પ્રજાસત્તાક દિવસ વિવિધતામાં એકતાની અનોખી મિશાલ
મિત્રો, આપણો પ્રજાસત્તાક દિવસ વિવિધતામાં એકતાની અનોખી મિશાલ છે. દુનિયામાં ઓળખાતા દરેક ધર્મના લોકો આ દેશમાં હળી-મળીને રહે છે. ભારત દેશનું સંવિધાન દેશના દરેક નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. પરંતુ એક સારું ગણતંત્ર બનાવવાને હજુ પણ આપણે ઘણા દુર છીએ. સંવિધાનમાં મળેલા હક્કોમાં યુવાનોની પણ ભૂમિકા મહત્પૂર્ણ રહેવાની છે. આ વર્ષે આપણે ૨૬મી જાન્યુઆરી 2019 એ આપણો 70 મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ.
thousands of people laid down their lives….
so that our country breath today….
never forget their sacrifice…
Happy Republic Dayઆપ વાંચી રહ્યા છો લાઈફ કેર મેગેજીન. આ લેખ આપને ઉપયોગી લાગતો હોય તો આપના મિત્રોને જરૂરથી શેર કરો. હેલ્થ ને લગતા આર્ટિકલ્સ વાંચવા માટે મુલાકાત લો Lifecarenews
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જન્મ : વર્ષ ૧૮૮૪ | મૃત્યુ : વર્ષ ૧૯૬૩
કાર્યકાળ : ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ૧૩ મેં ૧૯૬૨
ખાસિયત : તે સ્વતંત્રસેનાની પણ હતા તેમજ આઝાદ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને સતત બેવાર રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન થયેલા એકમાત્ર વ્યક્તિ હતા.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
જન્મ : વર્ષ ૧૮૮૮ | મૃત્યુ : વર્ષ ૧૯૭૫
કાર્યકાળ : ૧૩ મેં ૧૯૬૨ થી ૧૩ મેં ૧૯૬૭
ખાસિયત : રાધાક્રિષ્નન એક ફિલોસોફર અને લેખક હતા. તેઓ આંધ્ર વિશ્વવિદ્યાલય અને બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પદવી પર પણ બિરાજમાન રહ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં 1954 માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ દક્ષિણ ભારતમાંથી આવેલ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ થી રાષ્ટ્રપતિ બનનાર પહેલા વ્યક્તિ. તેમનો જન્મદિવસને ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ડૉ. જાકીર હુસૈન
જન્મ : વર્ષ ૧૮૯૭ | મૃત્યુ : વર્ષ ૧૯૬૯
કાર્યકાળ : ૧૩ મેં ૧૯૬૭ થી ૩ મેં ૧૯૬૯
ખાસિયત : શિક્ષણના ક્ષેત્રે તેમણે ઘણું બધું કામ કર્યું છે. જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયના સંસ્થાપક રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ સમય દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હતું.
વારાહગિરિ વેંકટ ગિરિ
જન્મ : વર્ષ ૧૮૯૪ | મૃત્યુ : વર્ષ ૧૯૮૦
કાર્યકાળ : ૩ મેં ૧૯૬૯ થી ૨૦ જુલાઈ ૧૯૬૯ / ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ થી ૨૪ ઓગસ્ટ ૧૯૯૪
ખાસિયત : દેશમાં શ્રમિકોના અધિકારોની જે પણ તાકાત દેખાય છે, તેનો શ્રેય વીવી ગિરિને જ જાય છે.
મુહમ્મદ હિદાયતુલાહ
જન્મ : વર્ષ 1905 | મૃત્યુ : વર્ષ ૧૯૯૨
કાર્યકાળ : 20 જુલાઈ 1969 થી 24 ઓગસ્ટ 1969
ખાસિયત : હિદાતુલ્લાહ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપતા હતા અને બ્રિટિશ સામ્રાજ્યના ઓર્ડરના પણ એક પ્રાપ્તકર્તા હતા. તેમણે ભારતના રાષ્ટ્રપતિ ગિરીની ચૂંટણી સુધી કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
ડૉ. ફખરુદ્દીન અલી અહમદ
જન્મ : વર્ષ 1905 | મૃત્યુ : વર્ષ ૧૯૭૭
કાર્યકાળ : ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ થી ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭
ખાસિયત : ફખરુદ્દીન અલી અહમદ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. તેમને ઘણીબધી લોકપ્રિય રમતોમાં નિપુણતા મેળવેલ હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તેમના કાર્યકાળ દરમ્યાન જ દેશમાં આપાતકાળની સ્થિતિ સર્જાઈ હતી.
બાસ્સપ્પા દાનપ્પા જત્તી
જન્મ : વર્ષ ૧૯૧૨ | મૃત્યુ : વર્ષ ૨૦૦૨
કાર્યકાળ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૭૭
ખાસિયત : તેઓ ફકરુદ્દીનઅલી અહેમદનાં મૃત્યુ પછી ભારતના કાર્યકારી પ્રમુખ બન્યા હતા, તે અગાઉ મૈસુર રાજ્યના મુખ્યમંત્રી હતા.
