2378×295

મુખ્‍યમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો અમદાવાદથી દેશવ્યાપી પ્રારંભ

160×600
160×600
634

Get real time updates directly on you device, subscribe now.

મુખ્‍યમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો અમદાવાદથી દેશવ્યાપી પ્રારંભ

Related Posts
1 of 284

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, કેટલાક લોકો માટે ગરીબી એ માનસિકતા છે. ૫૫ વર્ષ સુધી આ લોકોએ ‘ગરીબી હટાવો’ ના માત્ર રાષ્ટ્રીય નારા લગાવ્યા છે પરંતુ મારી સરકાર માત્ર ૫૫ મહિનામાં જ શ્રમિકો-ગરીબો માટે આદર્શ યોજનાઓ અમલી બનાવી છે.

વડાપ્રધાનશ્રીએ આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો અમદાવાદથી દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અસંગઠિત ક્ષેત્રના ૪૨ કરોડ શ્રમયોગીઓને આ યોજનાનો લાભ મળશે. ૬૦ વર્ષની ઉંમર પછી રૂા. ૩૦૦૦નું નિશ્ચિત પેન્શન મળશે. ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના શ્રમયોગીઓના ફાળા જેટલી જ રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે. ‘હું દેશનો પ્રથમ નંબરનો મજૂર છું’ તેનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો ગરીબીને માત્ર માનસિક અવસ્થા ગણાવે છે. તેમને ભૂખ્યા ગરીબોની દારૂણ પરિસ્થિતિનો ખ્યાલ સુધ્ધાં નથી.

  • કેટલાક લોકો માટે ગરીબી એ માત્ર ‘માનસિકતા’ છે
  • ૫૫ વર્ષ સુધી અનેક લોકોએ શ્રમિકોનો રાજકીય ઉપયોગ કર્યો – અમે માત્ર ૫૫ માસમાં યોજના કાર્યાન્વિત કરી
  • ‘ગરીબી હટાવો’ ના રાજકીય નારા લગાવી ‘મજૂરોનો મસીહા’ બનાવાનો પ્રયાસ અમે વ્યર્થ બનાવ્યો
  • મુખ્યમંત્રીશ્રી   –
  • ગરીબ-પીડિત-શોષિતોની સરકાર તરીકે કેન્દ્ર સરકાર કાર્યરત રહી છે
  • અસંગઠિત શ્રમિકો માટે આજે સોનાનો દિવસ છે
  • ૬૦ વર્ષની ઉંમરથી ન્યુનત્તમ રૂા. ૩૦૦૦નું પેન્શન મળશે
  • અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ૪૨ કરોડ લોકોને લાભ
  • અત્યાર સુધીમાં ૧૪.૫૦ લાખથી વધુ શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાયું

દેશમાં ગરીબી એ માનસિકતા નથી એવું માનનાર અને સમજનાર લોકોની માનસિકતાને કારણે આ વ્યથા જન્મી છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના શ્રમિકોની વૃધ્ધાવસ્થાનો આધાર – સહારો પૂરવાર થશે. મારી સરકાર આવા શ્રમિકો સાથે જ ખભો મિલાવીને કામ કરવા તત્પર છે.

 

આ યોજના દેશના ૪૨ કરોડ શ્રમિકો-કામદારોની સેવાનો અવસર છે. ભવ્ય ભારતના નિર્માતા એવા શ્રમિકોનો પરસેવો એળે ન જાય તે રીતે શ્રમિકોના પરસેવાનું તિલક મા ભારતીને આજે થઇ રહ્યું છે. દેશમાં ઘરે ઘરેથી કચરો ઉઠાવનારા કપડાં-વાસણ ધોવાવાળા, ખેતમજૂરો, રોડ નિર્માણ કરનારા, મોચી, વણકર એમ અનેક વર્ગના શ્રમિકો માટે જીવન સુરક્ષિત કરવાનું લક્ષ્ય છે. ગરીબો-કામદારો-શ્રમિકો માટે પહેલાં પણ યોજના બનતી હતી તેનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, યોજનાની મલાઇ વચેટીયાઓ ખાઇ જતા હતા પરંતુ હું આવા લોકોનો હાથ તેના પર પડવા દઇશ નહીં. તેમ તેમણે ચોકીદાર ચોકન્ના છે તેમ જણાવીને ઉમેર્યું હતું.

હું એવો ચોકીદાર છું કે, મારા લીધે વચેટીયાઓ આકુળ-વ્યાકુળ બનીને ‘મોદી હટાવો’ ની ઝુંબેશ ચલાવે છે પણ દેશના જન-જનનાં આશિર્વાદ મારી સાથે છે અને તેના લીધે જ આ ચોકીદાર શ્રમિકોની સેવા માટે ખડે પગે ઉભો છે. તેમનો એક માત્ર ધ્યેય મોદી હટાવવાનો છે. તેઓ મોદી પર સ્ટ્રાઇક કરવા કટિબધ્ધ છે પરંતુ મોદી આતંકવાદ પર સ્ટ્રાઇક કરવા કટિબધ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આ યોજનામાં ૧૪.૫૦ લાખ લોકો જોડાયા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરી છે અને આ યોજના દેશના શ્રમિકોને અર્પણ કરું છું. ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૯ એ કિસાનો-શ્રમિકો માટે સંસદમાં જાહેરાત કરી હતી અને આ બન્ને યોજનાઓ હકીકતમાં ધરા પર ઉતારી છે.

