- Advertisement -

આ શિયાળામાં જરૂર લો વિટામીન D

- Advertisement -

- Advertisement -

9,091

Get real time updates directly on you device, subscribe now.

આ શિયાળામાં જરૂર લો વિટામીન D

વિટામિન ડી આપણા શરીરની કાર્યપ્રણાલીને સુચારું રૂપથી ચલાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એક રિસર્ચ પ્રમાણે ભારતમાં લગભગ 80 ટકા લોકોમાં વિટામીન ડી ની ઉણપ જોવા મળી હતી. સૌથી મોટી વાત એ હતી કે તેમાંથી ઘણા ખરા લોકોને ખબર જ હતી નહીં કે તેમને આ કમી પણ છે. વિટામિન ડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તે શરીરના કેલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે. વિટામીન ડી ની ખામીથી કેન્સર, ઉચ્ચ રક્તચાપ, હાર્ટને લગતી બીમારીઓ, અસ્થમા, ટીબી, મલ્ટીપલ સ્કેલેરોસિસ જેવી બિમારીઓ થઈ શકે છે.

Vitamin D

Related Posts
1 of 398

અમુક બીમારીઓ : અમુક બીમારીઓ જેમ કે ક્રોહન્સ ડીઝીઝ, કોલીઅક ડીઝીઝ,પાચન તંત્રમાં કોઈ ગડબડ થવાથી ખાવાની વસ્તુઓમાં રહેલ વિટામિન ડી અવશોષિત થઇ શકતો નથી. તે જ રીતે કિડની સંબંધિત બીમારીઓમાં વિટામીન ડીનું અવશોષણ અને ઉપયોગ મુશ્કેલ થઈ જાય છે.

Allergy 02

ક્યાંથી પ્રાપ્ત થશે : સૂર્યના તાપમાં માત્ર 10 મિનિટ ઊભા રહેવાથી પર્યાપ્ત પ્રમાણમાં વિટામિન ડી મળી જાય છે. વિટામિન ડી એગ્સ, મશરૂમ, ચીઝ, ફિશ, કોડલીવર અને ફોર્ટિફાઇડ દૂધમાંથી મળે છે. વિટામિન ડી ન મળવાનું મોટુ મુખ્ય કારણ ઘર અથવા ઓફિસમાં રહેવું અને સન સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ કરવો પણ હોય છે.

કઈ રીતે ઓળખશો ખામીને : વિટામીન ડી ની ખામી ના લક્ષણ અમુક એવા હોય છે. જે ને વધારે પડતા લોકો તેને હળવાશથી લે છે અથવા અન્ય બીમારીના લક્ષણો સમજે છે. સાંધા અથવા પીઠમાં દુખાવો, હાડકામાં દુખાવો, થાક લાગવો, ડિપ્રેશન વગેરે જેવા લક્ષણો હોય છે, જે થવા પર ડોક્ટર તમને વિટામીન ડીનું ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. તેના માટે 25 (ઓએચ)ડી ટેસ્ટ કરવામાં આવે છે, લોહીમાં રહેલ 25 હાઈડ્રોકસી વિટામિન ડી શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ બતાવે છે. એક અભ્યાસમાં સાબિત થયું છે કે વિટામીન ડી પ્રતિ એમએલ ૩૦-40 નેનો ગ્રામનું પ્રમાણ જ શરીરને સ્વસ્થ રાખવા માટે પર્યાપ્ત છે. તેનું પ્રમાણ 12 નેનો ગ્રામ પ્રતિ એમ એલ થી વધારે થવા પર આરોગ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. જોકે વિટામીન ડી ની ખામીની જાણ થોડા સમય પછી થાય છે પરંતુ તેના સપ્લિમેન્ટ્સ લેવા થી સુધારો પણ જલદી થઈ શકે છે.

Vitamin-D

Also You like to read
1 of 130

:: રિસ્ક ફેક્ટર ::

આવા કારણોથી થઈ શકે છે વિટામીન ડી ની ખામી : સૂર્ય તાપ ઓછો મળવો : સૂર્યના તાપથી બચવા માટે સનસ્ક્રીન લગાડવાની સલાહ આપવામાં આવે છે. તે સત્ય પણ છે કે વધારે તાપથી એજિંગ, સ્કીન કેન્સર, સનબર્ન જેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે પરંતુ સનસ્ક્રીનનો જરૂરીયાત કરતા વધારે ઉપયોગ કરવાથી ત્વચા સૂર્યના તાપથી પોષક તત્વો અવશોષિત કરી શકતી નથી.

ઉમર : વિભિન્ન શોધ પરથી સાબિત થઈ ચુક્યું છે કે ૬૫ વર્ષથી વધારે ઉમરના લોકોમાં તડકામાં નિયમિત રૂપથી બેસવા છતાં યુવાનોની તુલનામાં 75 ટકા ઓછું વિટામિન ડી બનતું હોય છે. વિટામીન ડી ની ખામી થી ડીમનેશિયા અને આરોગ્ય બગડવાનું કારણ ઉદ્ભવે છે.

કાળો રંગ : ત્વચાનો રંગ નિર્ધારિત કરનાર પિગમેન્ટ મીલાનીન વધારે હોવા પર વિટામીન ડી ની ખામીનું કારણ બને છે. મીલાનીન સૂર્યના તાપથી ત્વચામાં વિટામિન ડી બનવાની પ્રક્રિયાને અટકાવે છે. તેથી જ ત્વચાનો રંગ જેટલો ઘાટો હશે, વિટામિન ડી એટલું જ ઓછું બનશે અને પછી તે ક્રમશઃ ઘટતુ જશે.

SkinCare

જો ખામી હોય તો : વિટામીન ડી ની ખામીને માત્ર સૂર્ય અને ખાવા-પીવાની વસ્તુઓથી પૂરું કરી શકાતું નથી. તેના માટે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેતા રહેવું જોઈએ. આ સપ્લિમેન્ટ્સની ખામી થવા પર વિશેષ કરીને ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનાર મહિલાઓ, છ વર્ષથી પાંચ વર્ષ સુધીના બાળકો અને ૬૫ વર્ષથી વધારે ઉમરના લોકો માટે ખૂબ જ જરૂરી છે. વધુ પડતા સપ્લીમેન્ટસ એવા હોય છે, જેને અઠવાડિયામાં એક જ વાર લેવાના હોય છે.

સ્થૂળતા વધારે પડતું વજન પણ તમને વિટામીન ડી ની ખામી તરફ ધકેલી શકે છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More