- Advertisement -

15 August 2018 Special Story

- Advertisement -

- Advertisement -

211

Get real time updates directly on you device, subscribe now.

આઝાદી આપણને દેશના અગણિત સપૂતોનાં બલિદાનને કારણે મળી છે. ઘણાબધા એવા સ્વતંત્રતા સેનાનીઓ હતા, જેમને આપણે આજે પણ યોગ્ય રીતે નથી ઓળખતા, પરંતુ ત્યારે તેઓ ન હોત તો આજે આપણે પણ કદાચ ન હોત. તો ચાલો સ્વતંત્રતા દિવસનાં ખાસ અવસર પર એ બધા જ ને સેલ્યુટ કરીએ.

આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. અહીંયા દરેક ક્ષેત્રની ભાષા અને સંસ્કૃતિ અલગ-અલગ છે. તેમ છતાં અહીંયાના લોકો હળી મળીને રહે છે. ભારત ૨૫ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોથી બનેલ છે. દરેકના પોતાના ઇતિહાસ, સભ્યતા – સંસ્કૃતિ, ભાષાઓ અને રીતરિવાજો છે. ભારતની સભ્યતા પ્રાચિન માનવામાં આવે છે, જેણે પૂરી દુનિયાને આર્યુવેદિક થી લઈને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. તેના સિવાય એવી ઘણી બધી ચીજો છે, જે આપણા ભારતમાં જ જોવા મળે છે.

15-august-2018-02

દર વર્ષે ૧૫મી ઓગસ્ટ આવતાની સાથે જ આ વાતનું આંકલન શરુ થઇ જાય છે કે આઝાદીના સપનાને સાકાર કરવા માટે હજુ પણ શુ – શું થવાનું બાકી છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ઘણી ચીજો થી આઝાદી મેળવવાની બાકી છે! આમ-આદમીની દરરોજની જિંદગીમાં આવવાવાળી તકલીફો પર આવા સમયે ચર્ચામાં આવી જાય છે. અને ડીબેટ થવા લાગે છે. ટેકનોલોજી અને સોશ્યલ મીડીયાના જમાનામાં હવે તો આવી ડીબેટને વાયરલ કરવા માટે અનેક પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે. આવી ડીબેટમાં શામેલ થવા, પોતાની સલાહ આપવા, વ્યવસ્થાની ખામીઓ ગણાવવાવાળા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો એવા પણ હોય છે, જે આ ડીબેટમાં સામેલ થવા અને પ્રસંગ જતાની સાથે જ તેને ભુલાવી દેવા કરતા આવી ખામીઓને દુરુસ્ત કરવાની પહેલ કરે છે.

15-august-2018-03

આઝાદીથી સાચા પ્રહરી

Related Posts
1 of 483

આઝાદી એક શબ્દ જ નથી, રસમ અદાયગીનો એક દિવસ પણ નથી, પરંતુ આપણા પૂર્વજોના લાંબા સંધર્ષ અને બલીદાન થકી દુનિયાનો સૌથી મોટો દેશ લોકતંત્રના રૂપમાં આપણને મળેલ એક વિરાસત છે. આઝાદી મળ્યાને ૭ દશક પુરા થઇ ગયા. પરંતુ શું આઝાદીની સાથે જોવામાં આવેલ સપનું સાકાર થયું છે! શું આપણા આપણા સપના સાથે ઈમાનદાર રહ્યા!15-august-2018-04

જે લોકો આવી સમસ્યાઓથી દેશને આઝાદી અપાવવાના જુસ્સા સાથે એક નવી શરૂઆત કરે છે, તેવા લોકોના કામને દેશમાં જ નહીં, વિશ્વમાં પણ તેમની પ્રશંસા કરવામાં આવે છે.

