- Advertisement -

૧૮૧ મહિલા અભયમ ટીમે કરી સગીરાની મદદ

પરિવારજનો સગીરાને જે મદદ ન કરી શક્યા તે મદદ ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ટીમે કરી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે, ગુજરાતની મહિલાઓ- દીકરીઓ ની ચિંતા અને મૂંઝવણ એ અમારી  ચિંતા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ અમારી  સરકારનો મંત્ર છે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ તંત્રની મહિલાઓને મદદ કરવાની કામગીરીની આ વાત  અને મંત્રને ચરિતાર્થ  કરાવતો એક કિસ્સો આજે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો હતો.

181 Mahila Abhyam Team Kari Sagira Ni Madada

- Advertisement -

- Advertisement -

42

Get real time updates directly on you device, subscribe now.

‘મારા લગ્નની કંકોત્રી છપાઈ ગઈ છે, પણ હું સગીર છું .મારે પરણવાની ઈચ્છા નથી…’ ગીર સોમનાથમાં ૧૮૧ પર સગીરાનો ખુદનો ફોન આવતા માત્ર એક કલાકમાં સગીરાના ચિંતાના વાદળો વિખેરાઈ ગયા!

પરિવારજનો સગીરાને જે મદદ ન કરી શક્યા તે મદદ ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ટીમે કરી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે, ગુજરાતની મહિલાઓ- દીકરીઓ ની ચિંતા અને મૂંઝવણ એ અમારી  ચિંતા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ અમારી  સરકારનો મંત્ર છે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ તંત્રની મહિલાઓને મદદ કરવાની કામગીરીની આ વાત  અને મંત્રને ચરિતાર્થ  કરાવતો એક કિસ્સો આજે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો હતો. વાત જાણે એમ છે કે, ગીર-સોમનાથ જિલ્લાની એક ૧૭ વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી.

આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા. કંકોત્રી પણ લખાઈ ગઈ. ૧૧મી ફેબ્રુઆરીએ તેમના લગ્ન હતા. ચિંતાતુર સગીરાને શું કરવું એ કંઈ સૂઝતું ન હતું અને અંતે તેને પોતાને વિચાર આવ્યો કે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ની ટીમ તેમને મદદ કરશે. આ યુવતી રડતા રડતા ૧૮૧ ફોન કરે છે કે,’ મારે હજુ લગ્ન કરવા નથી અને મારા પરિવારજનો મારા લગ્ન કરવા માંગે છે. કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને ૧૧મી એ તમે આવજો અને મારા લગ્ન અટકાવી મને મદદ કરજો. ‘રાજ્ય સરકારનો એ પણ મંત્ર છે કે, કાલનું કામ આજે કરવું છે અને આજનું કામ અત્યારે કરવું છે.

Related Posts
1 of 484
181 Mahila Abhyam Team Kari Sagira Ni Madada
181 Mahila Abhyam Team Kari Sagira Ni Madada

ગીર સોમનાથની ૧૮૧ ની ટીમના સભ્ય સંતોકબેન અને તેજલ બેને સગીરાને ચિંતા મુક્ત થવાનુ કહીને અમે અત્યારે જ આવીએ છીએ તેમ કહીને તેઓ ૪૫ મિનિટમાં સગીરાના ઘરે પહોંચી ગયા. ઘરે પરિવારજનો ન સમજતા અંતે પોલીસની મદદથી આ બાળ લગ્ન અટકાવી પરીવારજનો અને સૌ કોઈ વચ્ચે સમાધાન કરીને સુમેળ ભર્યા વાતાવરણમાં ૧૮૧ ની મહિલા અભયમ  તેમની ટીમ એકાદ કલાકના કાઉન્સિલિંગ બાદ પરત ફરી ત્યારે આ સગીરાના ચહેરા પર સ્મિત હતું.  પરિવારજનો કે સગા સંબંધી જે મદદ ન કરી શક્યા તે મદદ ૧૮૧ ટીમે કરતા તેણીએ આ ટીમનો આભાર માન્યો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More