સુરક્ષિત રહેશો અને કેલોરી પણ ઓછી કરી શકશો.
આપ વાંચી રહ્યા છો લાઈફ કેર મેગેજીન. આ લેખ આપને ઉપયોગી લાગતો હોય તો આપના મિત્રોને જરૂરથી શેર કરો. હેલ્થ ને લગતા આર્ટિકલ્સ વાંચવા માટે મુલાકાત લો Lifecarenews
તમે પહેલા ઘરે વોર્મ અપ કરો : બહાર ઠંડીમાં જતા પહેલા, તમારા શરીરને વોર્મ અપ કરી લો. કારણકે, ઘરની અંદર પહેલાથી જ ગરમી હોય છે, તેથી જ વોર્મ અપ પણ ત્યાં જ કરો. તેના માટે પાંચ મિનિટ સુધી ઉભા-ઉભા જોગિંગ કરો. તેનાથી રક્તનું પરિભ્રમણ વધશે અને શરીરનું તાપમાન પણ. ત્યાર પછી તમે બહાર જવા માટે તૈયાર છો.
અંદરથી ઠંડુ : ઘરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધારે હોય છે તેથી જ વર્કઆઉટ એક સાથે પૂર્ણ કરવાને બદલે ધીરે-ધીરે ઓછું કરો અને સ્નાન કરતા પહેલા થોડું સ્ટ્રેચ કરો આવું કરવાથી તમારા શરીર અને માંસપેશીઓની રક્ષા થશે અને વર્ક આઉટ સેસન અપેક્ષા પૂર્ણ લાભદાયક રહેશે.
પાણી પીવાનું ન ભૂલો : બહાર ઠંડી અથવા તાપમાન ઓછું છે તેનો અર્થ એ નથી થતો કે તમારામાં પાણીની ઉણપ થઈ શકતી નથી. આ વાતનુ ધ્યાન રાખો કે તમે વર્ક આઉટ માટે જતા પહેલા વર્કઆઉટ દરમિયાન અથવા પછી પાણી અથવા પ્રવાહી જરૂરથી પીઓ. ઉત્તમ એ થશે કે તમારી સાથે પાણીની બોટલ રાખો.
લેયર્સમાં કપડાં પહેરો : વધારે પડતા વર્કઆઉટ પછી તમને ગરમી થઇ શકે છે. તેથી જ તમારે તૈયાર પણ લેયર્સ માં થવું પડશે. જેથી ગરમી થવા પર તમે એક લેયર ઉતારી શકો અને ઠંડી લાગે તો ફરીવાર તેને પહેરી શકો. આ સાધારણ સ્ટેપથી તમે ખૂબ જ વધારે બોડી હિટ એકી સાથે ગુમાવશો નહિ, તેનાથી ઊલટું તમારા શરીરનું તાપમાન એટલું ઓછું થશે જેટલું તે હોવું જોઈએ.
સ્વયમ સાથે જબરદસ્તી ન કરો : જો તમે ઠંડી ઋતુમાં વર્ક આઉટથી ટેવાયેલા નથી તો પોતાની જાત સાથે જબરદસ્તી ન કરવી. તમે લાંબા વર્ક આઉટ ને બદલે થોડા થોડા સમયના વર્ક આઉટ કરો. જેમ કે તમે દરરોજ પાંચ કિલોમીટર સાયકલ ચલાવો છો અથવા ફરવા જાઓ છો તો શિયાળામાં ત્રણ કિલોમીટર કે તેનાથી ઓછું તમારા સુધીજ સીમિત રાખો, બાકી વધેલ સમયમાં ઘરમાં જ વર્કઆઉટ કરો. જેમકે તમે દોરડા કુદી શકો છો, એક જ જગ્યાએ જોગિંગ પણ કરી શકો છો.
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.
આપ વાંચી રહ્યા છો લાઈફ કેર મેગેજીન. આ લેખ આપને ઉપયોગી લાગતો હોય તો આપના મિત્રોને જરૂરથી શેર કરો. હેલ્થ ને લગતા આર્ટિકલ્સ વાંચવા માટે મુલાકાત લો Lifecarenews
Get real time update about this post categories directly on your device, subscribe now.