- Advertisement -

વિકાસકાર્યોથી આદિવાસી વિસ્તારોની કાયાપલટ

સર્વત્ર થઇ રહેલા વિકાસકાર્યોથી આદિવાસી વિસ્તારોની સંપૂર્ણ કાયાપલટ થઇ છે - વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગણદેવી તાલુકાના આંતલીયા ગામે રૂ.૨૧ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તથા ચીખલી તાલુકાના ટાંકલ ગામે રૂ.૩૧.૧૫ કરોડના ખર્ચે સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 01

- Advertisement -

- Advertisement -

509

Get real time updates directly on you device, subscribe now.

વિકાસકાર્યોથી આદિવાસી વિસ્તારોની કાયાપલટ

વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગણદેવી તાલુકાના આંતલીયા ગામે રૂ.૨૧ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તથા ચીખલી તાલુકાના ટાંકલ ગામે રૂ.૩૧.૧૫ કરોડના ખર્ચે સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 01
Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 01
Related Posts
1 of 398
  • સર્વત્ર થઇ રહેલા વિકાસકાર્યોથી આદિવાસી વિસ્તારોની સંપૂર્ણ કાયાપલટ થઇ છે – વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
  • ચીખલીના ટાંકલ ગામે રૂ.૩૧.૧૫ કરોડના ખર્ચે સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડનું ખાતમુહૂર્ત કરતા વનમંત્રી ગણપતસિંહ વસાવા
  • ગણદેવી તાલુકાના આંતલીયા ગામે રૂ.૨૧ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતભવનનું લોકાર્પણ કરતાં પ્રભારીમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 02
Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 02
Also You like to read
1 of 209

આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ નવસારી જિલ્લામાં વિકાસકામોની વણઝાર ચાલી રહી છે એમ જણાવતાં કહયું કે, ઠેર ઠેર થઇ રહેલા વિકાસકાર્યોથી આદિવાસી વિસ્તારોની સંપૂર્ણ કાયાપલટ થઇ રહી છે.  સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ ત્રણ જિલ્લાને લાગુ પડતો હોવાથી સુરત-નવસારી-વલસાડ જિલ્લાને  વિકાસના નવા આયામો સર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. આ રસ્તાથી ત્રણ જિલ્લાના વેપારને નવી વિકાસની દિશા મળશે.

Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 03
Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 03

આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજય સરકાર માળખાકીય  સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરવા પ્રતિબદ્ધ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ સહિત સ્થાનિક સુવિધાઓ મળી રહે તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહયાં છે. તેમણે ઉમેર્યું કે, રાજયના પનોતાપુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગરીબ અને મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ આયુષ્માન ભારત યોજના, ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય યોજના દ્વારા દેશના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર બનાવવાનો નિશ્ચય કર્યો છે.

Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 04
Vikas Karyo Thi Adivasi Vistara Kayapalat 04

આ પ્રસંગે ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે રાજય સરકાર દ્વારા વિકાસના કામો માટે કરવામાં આવી રહેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. આ અવસરે નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ તેમજ સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More