- Advertisement -

ટીવી-૯ એસીઇ એચિવર્સ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે

વિશિષ્ટ કામ કરનાર વ્યક્તિઓનું નહિ, પણ તેમણે કરેલા પુરૂષાર્થનું સન્માન છે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતની પ્રથમ ઇલેકટ્રોનિક મીડિયાની ચેનલ ટીવી-૯ દ્વારા આજે અહીં જે વ્યક્તિઓનું સન્માન કર્યું છે, તે  સન્માન વ્યક્તિનું નહી, પણ તેમણે કરેલા પરુષાર્થનું સન્માન છે. જેનાથી આપણી નવયુવાન પેઢી અને અન્ય વ્યક્તિઓને જીવનમાં કંઇક કરવાની પ્રરેણા મળે છે તેવું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ટી.વી.-૯ દ્વારા આયોજિત એસીઇ એચિવર્સ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 02

- Advertisement -

- Advertisement -

554

Get real time updates directly on you device, subscribe now.

ટીવી-૯ એસીઇ એચિવર્સ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે

ગુજરાતની પ્રથમ ઇલેકટ્રોનિક મીડિયાની ચેનલ ટીવી-૯ દ્વારા આજે અહીં જે વ્યક્તિઓનું સન્માન કર્યું છે, તે  સન્માન વ્યક્તિનું નહી, પણ તેમણે કરેલા પરુષાર્થનું સન્માન છે. જેનાથી આપણી નવયુવાન પેઢી અને અન્ય વ્યક્તિઓને જીવનમાં કંઇક કરવાની પ્રરેણા મળે છે તેવું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ટી.વી.-૯ દ્વારા આયોજિત એસીઇ એચિવર્સ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 11
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 11
Related Posts
1 of 398
  • વિશિષ્ટ કામ કરનાર વ્યક્તિઓનું નહિ, પણ તેમણે કરેલા પુરૂષાર્થનું સન્માન છે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
  • ટીવી-૯ એસીઇ એચિવર્સ પુસ્તકનું વિમોચન મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 10
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 10

સન્માન કરવામાં આવેલા સર્વેને રાજય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે, સવારે છાપા દ્વારા શું શું થયું છે, તેની ખબર પડતી હતી. આજના યુગમાં ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા તરંત બનતી ઘટનાઓનું ર્દશ્ય સાથે જોઇ શકીએ છીએ. ઘટનાના નિરૂપણમાં સત્યતાથી ભરાયેલું હોય છે. ગુજરાતની પ્રથમ ચેનલ ટી.વી.-૯ છે. ટી.વી.૯એ ગુજરાતની પ્રથમ ઇલેકટ્રોનિક ચેનલનું સન્માન પ્રાપ્ત કર્યું છે. જેના થકી ગુજરાતમાં ઇલેકટ્રોનિક મીડિયામાં ક્રાંતિ આવી છે.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 09
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 09

વઘુમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ટી.વી- ૯ પ્રજાના પ્રશ્નો અને વેદનાને વાચા આપી રહી છે. ટી.વી.-૯ ના સમાચાર અને કાર્યક્રમોથી ઉપર ઉઠીને ગુજરાતના વિકાસને લોકો સમક્ષ રજૂ કરવા માટે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુજરાતીઓ માટે દુનિયાભરના લોકો માટે માને છે કે, ગુજરાતીઓ વ્યવહારિક, શાંતિપ્રિય અને વેપારીક છે. આપણા વડવાઓ દુનિયાભરમાં વેપાર કરવા જતાં હતા. સુરતમાં ૮૪ વાવટા ફરકતા હતા. આજે ૨૧૭ દેશોમાં ગુજરાતીઓ વેપાર કરી રહ્યા છે. ગુજરાતીઓને લોકો નિષ્ઠાવાન, ઇમાનદાર, સાહિસિક અને ઉત્સાહી માની રહ્યા છે. જેના કારણે આપણી સફળતાના ઉત્તમ શિખરો સર કર્યા છે.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 08
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 08

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે ગુજરાતની વિકાસની પરકાષ્ઠાની ચરમસીમા પર આગળ વઘી રહ્યું છે. જેના કારણે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડલ તરીકે કામ કરી રહ્યું છે. આપણા સૌની મહેનત ગુજરાતના વિકાસમાં ખૂબ ઉપયોગી નીવડી છે. જેના કારણે ગુજરાત આ સ્થાને પહોચ્યું છે. હવે, સરકારે પણ નિરર્ઘાર કર્યો છે કે, ગુજરાત દુનિયાનો મુકાબલો કરે. દુનિયાની સારામાં સારી વસ્તુઓ ગુજરાતમાં હોય, ગુજરાતએ આઘુનિક્તા સાથે વિકાસ કરે તથા પોતાનો ઉજ્જવળ વારસો દુનિયામાં ઉજાગર કરે.

