- Advertisement -

૨૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની સમિક્ષા

૨૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની સર્વગ્રાહી સમિક્ષા કરતા પ્રભારીમંત્રીશ્રી ચૂડાસમા

રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. જેની રાજયના શિક્ષણ વિભાગ અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજરોજ કલેકટર કચેરી ખાતે સર્વગ્રાહી સમિક્ષા કરી હતી. મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શહેર- જિલ્લાના નાગરિકો પોતાના ઘર, દુકાનો વગેરે માં સુશોભન કરે, રાષ્ટ્રધ્વજ ફરકાવે, રોશની કરે તેવી જાગૃતિ આવે તે માટે વહિવટીતંત્રને સૂચન કર્યું હતું. રાષ્ટ્રીયપર્વમાંની ઉજવણીનાં કાર્યક્રમોનો લોકોને સાચા અર્થમાં લાભ મળે તે પણ જરૂરી છે.

26 January Ni Rajya Kaksa Ni Ujavani Ni Samiksha 01

- Advertisement -

- Advertisement -

187

Get real time updates directly on you device, subscribe now.

જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને સમગ્ર ઉજવણી દરમ્યાન રાજયપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અન. અન્ય ધ્યાનાકર્ષક કાર્યક્રમોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં. મહાનગરપાલીકાના કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે મહાનગરપાલીકા દ્વારા આયોજન થયેલા કાર્યક્રમોની વિગતો પુરી પાડી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાએ પંચાયત વિભાગ હસ્તકના કામો અંગે માહિતગાર કર્યા હતા.

Related Posts
1 of 443
26 January Ni Rajya Kaksa Ni Ujavani Ni Samiksha 02
26 January Ni Rajya Kaksa Ni Ujavani Ni Samiksha 02

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાએ પોલીસ વિભાગ દ્વારા થનારા કાર્યક્રમોની જાણકારી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવીંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, રાજય મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીશ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી.કે.સખીયા તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

26 January Ni Rajya Kaksa Ni Ujavani Ni Samiksha 03
26 January Ni Rajya Kaksa Ni Ujavani Ni Samiksha 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More