- Advertisement -

સ્વાસ્થ્ય પર અસર કરતી ગેજેટ્સની ખરાબ આદતો

- Advertisement -

- Advertisement -

8,799

Get real time updates directly on you device, subscribe now.

સ્વાસ્થ્ય પર અસર કરતી ગેજેટ્સની ખરાબ આદતો

ગેજેટ્સની સાથે અમુક જોડાયેલ આદતો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પહોચાડે છે, જેને તમારે બદલવી જરૂરી છે. સામાન્ય રીતે ટેકનોલોજીના યુગમાં આપણો વધારેમાં વધારે સમય કોમ્યુટર, મોબાઈલ, ટેબલેટ્સ, ટીવી જેવા ગેજેટ્સનાં ઉપયોગમાં જ પસાર થાય છે, પરંતુ શું તમો જાણો છો કે તમારા આ મનપસંદ ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પહોચાડે છે. આથીજ તમારે તમારા ગેજેટ્સથી જોડાયેલી તમારી ટેવોમાં પરિવર્તન કરવા જરૂરી છે. તો ચાલો જાણીએ આવી જ આદતો વિષે જેના બદલાવથી તમોને હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમથી મુક્તિ મેળવી શકશો.

Technology 03

Related Posts
1 of 401

સુતા પહેલાં ટીવી જોવું : આખા દિવસની ભાગ-દોડ પછી તમો ઘરે જઈને ટીવી ચાલુ કરીને તમારો મનપસંદ ટીવી શો જોતા જ હશો. પરંતુ તમો સુતા પહેલા ટીવી જોતા હો તો તે તમારા સ્વાસ્થ્ય માટે જરાય સારું નથી અને તેનાથી તમારા હેલ્થ પર નકારાત્મક અસર પહોચાડે છે. એક સંસોધન મુજબ સુતા પહેલા ટીવી જોવાથી તમોને નિંદર આવવામાં મુશ્કેલી થશે. તમારું આખું શરીર આખા દિવસની દોડાદોડીથી થાકી ગયું હોય છે, એવામાં જયારે તમો સોતા પહેલા ટીવી જોઓ છો તો ઘણા સમય સુધી તેની એજ ઈફેક્ટ તમારા મગજમાં રહે છે અને તમને નીંદ નથી આવતી. જો તમને પણ સુતા પહેલા ટીવી જોવાની ટેવ હોય તો તેને જદલી બદલો.

Technology 04

બેડરૂમમાં ગેજેટ્સનો ઉપયોગ કરવો : શું તમે પણ બેડરૂમમાં ગેજેટ્સનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. જો તમારા રૂમમાં કોમ્પ્યુટર, ટેબલેટ, ટીવી કે પછી આલાર્મ ઘડીયાલ જ કેમ ન હોય જેનો અવાજ અને પ્રકાશ તમને મુશ્કેલી ઉત્પન થઇ શકે છે. આવી વસ્તુઓ હોવાથી તમો સંપૂર્ણ નીંદ નથી લઇ શકતા. ત્યારે રૂમમાં રહેલા આવા ગેજેટ્સનો ઉપયોગ કરવા લાગો છો. જેનાથી તમારો આખા દિવસનો સ્ટ્રેસ ઓછો થવાને બદલે વધી જાય છે. એટલા માટે આવા ગેજેટ્સ રૂમમાં ન રાખવા જોઈએ.

Also You like to read
1 of 142

Technology 02

કોમ્યુટર પર ખોટી પોઝીશનમાં બેસવું : જો તમો લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર ઉપયોગ કરતા હોવ તો જરૂરી છે કે તમારી બેસવાની પોઝીશન સાચી હોય. કેમ કે ખોટી પોઝીશનમાં બેસીને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી તમને કમર દર્દની મુશ્કેલીનો અનુભવ કરવો પડી શકે છે. જો કે આજે ઘણા લોકોના મોઢે સાંભળવા મળે છે. કોમ્પ્યુટર પર કામ કરતા સમયે યોગ્ય પોઝીશનમાં બેસવા માટે ૯૦ ડીગ્રીનાં એંગલમાં બેસવું જરૂરી છે. તેના સિવાય આંખોની સલામતી માટે કોમ્પ્યુટરની સ્ક્રીન અને તમારા વચ્ચે થોડુક અંતર જરૂરી છે.

Technology 01

લાંબા સમય સુધી કામ કરવું : શું તમો ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરો છો? સતત કામ કરવાની વચ્ચે તમારે બ્રેક લેવાની જરૂરીયાત રહે છે. જો તમે બ્રેક નથી લેતા તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. તમારે તમારી આ આદતમાં બદલાવ કરવાની જરૂરી છે. કેમ કે સતત એક જ જગ્યાએ વિના બ્રેક લીધે બેસી રહેવું તમારા શરીર અને ખાસ કરીને આંખ માટે નુકશાનકારક છે. એટલા માટે જ તમારે ઓફીસમાં કામ કરતા હો ત્યારે સમયાંતરે નાનો બ્રેક લઈને થોડું ધણું ચાલવું અને આંખોને રાહત મળે તે જોવું. બ્રેક લો તે સમયે મોબાઈલ લઈને ગેમ રમવી કે પછી સોશ્યલ સાઈટ્સ સર્ફ ન કરવી જોઈએ.

Technology 06

ટેબલેટ પર વધુ સમય સુધી કામ કરવું : જો તમે ટેબલેટનો વધુ સમય અને સતત ઉપયોગ કરી રહ્યો છો તો તમને તમારી આ આદતને બદલવી જરૂરી છે. કેમ કે ટેબલેટનો ઉપયોગ કરતા સમયે તમારી ગરદન લાંબા સમય સુધી એક જ પોઝીશનમાં હોય છે અને તેના કારણે ગરદનની માસપેશીઓમાં દુઃખાવો એટલે કે સર્વાઇકલ સમસ્યા પણ થઇ શકે છે. જો તમે ટેબલેટનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા માંગો છો તો તેનો ટેબલેટને ટેબલ પોઝીશનમાં ઉપયોગ કરે અને એકી સાથે લાંબા સમય સુધી તેની સામે ન બેસવું.

Technology 05

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More