- Advertisement -

૧૦૦ નન્હી પરીઓને અવતરણ કિટનું વિતરણ કરતા કલેક્ટર નિરાલા

કલેક્ટર શ્રી કે.કે.નિરાલાના હસ્તે સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ નન્હી પરીઓને અવતરણ કિટનું વિતરણ કરાયું

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આયોજીત ‘નન્હી પરી અવતરણ’ કિટ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદના કલેક્ટર શ્રી કે.કે. નિરાલાના હસ્તે ૧૦૦ જેટલી નન્હી પરીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 03

- Advertisement -

- Advertisement -

24

Get real time updates directly on you device, subscribe now.

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન

કલેક્ટર શ્રી કે.કે.નિરાલાના હસ્તે સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ નન્હી પરીઓને અવતરણ કિટનું વિતરણ કરાયું

કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલમાં આવેલા  ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની પણ મુલાકાત લીધી

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આયોજીત ‘નન્હી પરી અવતરણ’ કિટ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદના કલેક્ટર શ્રી કે.કે. નિરાલાના હસ્તે ૧૦૦ જેટલી નન્હી પરીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 03
100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 03

આ પ્રસંગે કલેક્ટર શ્રી કે.કે. નિરાલાએ જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત આજે નાકકડી ગિફ્ટ આ નન્હી પરીઓને આપવામાં આવી હતી. આ અભિયાન થકી સમાજમાં એક મેસેજ આપવા માંગીએ છીએ કે છોકરીઓ આપણા સમાજનું ભવિષ્ય છે.

કલેક્ટર શ્રીએ વધુમાં કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ ખાસ કરીને છેવાડાના વર્ગને મળી રહે તેવા પ્રયત્નો સફળતા પૂર્વક કરવામાં આવી રહ્યા છે.

Related Posts
1 of 483
100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 04
100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 04

કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલમાં આવેલ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, અમદાવાદની મુલાકાત પણ લીધી હતી. ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના સેન્ટર એડમિનિસ્ટ્રેટર પ્રીતિબેન મોદી, નેહાબેન નાગર અને મિતલબેન પટેલ સાથે બેઠક કરીને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની કાર્યશૈલીની પણ માહિતી મેળવી હતી.

‘સખી’ વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાનો તાત્કાલીક તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવાઓ પુરી પાડવી અને જાહેર, ખાનગી સ્થળે હિંસાનો ભોગ બનનાર મહિલાઓને એક જ સ્થળે તમામ મદદ મળી રહે તેનો છે.

100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 01
100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 01

સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સિલિંગ પ્રક્રિયાથી લઇને તમામ પ્રકારની સુવિધાઓ પીડિત મહિલાઓને આપવામાં આવે છે. આ પ્રસંગે સિવિલ સર્જન ડો. ગુણવતભાઇ રાઠોડ, ઓલ સિવિલ નર્સિંગના ઇ.ચાર્જ ડો.બાબુભાઇ પ્રજાપતિ, આરએમઓ ડો. સંજયભાઇ સોલંકી, ગાયનેક વિભાગના ડોક્ટર્સ તેમજ નર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 02
100 Nanhi Pario Ne Avatarana Kita Nu Vitarana Karata Kalektar Nirala 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More