15-august-2018-05

આઝાદીનો દિવસ નજીક આવતા આપણે બધા એક લાંબુ લિસ્ટ લઈને તૈયાર થઇ જઈએ છીએ કે ‘હજુ આ બધાથી આઝાદ થવાનું બાકી છે.’ પાછલા થોડા વર્ષોથી તો પરંપરા ચાલી પડી છે કે, સ્વતંત્રતા દિવસનાં થોડા દિવસો પહેલા જ આવી વાતો ગણાવવાનું શરુ કરી દે છે કે દેશને હજી કઈ કઈ ચીજોથી આઝાદી મેળવવાની બાકી છે. હવે તો ટેકનોલોજીએ પણ આવા વિચારોને વાયરલ કરવા માટે ઘણા રસ્તાઓ આપી દીધા છે. ૧૫મી ઓગસ્ટ દરમયાન વોટ્સએપ, મોબાઇલના ઈનબોક્સ, ફેસબુક વોલ કે મેસેંજર બોક્સ, ટ્વીટર વગેરેમાં આવા સંદેશાઓની ભરમાર થવા લાગે છે. જેમાં કહેવામાં આવે છે કે, આપણા દેશને હજી સુધી ગરીબી, ભુખમરી, અશિક્ષા, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરેથી આઝાદી મેળવવી બાકી છે. આવા સંદેશાઓ મળવા પર સામાન્ય નાગરિક શું કરે? સામાન્ય રીતે આ પ્રકારના મેસેજો પર બે પ્રકારની પ્રતિક્રિયા થતી હોય છે. થોડા લોકો મેસેજને વાંચીને જવા દે અને થોડા લોકોમાં દેશ ભક્તિ જાગી જાય અને આવા મેસેજ બીજાને ફોરવર્ડ કરવા લાગે, પોતાની વોલ પર પોસ્ટ કરે, જો કોઈ કોમેંટ આવી જાય તો તર્ક આપીને ડીબેટ પણ કરે. આમ, આઝાદીથી જોડાયેલા ઉપરોક્ત વિચારો ખુબજ જોવામાં આવે છે, વાંચવામાં આવે છે, ફોરવર્ડ કરવામાં આવે છે. પરંતુ આ બધું થોડા દિવસો કે કલાકો સુધી જ ચાલે. પછી મોબાઈલના મેસેજ, એફબી અપડેટ ટ્વીટ, કોમેંટના બધાના વિષયો બદલી જાય. દેશભક્તિનો જુસ્સો નરમ પડતો જાય.

15-august-2018-06

પરંતુ ક્યારેય આપણે થોડા થોભીને એ વાત પર ધ્યાન આપ્યું છે કે આપણને જે ચીજોથી આઝાદી જોઈએ છે, તે આઝાદી અપાવશે કોણ? શું આવી આઝાદી માટે આપણે નાનામાં નાનું કંઇપણ યોગદાન આપી શકીએ? આઝાદીની આ વિરાસતને મઝબુત બનાવવા માટે શું એક તણખલું પણ જોડી શકીએ છીએ? શું આપણે એ વિચારીએ છીએ કે આપણે આઝાદીની આ વિરાસતને આગળ લઇ જવા માટે અને તેને મજબુત કરવા માટે આખરે આપણે શું કર્યું? અને જો નથી કર્યું તો, શું કરી શકીએ?

15-august-2018-07

સામાન્ય રીતે આનો જવાબ બધા એમ જ આપે કે આપણે પોતે એકલા દેશની મોટી-મોટી સમસ્યાઓ માટે શું કરી શકીએ. પરંતુ એવું નથી! આપણે જરૂર કરી શકીએ. આઝાદી થી લઇ ને આજ સુધી એવા ઘણા બધા ચહેરાઓ છે, જેમનામાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ અને નાના-નાના પ્રયાસોથી દેશ માટે ઘણું બધું કરી શકીએ, એક નાનકડી પહેલ મોટી બની જાય અને અસંખ્ય ચહેરાઓ પર આઝાદીની મુસ્કાન ફેલાઈ જાય.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More