Also You like to read
1 of 210
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 07
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 07

ગુજરાતમાં તમામ ક્ષેત્રોની પોલિસી છે, તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયની વિકાસ માટેની ઉમદા પોલિસીથી લોકોનો વિશ્વાસ વઘ્યો છે. જેના કારણે ગુજરાતમાં રોકણ વઘી રહ્યું છે. ગુજરાતમાં ફે.બી.આઇમાં ભારતમાં જેટલું રોકણ આવે છે, જેમાંથી ૩૯ ટકા જેટલું રોકાણ ગુજરાતમાં થાય છે. એમ.એસ.એમ.ઇ.માં ગુજરાત આગળ છે. ગુજરાતમાં ૩૦ લાખ એમ.એસ.એમ.ઇ. કામ કરી રહ્યા છે. એમ.એસ.એમ.ઇ. ના વિકાસ માટે પણ ઉમદા નિર્ણય લીઘો છે. પહેલા એવું હતું કે, પહેલા પરમીશન પછી પ્રોડકશન હવે, પહેલા પ્રોડેકશન પછી ત્રણ વર્ષે પરમીશનની પોલિસી કરવામાં આવી છે.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 06
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 06

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વઘુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન અને ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ- ૨૦૦૧ થી વિકાસની જે કેડી કંડારી છે, તેના પર આજે આપણે સૌ આગળ વઘી રહ્યા છીએ. બે દાયકામાં અનેક સિઘ્ઘિના શિખરો સર ગુજરાતે કર્યો છે. બે દાયકામાં પહેલા ૯  મેડિકલ કોલેજ હતી આજે ૨૯ મેડિકલ કોલેજ છે. ગુજરાતનું બજેટ બે લાખ કરોડે પહોચી ગયું છે. પૈસાના અભાવે ગુજરાતનેા વિકાસ અટકે નહિ તે ગુજરાત સરકારનો મંત્ર છે. સૌનો સાથ સોના વિકાસ મંત્ર સાથે દરેક ક્ષેત્રેમાં આજે ગુજરાત આગળ વઘી રહ્યું છે. મહેસુલી સેવાની ક્રાંતિ, આર.ટી.ઓ. ચેક પોસ્ટ અંગેની પણ વિસ્તૃત વાત કરી હતી. ગુજરાત વી આર ઓન ફાસ્ટ ટ્રેકની દિશામાં જઇ રહ્યું છે.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 05
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 05

લોકો મુક્ત વેપાર કરે તેવું વાતાવરણ ઉભું કરવાની દિશામાં સરકાર આગળ વઘી રહી છે. સરકાર સરળીકરણ કરી વેપાર- ઘંઘા વઘારવા માંગી રહી છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની વાતો દેશના અન્ય રાજયમાં લોકો કરી રહ્યા છીએ. યુવાનો વ્યસન મુકત બને તે દિશામાં આગળ વઘી રહ્યું છે. ગુજરાતમાં દારૂ બંઘી છે, તેને હટાવવામાં આવશે નહી. તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રવાસન પણ વઘ્યું છે, તેવું કહી સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દુનિયા અને દેશના અલગ અલગ પ્રાંતમાંથી જોવા આવી રહ્યા છે. જેના થકી ગુજરાતને વિશ્વમાં એક નવી ઓળખ મળી છે.

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 04
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 04

આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિવિઘ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા ૪૧ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ટીવી-૯ એસીઇ એચિવર્સ નામની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃપ સી.ઇ.ઓ. બરનદાસ, ન્યૂઝ એડીટર હેમંતભાઇ શર્મા, માર્કેટીંગ હેડ શ્રી  કે. વિક્રમ સહિત ટી.વી.-૯ ના કર્મયોગીઓ અને આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (પરીમલ પટેલ)

Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 03
Tv 9 Ace Achievers Pustaka Nu Vimocana Mukhyamantri Na Haste 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More