૨જી ઓકટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવણી અંગેની બેઠક

દાંડી ખાતે યોજાનારા કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

નવસારી : શુક્રવાર : ૨ જી ઓકટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લાના તમામ  ગામો, ગ્રામપંચાયતો, નગરપાલિકાઓના વિસ્તારમાં મહાશ્રમદાન અને સ્વચ્છતા શપથ તથા ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું સુચારુ આયોજન અંગે નવસારી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

2nd October Meeting On Mahatma Gandhi Birthday Celebration 02
319

Get real time updates directly on you device, subscribe now.

૨જી ઓકટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવણી અંગેની બેઠક

Related Posts
1 of 326

દાંડી ખાતે યોજાનારા કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ :

નવસારી : શુક્રવાર : ૨ જી ઓકટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લાના તમામ  ગામો, ગ્રામપંચાયતો, નગરપાલિકાઓના વિસ્તારમાં મહાશ્રમદાન અને સ્વચ્છતા શપથ તથા ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું સુચારુ આયોજન અંગે નવસારી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

Also You like to read
1 of 138
2nd October Meeting On Mahatma Gandhi Birthday Celebration 02
2nd October Meeting On Mahatma Gandhi Birthday Celebration 02

બેઠકમાં જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી દાંડી ખાતે તા.૨ જી ઓકટોબરના રોજ યોજાનાર કાર્યક્રમમાં સખીમંડળની મહિલાઓ, ગ્રામ રોજગાર સેવકો, યુવક મંડળો, દૂધ મંડળી અને ખેત મંડળીના સદસ્યો, આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને સ્વચ્છતા અભિયાનના મહાશ્રમદાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના તમામ શહેરી અને ગ્રામિણ વિસ્તારોના દરેક મહોલ્લા, શેરીઓ, જાહેર રસ્તા, ચોક, શાળા ભવનો વિગેરેમાંથી પ્લાસ્ટીક કચરાની સફાઇ કરાવી વધુમાં વધુ પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ થાય તે જોવા તમામ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

2nd October Meeting On Mahatma Gandhi Birthday Celebration 01
2nd October Meeting On Mahatma Gandhi Birthday Celebration 01

વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, દાંડી ખાતે સુરત અને ભરૂચથી આવતા સ્વછતાગ્રહીઓને દાંડી મેમોરીયલ જોવા માટે તથા મોડલ વિલેજોની જાણકારી મળી રહે તે માટે આયોજન કરવા જણાવ્યું હતું. તેમજ અન્ય રાજયોમાંથી આવનાર સ્વચ્છતાગ્રહીઓનું રહેવા સહિત દાંડી મેમોરીયલની મુલાકાત માટે સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર શ્રી કે.જે.રાઠોડ, પ્રાંત અધિકારી શ્રી આર.વી.ભોગાયતા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More