- Advertisement -

૨૦મી નવેમ્બર -આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ

આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિન નિમિત્તે કતારગામ ખાતે બાળ અધિકારોની જાગૃત્તિ માટે બાળ રેલી યોજાઈ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને શિક્ષણ વિભાગ, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, સુમુલ ડેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે આજ રોજ વહેલી સવારે ૮.૩૦ વાગ્યે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિનની ઉજવણી સંદર્ભે યોજાયેલી બાળ રેલીને મેયરશ્રી ડો. જગદીશ પટેલ અને   બાળ આયોગના સભ્યશ્રી હર્ષદભાઈ વસાવાએ પ્રસ્થાન કરાવ્યું હતું. લલિતા ચોકડી, કતારગામ ખાતે આવેલી પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક-૨૮૯ થી થયેલી આ રેલીનું શ્રી હેમુ ગઢવી પ્રાથમિક શાળા ક્ર.:૨૯૦ ડભોલી સર્કલ, ખાતે સમાપન થયું હતું. રેલીમાં જોડાયેલા બાળકોએ બાળ અધિકારો, બાળ સુરક્ષાના પ્લે કાર્ડ, બાળ મજૂરી નાબૂદીના બેનરો દર્શાવી બાળ અધિકારને લગતા નારાઓ લગાવી લોકોને જાગૃત્ત કર્યા હતા.

20mi November Antarrashtriya Bala Adhikar Divasa 01

- Advertisement -

- Advertisement -

467

Get real time updates directly on you device, subscribe now.

  • ‘૨૦મી નવે.-આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ’
  • આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિન નિમિત્તે કતારગામ ખાતે બાળ અધિકારોની જાગૃત્તિ માટે બાળ રેલી યોજાઈ
  • આપણા કુટુંબ-સમાજ અને રાષ્ટ્રનો વિકાસ કુમળા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી પર આધારિત છે: મેયર જગદીશભાઈ પટેલ
  • રાજ્ય સરકાર બાળકના જન્મ પહેલાં અને જન્મ બાદ તેના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉછેર માટે કાળજી લઇને માતા અને પિતાતુલ્ય ભૂમિકા ભજવી રહી છે: મેયર
Related Posts
1 of 398
20mi November Antarrashtriya Bala Adhikar Divasa 02
20mi November Antarrashtriya Bala Adhikar Divasa 02
Also You like to read
1 of 209

આ વેળાએ માર્ગ અકસ્માતમાં ડીંડોલીની નગર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓના થયેલા દુ:ખદ અવસાન નિમિત્તે ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે બાળ અધિકાર દિવસની શુભકામનાઓ પાઠવતાં મેયરશ્રી ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આપણા કુટુંબ-સમાજ અને રાષ્ટ્રનો વિકાસ કુમળી અને નવી પેઢી એવા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી પર આધારિત છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર બાળકના જન્મ પહેલાં અને જન્મ બાદ તેના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉછેર માટે કાળજી લઇને માતા અને પિતાતુલ્ય ભૂમિકા ભજવી રહી છે. શ્રી પટેલે કહ્યું કે, નાનકડું બાળક આપણા વર્તન અને વ્યવહારનું અનુસરણ અને અનુકરણ કરે છે, ત્યારે શાળાના શિક્ષકો અને પરિવારના સભ્યોએ બાળકોના માનસ પર વિપરીત અસર કરે તેવા વર્તન વ્યવહાર ન કરવા જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

20mi November Antarrashtriya Bala Adhikar Divasa 01
20mi November Antarrashtriya Bala Adhikar Divasa 01

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ ઠાકોરે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન અને વર્ષ ૨૦૦૯ માં શિક્ષણના અધિકાર કાયદા દ્વારા બાળકોના શિક્ષણને વિનામૂલ્યે અને ફરજિયાત બનાવ્યું છે. શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો બંધારણીય અને નીતિગત અધિકાર છે. તેમણે સમાજની નબળાઈ સમાન બાળમજૂરીનું દૂષણને આપણા સમાજે જ દૂર કરવી રહી એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. બાળમજૂરીના દૂષણને નાથવા ગંભીર બનેલી કેન્દ્ર અને રાજ્ય સરકારે બાળમજૂરી કરાવનાર સામે પોલિસ કેસ અને ૫૦ હજારના દંડની સખ્ત જોગવાઈ કરી છે. આપણે સહુ બાળકોના બાળપણને સુરક્ષિત બનાવી તેમને શિક્ષિત બનાવી ઉજજવળ ભવિષ્યની ભેટ આપીએ એવી અપીલ શ્રી ઠાકોરે કરી હતી.

20mi November Antarrashtriya Bala Adhikar Divasa 03
20mi November Antarrashtriya Bala Adhikar Divasa 03

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એચ.એચ.રાજ્યગુરૂ, ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા, ટી.પી.સમિતિના ચેરેમેનશ્રી રમેશભાઈ ઉકાણી, બાળ આયોગના ડિરેક્ટરશ્રી હર્ષદભાઈ વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હસમુખભાઇ પટેલ, શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો  અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More