- Advertisement -

વિટામિન-સી

 ચોમાસામાં ઇંફેક્શનથી બચાવે છે

- Advertisement -

- Advertisement -

89

Get real time updates directly on you device, subscribe now.

વિટામિન-સી

 ચોમાસામાં ઇંફેક્શનથી બચાવે છે

મેઘ રાજાની પધરામણી થતા જ તેની સાથે વાયરલ બિમારીઓ પણ આવી જાય છે. તો બીજી બાજુ વરસાદમાં પલળવાનું બધાને ગમે? પણ જો તમે સાવધાની ન રાખો તો ઈન્ફેક્શન અને બીમારીઓનો ભોગ બની શકો છો.

 

Also You like to read
1 of 60
Related Posts
1 of 401

This content is locked

Login To Unlock The Content!

બાળકોને વધુમાં વધુ પ્રમાણમાં વિટામીન સી મળતું હોય તેવો ખોરાક આપવો જોઈએ, જેથી શરીરમા રહેલ ઈન્ફેકટેડ સેલ્સને દુર કરવામાં મદદ મળી શકે. તેવું બાળરોગ નિષ્ણાંતો કહે છે. વધુમાં તેઓ કહે છે કે દરરોજ ઓછામાં ઓછું ૪૦૦ થી ૫૦૦ મિલીગ્રામ વિટામિન સી હોય તેવા ખોરાકનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે.

વિટામિન સી ની મદદથી કૉમન કોલ્ડ ફ્લૂ અને સંકર્મણની ગંભીરતાને ઓછી કરવામાં મદદ મળી શકે છે. કુદરતી રીતે મળે તેવા ખાદ્ય પદાર્થો મોસંબી, નારંગી, દ્રાક્ષ, કિવી, સ્ટ્રોબેરી, આંબળા અને જામફળ જેવા અનેક ફળ ફળાદીમાંથી ખુબ પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેમજ લાલ, પીળા અને લીલા મરચા (કેપ્સીકમ)માંથી તેમજ ટામેટા, કોબીઝ, અને પાલક જેવા ઘણા બધામાંથી પણ સારી માત્રમાં વિટામીન સી મળી શકે છે. ચોમાસામાં આપણા શરીરનું મેટાબૉલિક રેટ ઓછુ થઇ જાય છે. જો ખાણીપીણી યોગ્ય ન હોય તો બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેમજ મીઠું વધારે હોય તેવી વસ્તુઓ ખાવાનું ટાળો આ ઋતુમાં. આ સીઝનમાં જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું બની શકેતો ટાળો. બહારનું ખાઈને તમને ડાયેરિયા થઈ શકે છે, માટે ઘરે બનાવેલો અને ફ્રેશ ખોરાક આરોગો.

ચોમાસામાં પાણીજન્ય રોગો પણ વધારે ફેલાય છે, માટે ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવાનું રાખો. તેમજ આ સિઝનમાં ભેજ હોવાથી રેગ્યુલર પાણી પીતા રહો આવું કરવાથી આપણી સ્કિનમાં પાણીની ઉણપ ન રહે. તેમજ ખાસ કરીને વરસાદમાં જો પલળ્યા હો તો ત્યારબાદ ચોખ્ખા અને ગરમ પાણીથી ન્હાવાની પણ જાણકારો સલાહ આપે છે.

વરસાદની સિઝનમાં સ્વાસ્થય સમસ્યાઓનું પ્રમાણ વધી જાય છે. લોકોમાં સામાન્ય રીતે આવા રોગોમાં ફ્લૂ, તાવ, બેક્ટીરિયલ, વાયરલ જોવા મળે છે, આથી જ ખાન-પાન પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહે છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More