વોલ ઓફ યુનિટીનું વડાપ્રધાને અનાવરણ કર્યું

53

Get real time updates directly on you device, subscribe now.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ પ્રસંગે

Related Posts
1 of 298

   ૧.૬૯ લાખ ગામોની માટીની મહેંક ધરાવતી વોલ ઓફ યુનિટીનું વડાપ્રધાને અનાવરણ કર્યું

નર્મદા નદીના રમણીય તટ પર આકાર પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રાષ્ટ્રાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત માટીની મહેંકથી બનેલ વોલ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું.

Also You like to read
1 of 59

આઝાદીની ચળવળ દરમિયાન સરદાર પટેલે ખેડૂત આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. જેને લઇને દેશના ખેડૂતોએ તેમના ખેતીના ઓજારોના લોખંડના ટુકડા અને માટીનું દાન કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સામાજીક સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા દેશના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત કરેલ જુદા જુદા આકાર, રંગ, મહેંક, કદ અને ઘટક ધરાવતી માટીમાંથી વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. માટીથી બનેલી આ વોલ ઓફ યુનિટીએ ખેડૂતો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આપેલા પ્રદાનનું પ્રતિક છે.

જુદા જુદા રંગ, આકાર, કદ, સુગંધ અને ઘટક ધરાવતી આ માટીની દિવાલ દેશની જુદી જુદી સંસ્કૃતિઓમાં રહેલી એકતાની મિશાલ છે.

વોલ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે પધારેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સાંસ્કૃતિક કલા મંડળોએ વિવિધતામાં એકતા સમા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય ભાજપા પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (આરઆરતડવી/દિનેશચૌહાણ)

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More