2378×295

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

160×600
160×600
31

Get real time updates directly on you device, subscribe now.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

Related Posts
1 of 284

૩૦૦૦ કરોડના ખર્ચથી તૈયાર થઈ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી

થોડા સમય પહેલા જ એટલે કે 15 સપ્ટેમ્બરનાં દિવસે “વર્લ્ડ એન્જિનિયર્સ ડે” ઉજવવામાં આવ્યો હતો તેમજ આ પહેલા “લાઈફકેર” નાં 75 માં અંકમાં દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીગો વિષય પર આર્ટીકલ વાંચ્યો જ હશે અને મિત્રો જો ન વાંચ્યો હોય તો અવશ્ય વાંચો. આમ, “ચાલો ફરવા” કોલમમાં જાણીએ આ અંકમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ વિષે. એ સિવાય લોકોમાં ઘણીબધી રુચિ જોવા મળી રહી છે, કે ઉંચાઇની બાબતમાં વિશ્વની કેટલી પ્રતિમાઓથી આગળ છે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”તો ચાલો જાણીએ.

Poster

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને લગભગ તૈયાર જ છે. ભારતનાં ગુજરાતમાં આકાર પામી રહેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટર ઉંચી છે. આ પ્રતિમા છે આપણા લોહ પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ.

ઉંચાઈ 182 મીટર (597) ફૂટSardar

સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા : ચીનના હેનાનના લુશાન કાઉન્ટીમાં ભગવાન બુદ્ધની પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા આવેલી છે. જે 2002માં બનેલ છે અને આ પ્રતિમાની ઉંચાઈ 153 મીટર (502) ફૂટ છે. જો કે હવે આ પ્રતિમા એક સ્થાન ખસીને વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમા બનશે.

ઉંચાઈ 153 મીટર (502) ફૂટ

Spring

ઉશિકુ દાયબુત્સુક : જાપાનના ઉશિકુમા ગૌતમ બુદ્ધની પ્રતિમા ઉશિકુ દાયબુત્સુક વિશ્વની ચોથી સૌથી ઉંચી પ્રતિમા છે. 1995 માં બનેલ આ પ્રતિમાની ઉંચાઈ 11૦ મીટર (360 ફૂટ) છે.

ઉંચાઈ 110 મીટર (360) ફૂટ

Ushiku

Also You like to read
1 of 53

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી : અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દુનિયાભરમાં પ્રખ્યાત છે. જે 46 મીટરના પિલર પર ઊભી કરવામાં આવી છે. આ પ્રતિમાની ઉચાઈ ૯૩ મીટર (305 ફૂટ) છે. અને તેનું નિર્માણ 1886 માં થયેલ હતું.

ઉંચાઈ 93 મીટર (305) ફૂટ

liberty

મધર્સલેન્ડ કોલ્સ : બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનેલ આ પ્રતિમા રુસમાં આવેલ છે. આ પ્રતિમાને 1967 માં સૌથી ઊંચી પ્રતિમા તરીકે જાહેર કરવામાં આવી હતી. તેની ઊંચાઈ 85 મીટર છે.

ઉંચાઈ 85 મીટર (278) ફૂટ

Mothers

ક્રાઇસ્ટ ધ રીડીમર : જીસસ ક્રાઈસ્ટની આ પ્રતિમા બ્રાઝિલના રિયોમાં આવેલી છે. તેની લંબાઈ 39.6 મીટરની જાણવા મળે છે.

ઉંચાઈ 39.6 મીટર (129) ફૂટ

Christ

સરદાર પટેલની આ પ્રતિમાની ઉચાઇ 182 મીટરની છે. સરદાર પટેલે સ્વતંત્રતા પછી ભારતીય રાજાઓને તેમની રિયાસતોને દેશમાં ભેળવવા માટે રાજી કરવાના મુદ્દે મહત્વની ભૂમિકા ભજવી હતી. 2014થી તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબરે પટેલના જન્મ દિવસ પર તેનું લોકાર્પણ થશે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

Ekta Yatra 18

જે વ્યક્તિએ માત્ર સત્ય અને અહિંસાના આશરે જેનો સૂર્ય ક્યારેય ન ડૂબતો તેવો હુંકાર કરનાર દુનિયાના સૌથી શક્તિશાળી શાસનના પાયા હચમચાવી નાખ્યાં, જેમણે દેશને આઝાદી અપાવવામાં પોતાની જાતને હોમી દીધી. જીવન જીવવા માટે એક નવી દિશા દુનિયાને બનાવી એવા વિશ્વમાં વંદનીય અને આપણા રાષ્ટપિતા મહાત્મા ગાંધીજી સાથે અનોખો નાતો જોડાયેલો છે. તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કુલમાં અભ્યાસ કર્યો હતો તેમજ તેમના પિતા પોરબંદર, રાજકોટ અને વાંકાનેરનાં દીવાન પણ રહ્યા હતા. આમ, આ અતૂટ બંધનને આવનાર પેઢી માટે રાજકોટ શહેરમાં વૈશ્વિક કક્ષાનું ગાંધી મ્યુઝિયમનું આવનાર ૩૦ સપ્ટેમ્બરે અનાવરણ થવા જઈ રહ્યું છે.

Ekta Yatra 19

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More