નીલમ સંજીવ રેડ્ડી
જન્મ : વર્ષ ૧૯૧૩ | મૃત્યુ : વર્ષ ૧૯૯૬
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૮૨
ખાસિયત : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા બાદ, બે વાર લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રિમંડળમાં મંત્રી રહ્યા હતા.
જ્ઞાની જૈલ સિંહ
જન્મ : વર્ષ ૧૯૧૬ | મૃત્યુ : વર્ષ ૧૯૯૪
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૧૯૮૨ થી ૨૫ જુલાઈ ૧૯૮૭
ખાસિયત : માર્ચ 1972 માં, સિંઘે પંજાબના મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કર્યું હતું અને 1980 માં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા હતા. તેમનો રાષ્ટ્રપતિ કાર્યકાળ 1987 દરમિયાન તેમને ‘બ્લુસ્ટાર ઓપરેશન’ અને ઈન્દિરા ગાંધીની હત્યા જેવા કપરા સંજોગોમાંથી પણ પસાર થવું પડ્યું હતું. જે સમય ઘણો ચેલેન્જથી ભરેલો રહ્યો હતો, જો કે તેમણે બધી જ કઠણાઇઓને સફળતાપૂર્વક હલ કરી હતી.
આર વેંકટરામન
જન્મ : વર્ષ ૧૯૧૦ | મૃત્યુ : વર્ષ ૨૦૦૯
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૧૯૮૭ થી ૨૫ જુલાઈ ૧૯૯૨
ખાસિયત : 1942 માં, વેંકટમન ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમ્યાન જેલમાં પણ રહ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ, તે કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. આ ઉપરાંત તે ભારતના નાણાં પ્રધાન અને સંરક્ષણ અને સંરક્ષણ મંત્રી પણ રહ્યા હતા.
ડોકટર શંકર દયાલ શર્મા
જન્મ : વર્ષ ૧૯૧૮ | મૃત્યુ : વર્ષ ૧૯૯૯
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૧૯૯૨ થી ૨૫ જુલાઈ ૧૯૯૭
ખાસિયત : સેન્ટ જ્હોન કોલેજ-આગરા, આગરા કોલેજ, અલ્હાબાદ યુનિવર્સિટી, લખનૌ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, લિંકન ઇન અને હાર્વર્ડ લો સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે હિન્દી, ઇંગલિશ અને સંસ્કૃત સાહિત્યમાં MA કર્યું હતું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો.
કે.આર. નારાયણ
જન્મ : વર્ષ ૧૯૨૦ | મૃત્યુ : વર્ષ ૨૦૦૫
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૧૯૯૭ થી ૨૫ જુલાઈ ૨૦૦૨
ખાસિયત : તેઓ ચાઇના, તુર્કી, થાઇલેન્ડ અને અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવારત રહ્યા હતા. તેમણે વિજ્ઞાન અને કાયદામાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા.
ડોકટર એપીજે અબ્દુલ કલામ
જન્મ : વર્ષ ૧૯૩૧ | મૃત્યુ : વર્ષ ૨૦૧૫
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭
ખાસિયત : કલામ મુખ્યત્વે વૈજ્ઞાનિક હતા, જેમણે મિસાઈલ અને પરમાણુ શસ્ત્રો ક્ષેત્રે તેમનો સિહફાળો હતો. આ કારણોસર તેમને ભારત રત્ન પણ મળ્યો હતો. તેઓ મિસાઈલ મેનના હુલામણા નામથી દુનિયાભરમાં જાણીતા હતા.
પ્રતિભા પાટીલ
જન્મ : વર્ષ ૧૯૩૪
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૨૦૦૭ થી ૨૫ જુલાઈ ૨૦૧૨
ખાસિયત : દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ બન્યા હતા. એ સિવાય રાજસ્થાનની પ્રથમ મહિલા ગવર્નર પણ હતા.
પ્રણવ મુખર્જી
જન્મ : વર્ષ ૧૯૩૫
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૨૦૧૨ થી ૨૫ જુલાઈ ૨૦૧૭
ખાસિયત : વિત્ત મંત્રી, રક્ષા મંત્રી, વિદેશ મંત્રી, યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે ૬ દશકોથી રાજનીતિમાં સક્રિય રહેલા છે.
રામનાથ કોવિંદ
જન્મ : વર્ષ ૧૯૪૫
કાર્યકાળ : ૨૫ જુલાઈ ૨૦૧૭ થી અત્યાર સુધી
ખાસિયત : દેશના વર્તમાન રાષ્ટ્રપતિ, આ પહેલા બિહારના રાજ્યપાલ હતા.
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.
:: Gallery ::
આપ વાંચી રહ્યા છો લાઈફ કેર મેગેજીન. આ લેખ આપને ઉપયોગી લાગતો હોય તો આપના મિત્રોને જરૂરથી શેર કરો. હેલ્થ ને લગતા આર્ટિકલ્સ વાંચવા માટે મુલાકાત લો Lifecarenews
Get real time update about this post categories directly on your device, subscribe now.