- Advertisement -

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ – ૨૦૨૦

૪૩ દેશોને ૧૫૩ પતંગબાજો તેમજ ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજો, અમદાવાદ-ગુજરાતના પતંગ ઉડ્ડયન માટે આવ્યા

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ – ૨૦૨૦, અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પરિસરમાં યોજાઇ રહેલા આ પતંગોત્સવમાં વિશ્વના ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજ સહિત ભારતના ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજ અમદાવાદ અને ગુજરાતમાં પતંગ ઉડ્ડયન માટે આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ૩૧મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણે ઉર્ધ્વગતિનો વિકાસ સાધીને આકાશને આંબી જાય એવા વિકાસ દ્વારા ગુજરાતને રોલ મોડલ બનાવવું છે

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 01

- Advertisement -

- Advertisement -

293

Get real time updates directly on you device, subscribe now.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ – ૨૦૨૦

રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો રંગારંગ પ્રારંભ

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 02
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 02

૪૩ દેશોને ૧૫૩ પતંગબાજો તેમજ ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજો, અમદાવાદ-ગુજરાતના પતંગ ઉડ્ડયન માટે આવ્યા

-:રાજ્યપાલશ્રી-:

  • ગુજરાતે પતંગોત્સવને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવી દુનિયાભરના લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે
  • પતંગોત્સવ વિકાસની ઉર્ધ્વ ગતિ સાથે પ્રકૃતિ પૂજાનો સંદેશ આપે છે

-:મુખ્યમંત્રીશ્રી-:

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 23
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 23
  • ‘ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા’ ને ચરિતાર્થ કરી દુનિયા ગુજરાત જોવા આવે તેવો નેત્રદિપક વિકાસ કરવો છે
  • આકાશને આંબે એવા વિકાસથી ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવવું છે
  • પતંગોત્સવને પ્રવાસન સાથે જોડી ગુજરાતમાં ૨૦ કરોડનો પતંગ ઉદ્યોગ હવે ૬૦૦ કરોડથી વધુનો બનાવ્યો છે
  • પર્યાવરણ-પ્રકૃતિની ઉપાસનાના સંસ્કાર વારસાને પતંગોત્સવથી આગળ ધપાવીએ
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 19
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 19

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ૩૧મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણે ઉર્ધ્વગતિનો વિકાસ સાધીને આકાશને આંબી જાય એવા વિકાસ દ્વારા ગુજરાતને રોલ મોડલ બનાવવું છે

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 18
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 18

અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પરિસરમાં યોજાઇ રહેલા આ પતંગોત્સવમાં વિશ્વના ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજ સહિત ભારતના ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજ અમદાવાદ અને ગુજરાતમાં પતંગ ઉડ્ડયન માટે આવ્યા છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 15
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 15

:: રાજ્યપાલશ્રી ::

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પતંગોત્સવના ઉદઘાટન અવસરે જણાવ્યું કે, ગુજરાતે પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને દુનિયાભરના લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભારતીય સંસ્કૃતિને પતંગોત્સવ દ્વારા સાર્થક કરી છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 13
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 13

તેમણે કહ્યું કે, પતંગનો સ્વભાવ આકાશમાં ઉંચાઇને આંબવાનો છે એ જ રીતે વિકાસના ગગનમાં રાજ્યની વિકાસ પતંગ મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નવા-નવા સોપાનો સર કરીને સમગ્ર વિશ્વમાં રોલ મોડલ બની છે.

તેમણે ઉમેર્યું કે, ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિના સન્માન અને ઉપાસનાની શીખ આપે છે. ભારતમાં પહાડો, નદીઓ, વનથી માંડી પંચતત્વોના પૂજા-સન્માનનું સત્વ વણાયેલું છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 11
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 11

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘તમસો મા જ્યોતિર્ગમય’ અર્થાત અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. મંકરસંક્રાતિના પર્વનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. સૂર્યનું મકરવૃતમાં ગમન થવાથી દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે અને પ્રકૃતિ નવપલ્લવિત થાય છે. ઘાસની નવી કૂંપળો ફૂટવાથી માંડી વૃક્ષો નવા પર્ણો ધારણ કરે છે, વસંત ખીલી ઉઠે છે, ખેડૂતો ખેતરમાં નવા પાકની લણણી કરે છે. આ ઉત્સવોના પરિણામે સમગ્ર પૃથ્વી અને લોકોમાં નવા ઉત્સાહનો સંચાર થાય છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 10
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 10

રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું કે, જીવનમાં નિરાશા વ્યાપે નહીં અને માનજીવનમાં નવા ઉત્સાહનો સંચાર થાય એ જ ઉત્સવોનું હાર્દ છે.

