૧૯૭૩માં વડોદરામાં પશ્ચિમ રેલવેના પ્રથમ વિદ્યુત લોકો શેડની સ્થાપના કરવામાં આવી હતી

૧૯૭૩માં વડોદરામાં પશ્ચિમ રેલવેના પ્રથમ વિદ્યુત લોકો શેડની સ્થાપના થઇ હતી : પ્રવાસી અને માલવાહક ગાડીઓના ૧૯૭ એન્જીન્સ ને ચુસ્ત અને દુરસ્ત રાખવાની કામગીરી આ લોકો શેડમાં થાય છે.

રેલવે ગાડીઓમાં લાખો પ્રવાસીઓ અને હજારો ટન માલસમાનની રોજેરોજ અવર જવર થાય છે. આ ગાડીઓની સલામતી માટે તેના એન્જીનસને ચકાચક રાખવાની રેલવે તંત્રની પ્રથમ ફરજ છે. પહેલા કોલસા થી ચાલતા વરાળ એન્જીનો હતા. હવે મુખ્યત્વે વિદ્યુત અને ડીઝલ ચાલીત એન્જીન્સ વપરાશમાં છે. વડોદરામાં સન ૧૯૭૩માં વિદ્યુત ચાલીત રેલવે એન્જીનસની દેખરેખ માટે પશ્ચિમ રેલવેના પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડની સ્થાપના કરવામાં આવી હતી. આ લોકોશેડમાં ૬૭૦ જેટલા કર્મચારીઓની મદદથી પ્રવાસી અને માલવાહક ગાડીઓ ને ચલાવવા માટે વપરાતા ૧૯૭ જેટલા વિદ્યુત એન્જીન્સને ચુસ્ત અને દુરુસ્ત રાખવાનું કામ થાય છે. આમ, ૪૭ વર્ષ જૂની રેલવેની આ પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા પ્રવાસીઓ અને રેલવે દ્વારા જેનું પરિવહન થાય છે એવા માલસમાનની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપે છે.

1973 Ma Vadodara Ma Paschim Relave Na Pratham Vidyut Loko Seda Ni Sthapana Karvama Aavi Hati 01
175

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 171
Related Posts
1 of 359

પશ્ચિમ રેલવે ૫મી નવેમ્બરે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરે છે. એ નિમિત્તે આ લોકોશેડની કામગીરીની વિગતો આપતાં વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેરશ્રી હરિકેશ મીનાએ જણાવ્યું કે વિદ્યુત એન્જીન એ, પ્રવાસી કે માલવાહક, કોઈપણ પ્રકારની ટ્રેનનો સારથી છે. એની ફિટનેસ પર લોકોના જાનમાલની સલામતી નિર્ભર છે. એક એન્જીનની કિંમત રૂ.૧૧ થી ૧૨ કરોડ હોય છે જે ૩૫ વર્ષ સુધી સેવા આપી શકે છે. એટલે એની સમયે સમયે જાળવણી અને સમારકામ અનિવાર્ય છે. અને રેલવે બોર્ડએ ઠરાવેલી માર્ગદર્શિકા પ્રમાણે અમે લોકોશેડમાં મેજર ઓવરહાઉલિંગ અને માઇનોર દુરસ્તીનું કામ નિર્ધારિત સમય પત્રક અનુસાર નિયમિત કરીએ છે. હવે અદ્યતન વતાનુકકૂલિત વિદ્યુત એન્જીન આવી રહ્યા છે જેમાં ચાલકો માટે વધુ મોકળાશ છે. ઓછા વીજ વપરાશે વધુ સારું કામ આપનારી રેલવેની આ કિંમતી સંપદાની જાળવણી માટે અમે કટિબદ્ધ છીએ.

1973 Ma Vadodara Ma Paschim Relave Na Pratham Vidyut Loko Seda Ni Sthapana Karvama Aavi Hati 02
1973 Ma Vadodara Ma Paschim Relave Na Pratham Vidyut Loko Seda Ni Sthapana Karvama Aavi Hati 02

તેમણે જણાવ્યું કે, પશ્ચિમ રેલવેમાં સાબરમતી ખાતે ડીઝલ ચાલિત રેલવે એન્જીન્સ માટેનું અને મુંબઈમાં ઇએમયુ માટેનું લોકોશેડ છે. પ્રવાસી વિદ્યુત એન્જીનસની જાળવણી માટેનું વડોદરાનું આ લોકોશેડ દેશનું બીજા ક્રમનું સહુથી મોટું લોકોશેડ છે. એન્જીન્સ ની સંખ્યામાં વધારાની સાથે એનું જરૂરી વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે. જનસંપર્ક આધિકારીશ્રી ખેમરાજ મીનાએ બીબીએન્ડ સીઆઈ રેલવેમાં થીં ભારતીય રેલવે સુધીની યાત્રા અને પશ્ચિમ રેલવેની રચનાની વિગતો આપી હતી. (મિશ્રા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More