આ યોજનાને પોતાના જીવનનું ભાવવાહી ઋણ ગણાવતાં શ્રી મોદીએ કહ્યું કે, અનેક શ્રમિકોના હાથ-પગ ચાલતાં બંધ થઇ જાય ત્યારે શું કરીશું ? તેની ચિંતા ઘેરી વળતી હોય છે. આ ચિંતા શ્રમિકોએ હવે કરવી નહીં પડે. પરિવારમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે આ યોજના શ્રમિકો માટે એક સોનેરી અવસર સમાન છે.

Also You like to read
1 of 116

શ્રી મોદીએ કહ્યું કે, શ્રમિકોએ આ યોજના માટે માત્ર ૫૫ થી ૨૦૦ રૂપિયા સુધીનું યોગદાન આપવાનું છે અને તેટલું જ યોગદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં ખાતુ ખોલાવવા માટે શ્રમિકોએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. આ ખાતુ ખોલાવવા માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આ યોજના માટે શ્રમિકો માસિક કેટલા રૂપિયા કમાય છે તેવું કોઇ પ્રમાણપત્ર પણ આપવાની જરૂર નથી કારણ કે મને મારા શ્રમિકોની ઇમાનદારી પર પૂરેપૂરો ભરોસો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગરીબો-શ્રમિકોને સસ્તી સ્વાસ્થ્ય સેવા અંતર્ગત ૫૦ કરોડ લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળે છે તેનો ઉલ્લેખ કરી આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના કાર્યાન્વિત કરી છે. માત્ર ૧ રૂપિયો પ્રતિ માસ પ્રિમિયમથી આ યોજના અમલી બનાવી છે. જેમાં રૂા. ૨ લાખનું વિમા કવચ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું કે, આ યોજનાના મહત્તમ લાભાર્થીઓ પણ ગરીબ-શ્રમિકો જ છે. એટલું જ નહીં અન્ય યોજનાઓના લાભાર્થીઓના કામનું સન્માન થવું જોઇએ તો જ વિકાસ સાર્થક થશે.

‘શ્રમેવ જયતે’ જ દેશને આગળ લઇ જશે. સૌના સાથ, સૌના વિકાસનું સૂત્ર તો જ સાચા અર્થમાં સાકાર થશે. કામદારોની ગ્રેચ્યુએટી મર્યાદા પણ બમણી કરી છે. દિકરીઓને દરેક કાર્યક્ષેત્રમાં સાનુકૂળ વાતાવરણ મળે તે માટે પ્રયાસો ઉપરાંત ‘માતૃત્વ રજા’ ૧૨ સપ્તાહથી વધારી ૨૬ સપ્તાહ કરી છે. એટલું જ નહીં સેનામાં પણ મહિલાઓનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરાયા છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીએ શ્રમયોગી પેન્શન કાર્ડનું વિતરણ દેશભરમાંથી આવેલા લાભાર્થીઓને કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે પ્રશસ્ય પ્રારંભ કરાવ્યો છે. દેશના ગરીબ-પીડિત-શોષિત- મજૂરોની સરકાર તરીકે કેન્દ્ર સરકાર કાર્યરત છે અને તેના પગલે ‘આપણી સરકાર’ ની પ્રતિતિ પ્રજાને થઇ રહી છે.

આજનો દિવસ ‘શ્રમિક દિવસ’ તરીકે ઓળખાશે. ૯૦ ટકા અસંગઠિત શ્રમિકો માટે આજનો દિવસ સોનાનો છે. આ વર્ગના લોકોની સુરક્ષા માટે આજ સુધીની સરકારોએ ચિંતન કે ચિંતા કરી નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ માટે ચિંતા સેવી છે એટલું જ નહીં દેશમાં અમલી બનાવાયેલી આયુષ્યમાન, જનધન જેવી સંખ્યાબંધ યોજનાઓમાં આ કલ્યાણકારી યોજના ઉમેરાઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને વડાપ્રધાનશ્રીએ ગરીબ-પીડિત વર્ગ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દલિત, કિસાન, શોષિત માટે રાજનીતિ કરનારા  લોકો સાંભળી લે કે, અસંગઠિત ક્ષેત્રના લોકો માટે યોજનાને કાર્યાન્વિત કરી અશક્યને શક્ય કર્યું છે. વડાપ્રધાનશ્રી ઇંટનો જવાબ પથ્થરથી આપનારા પુરૂષ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રિય મંત્રી શ્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષથી સત્યમેવ જયતે જેટલો જ ખ્યાલ શ્રમેવ જયતે નો  રાખ્યો છે. અસંગઠિત ક્ષેત્રના લોકોને જીવનની સંધ્યાકાળે ગરીબી, નિરાશા અને અસુરક્ષિતતા ન અનુભવી પડે અને છેવટનું જીવન ગૌરવમય રીતે પસાર થાય તે માટે શ્રમિક માનધન પેન્શન યોજના ખૂબ જ ઉ૫યોગી બની રહેવાની છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સંસદ સભ્ય સર્વ શ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી, શંભુનાથ ટુંડિયા, અમદાવાદના ધારાસભ્યો, પદાધિકારીઓ-અધિકારીઓ તથા અમદાવાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (જિતેન્દ્ર રામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More