ગુજરાતે આ ઉર્જાસભર ઉત્સાહને સમગ્ર વિશ્વની સાથે જોડીને વૈશ્વિક ફલક આપ્યું છે તે સહરાનીય છે તેમ જણાવી ગુજરાતના અતિથિ બનેલા મહાનુભાવોનું સ્વાગત કરી મંકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts
1 of 442
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 07
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 07

:: મુખ્યમંત્રીશ્રી ::

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પતંગોત્સવ ‘ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા’ની વિભાવનાને ચરિતાર્થ કરી આખી દુનિયા ગુજરાત અને ગુજરાતના વિકાસને જોવા આવે તેવો નેત્રદિપક વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 06
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 06

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જનઉત્સવ તરીકે ઉજવવવાની શરૂ કરેલી પરંપરાને આપણે આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તેમજ સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ અને દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી અને પ્રવાસન સાથે જોડીને નવો ઉત્સાહ-ઉમંગ-થનગનાટ તથા નવી ચેતના ઉજાગર કરી છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 24
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 24

તેમણે એમ પણ કહ્યું કે, આવા ઉત્સવોની ઉજવણીની આપણી પરંપરાને કારણે પ્રવાસન વિકસ્યું છે તેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન ધામની એક જ વર્ષના ગાળામાં ૩૫ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને આવનારા દિવસોમાં ૫૦ લાખ લોકો મુલાકાત લે તે માટેનું આયોજન પણ શરૂ કરી દીધું છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 02
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 02

શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂર્યના ઉત્તર તરફના પ્રયાણ ઉત્તરાયણના પર્વને પર્યાવરણ પ્રકૃતિની ઉપાસનાના સંસ્કાર વારસા સાથે પતંગોત્સવના માધ્યમથી આગળ ધપાવવાની મનસા તેમણે સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવતા વ્યક્ત કરી હતી.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 29
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 29

મુખ્યમંત્રીશ્રીએ ઉત્સવોને તાયફા કહેનારા વિરોધીઓની આલોચના કરતાં  કહ્યું કે,  ઉત્સવો જેમને તાયફા લાગે છે તેમને એ હકીકતનો પણ ખ્યાલ હોવો જોઇએ કે આવા ઉત્સવોને લીધે જ ગુજરાતની સંસ્કૃતિ અને પ્રવાસન વિરાસત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે અને દુનિયાભરના લોકો ગુજરાત આવવા પ્રેરાય છે.  પ્રવાસનને પતંગ ઉદ્યોગ સાથે જોડીને આપણે ૨૦ કરોડનો પતંગ ઉદ્યોગ આજે ૬૦૦ કરોડથી વધુનો ઉદ્યોગ બનાવ્યો છે.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 30
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 30

એટલું જ નહીં ગરીબ-શ્રમજીવી પરિવાર માટે આ ઉદ્યોગ આર્થિક આધારનું કેન્દ્ર પણ બન્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌના સાથ- સૌના વિકાસ દ્વારા જ્ઞાતિ-જાતિ-પ્રાંતથી ઉપર ઉઠીને દેશની એકતા અને અખંડિતતા આવા ઉત્સવોના માધ્યમથી વધુ સુદ્રઢ બની છે તેમ પણ ઉમેર્યું હતું.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 28
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 28

પ્રવાસન મંત્રીશ્રીએ જવાહરભાઇ ચાવડાએ દેશ-વિદેશના પતંગબાજો, રાજદૂતોનું આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે ઉમરકાભેર સ્વાગત કર્યું હતું.

અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠના ૨૦૦ ઋષિકુમારો દ્વારા ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાની આદિત્ય સ્તુતિ-વંદના રજૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશ-વિદેશના પંતગબાજો પોતાના દેશના ધ્વજ સાથે પરેડમાં જોડાયા હતા.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 04
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 04

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, કંબોડિયા, કેનેડા, ચિલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા, કુરાકાઓ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, ઇટાલી, કેન્યા, કોરિયા, લેબનોન, લિથુનીયા, મલેશિયા, માલ્ટા, મેક્સિકો, નેપાલ, નેધરલેન્ડ, ન્યુઝિલેન્ડ, પોલેન્ડ, રશિયા, સિંગાપુર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટ્યુનિશિયા, તુર્કી, થાઇલેન્ડ, યુક્રેન, યુ.કે, યુએસએ, વિયેતનામ, ઝિમ્બાબ્વે વગેરે દેશોના પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યના દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે.

આ પ્રસંગે પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત કરવામાં આવેલ વિવિધ સ્થળોને દર્શાવતા કેલેન્ડર, વડોદરા અને જૂનાગઢની ઐતિહાસિક ધરોહરને દર્શાવતા પુસ્તક, કચ્છ મિત્રનો વિશેષાંક તથા ઉત્તરાયણ થીમ પર તૈયાર કરવામાં આવેલ કવરને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યાં હતાં.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 25
૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 25

૧૯ દેશ અને ૧૫૦ કલાકારોના બનેલા ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલ દ્વારા રાજ્યપાલશ્રીને પૂ.મહાત્મા ગાંધીજીનું તેમજ મુખ્યમંત્રીશ્રીને કાઇટ ફેસ્ટિવલનું પેઇન્ટિંગ આપવામાં આવ્યું હતું.

પતંગોત્સવના આ અવસરે મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, યુવક સેવા રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, પ્રવાસન રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સંસદસભ્ય સર્વશ્રી એચ.એસ.પટેલ, ડૉ.કિરીટભાઇ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી જગદિશભાઇ પંચાલ, ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદિપસિંહ પરમાર, સુરેશભાઇ પટેલ, વલ્લભભાઇ કાકડિયા, ડે.મેયરશ્રી દિનેશભાઇ મકવાણા, પ્રવાસન વિભાગના સચિવ શ્રી મમતા વર્મા, એમ.ડીશ્રી જેનુ દેવન, મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય નહેરા, કલેક્ટરશ્રી કે.કે.નિરાલા, વિવિધ દેશોના હાઇકમિશનરશ્રીઓ, પ્રતિનિધિઓ સહિત ઉત્સવ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (પી.આર.ઓ.પી/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

 

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More